ચૂંટણી એટલે સામસામે ચૂંટલી ખણી ટપલી દાવની રાજરમત.
ઉમેદવાર અને પક્ષો પોતપોતાની રીતે મતદારોને લોભાવે, આજની
ભાષામાં એ ચૂંટણી સંકલ્પ પત્ર અને તેનું બીજું નામ એકબીજા
પ્રતિસ્પર્ધ્ધીની નજરમાં લોલીપોપ …તેની જ કથા ચોરેને ચૌટે.
આમછતાં એજ પાયો બની પ્રજાકીય કામોની સીડી બને તો
સાચી લોકશાહીની મજા. પાંચ વર્ષે પ્રજા હિસાબ તપાસે અને
યોગ્ય સભ્ય ચૂંટાય એ આશા સહ , આવો જાનમાં જોડાઈ તેની
રંગત માણીએ…
EVMs are fully secure, non-tamperable: Govt
NEW DELHI: Terming Electronic Voting Machines (EVMs) as “fully secure”, government today said that they were tamper-proof.
(Thanks to webjagat for these pictures)
હાલો હાલોને લોકશાહીની જાનમાં…રમેશ પટેલ(આકાશદીપ)
લાડલી લોકશાહી લાડલી રે
લાડલીનાં લગનીયાં લેવાય
હાલો હાલોને લોકશાહીની જાનમાં
પાંચ પાંચ વરસે આવ્યાં ટાણાં…લોકશાહીને દઈએ સન્માન
હાલો હાલોને લોકશાહીની જાનમાં
મળતીયાઓએ બાંધ્યો રૂડો માંડવો રે
લાભીયા પીરસે પકવાન
લાગે વ્હાલાં જે ગાય ગીતડાં,
જાહેરમાં વચનોની લ્હાણ
હાલો હાલોને લોકશાહીની જાનમાં
સાળીઓ થઈ આજ કોયલડી રે
શેરીએ ટહુકે દિન રાત
સાળા એ બાંધ્યા છે ઢોલકાં રે,
ફોઈઓ ફૂંકે શરણાઈ
હાલો હાલોને લોકશાહીની જાનમાં
સામા મળ્યા ને નવાજ્યા ભાવે
દીધા કાકાઓને હુલામણા નામ
નાણા કોથળી મૂકી છૂટી રે,
દોડે ગાડીઓની વણઝાર
હાલો હાલોને લોકશાહીની જાનમાં
ટિકિટ ના મળે એ ચાલ્યા રીસામણે રે
ચાલે અવળી રે ચાલ
વાટે ફરકાવે કાળા વાવટા રે,
મળ્યા શત્રુ મેદાન
હાલો હાલોને લોકશાહીની જાનમાં
નેતાજી અમારા લાડલા રે
જીભે ફરે રે કટાર
મોકલ્યા સામે બે ડાઘીયા ને,
વિરોધીઓના કરડ્યા છે કાન
હાલો હાલોને લોકશાહીની જાનમાં
વિરોધીઓ ફૂલે થઈ ફાળકે રે,
માઈકમાં ઘૂરકે અપાર
ધાંધલ ધમાલની મોંકાણ મોટી રે
પોલીસે કીધી ધુલાઈ
હાલો હાલોને લોકશાહીની જાનમાં
કોણ પરણે ને કોણ હાલ્યા જાનમાં
પ્રજા કરજો રે વિચાર
જડશે નેતા કોઈ સાચલો રે,
દેજો મત વિચારી સુજાણ
હાલો હાલોને લોકશાહીની જાનમાં
લાડલી લોકશાહી લાડલી રે
લાડલીનાં લગનીયાં લેવાય
હાલો હાલોને લોકશાહીની જાનમાં
એ હાલો બાપલા હાલો !!
“ટિકિટ ના મળે એ ચાલ્યા રીસામણે રે”
આપણા લોસ એન્જલસના શ્રી સી.કે.પટેલને ગુજરાતમાંથી ભાજપની ટિકિટ ન મલી, તેમાં દુ:ખી દુ:ખી થઈ ગયા છે………!!!!!!
સુંદર કાવ્ય છે.
વિરોધીઓ ફૂલે થઈ ફાળકે રે,
માઈકમાં ઘૂરકે અપાર
ધાંધલ ધમાલની મોંકાણ મોટી રે
પોલીસે કીધી ધુલાઈ
હાલો હાલોને લોકશાહીની જાનમાં
………………………
લોકશાહી???
આદરણીય શ્રી રમેશભાઈ,
કોણ પરણે ને કોણ હાલ્યા જાનમાં
પ્રજા કરજો રે વિચાર
જડશે નેતા કોઈ સાચલો રે,
દેજો મત વિચારી સુજાણ
હાલો હાલોને લોકશાહીની જાનમાં…
સુંદર કાવ્ય !
શ્રી નરેન્દ્ર ભાઈના વક્તવ્ય…(2010).
હું રોજે રોજ ગુજરાત માટે નવા સપનાનું વાવેતર કરૂં છું અને તે સાકાર થતાં પણ જોઇ રહ્યો છું. જેમ ગુજરાત રોજ રોજ અવનવા સપનાં જુએ છે તેમ દેશની સામે પણ ઘણીબધી સમસ્યાઓ અને પડકારો છે. પ્રજા ઇચ્છે છે તેનો પણ ઝડપથી ઉકેલ આવે.
મારી મહેનત છે તે મારી રાજનીતિ માટે નથી પરંતું તે હકીકતમાં રાષ્ટ્રનીતિ છે. હું રાષ્ટ્રનીતિ લઇને જવાબદારી નિભાવી રહ્યો છું. મારો એ ધર્મ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ૨૦૧૨માં યોજાવાની છે ત્યારે મોદીએ પોતાના પ્રવચનમાં એવો આડકતરો ઉલ્લેખ કર્યો હતો કે ગુજરાતમાં પ્રત્યેક ગામડું સ્વચ્છ હોવું જોઇએ. જો ગામ સ્વચ્છ હશે તો સમગ્ર વિશ્વની ગુજરાત પ્રત્યેની દ્રષ્ટી બદલાઇ જશે.
લાડલી લોકશાહી લાડલી રે
લાડલીનાં લગનીયાં લેવાય
હાલો હાલોને લોકશાહીની જાનમાં
Rameshbhai,
You are in the Election mood….and a Kavya.
Nice Geet !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting you to read a New Post on Chandrapukar !
લાડલી લોકશાહીની લાડલી રે
લાડલીના લગનીયાં લેવાય
પાંચ પાંચ વરસે આવ્યાં ટાણાં
લોકશાહીને દઈએ સન્માન
લાડલીના લગનીયાં લેવાય
હાલો હાલોને લોકશાહીની જાનમાં
શ્રીરમેશભાઈ, આપે હળવા વ્યંગ માં સરસ રચના રજુ કરી ને માણી
આદરણીય શ્રી રમેશભાઈ
” નેતાઓને મળવાનો પાંચ વર્ષે મળ્યો મોકો રે
હું તો કહું લોકોને કે બતાવી દો, આ લોભીઓને. ”
ખુબ જ સરસ રચના