શુભ દીપાવલિ………
તહેવારોનો રાજા એટલે દીપોત્સવ. અગિયારસથી હર ઘર આંગણે ગોખલે દીવા ટમટમે અને પાવનતા પ્રગટે.
દિવાળી એટલે સાફ સફાઈ ઘર અને મનની અને વહેંચવાની મીઠાઈઓ ઉમંગની.
નવા પરિધાનો અને અભિવાદનથી મેળામાં મહાલવાનું ને સાથે સાથે પરમ શક્તિઓને નમનથી રીઝવવાનું.
પુરુષાર્થનું સરવૈયું અને મહા ઉજાશને ઝીલવાનું ટાણું એટલે આ ગૌરવવંતું પર્વ દિવાળી…
સૌ મિત્રોને ખોબલે ખોબલે દરિયાદિલીથી શુભેચ્છાઓ…
(Thanks to webjagat for this picture)
આસો વદિ અમાસનો દીપોત્સવનો મોટો તહેવાર; વિક્રમ સંવત્સરનો છેલ્લો દિવસ; દીપોત્સવી. પશ્ર્ચિમ હિંદુસ્તાનમાં દિવાળીના પાંચ દિવસ બહુ મોટા ગણાય છે. લોકો તે આનંદથી ઊજવે છે. વાઘબારશ, ધનતેરશ, કાળી ચૌદશ, દિવાળી અને બેસતું વર્ષ એ પાંચ આ તહેવારના મુખ્ય દિવસ છે. આ દિવસે અગાઉ માટીનાં કોડિયાંમાં દીવા કરી ઘર તથા દુકાનોને દીપાવવામાં આવતાં હતાં. કોડિયાંમાં ઘી અથવા તેલ પૂરી તેમાં રૂની વાટ મૂકી દીવા કરવામાં આવતા. હજુ પણ ઘણાંખરાં ગામડાંમાં, નાનાં શહેરોમાં અને મોટાં શહેરોના અમુક ભાગોમાં આ રીત પ્રચલિત છે. વધારે આગળ વધેલા લોકોમાં કોડિયાંની જગ્યા વીજળીની બત્તીએ લીધી છે. વેપારી લત્તામાં દિવાળીની જે ખાસ રોશની ગણાતી, તે હવે રોજિંદી થઈ પડી છે. પણ અગાઉના વખતમાં રોશનીનું પ્રમાણ હતું અને વેપારીની આબાદીના પ્રમાણમાં રોશની કરવામાં આવતી હતી. રામાયણમાં જણાવ્યા પ્રમાણે રામે રાવણને મારીને આ દિવસે રાજપદ ધારણ કર્યું હતું. ત્યારથી સુવ્યવસ્થા અને પવિત્રતાનો યુગ શરૂ થયો. દિવાળીને દિવસે વેપારીઓ સાહીની દોતો નવી સાહીથી ભરે છે અને રાતના વહીપૂજા એટલે કે કુળગુરુની મદદથી નવા ચોપડાઓની પૂજા કરી નવો દિવાર નાખે છે. આ દિવસે ચોપડામાં કાંઈ પણ લખતાં પહેલાં તેમની પૂજા કરવામાં આવે છે અને સારા શુકનની મદદથી પૈસા મેળવવાની આશામાં નાનો હિસાબ પણ શરૂ કરવામાં આવે છે. દિવાળી સંબંધે ગાંધીજી લખે છે કેઃ આપણા પંચાંગમાં એ બહુ મોટો દિવસ ગણાયો છે. દિવાળીના તહેવારની ઉજવણીમાં હમેશ દીવા જલાવી રોશની શા સારૂ કરવામાં આવે છે તે આપણે સૌએ બરાબર સમજી લેવું જોઈએ. રામ અને રાવણ વચ્ચેના યુદ્ધમાં સર્વ દૈવી તત્ત્વોના પ્રતિનિધિ રામે સર્વ આસુરી તત્ત્વોના પ્રતિનિધિ રાવણને પરાજય આપ્યો. એ વિજયથી રામરાજ્યની સ્થાપના થઈ. રામના વિજયની ઉજવણી તેણે જ કરવાની હોય જેના દિલમાં રામ વસેલા હોય, કેમકે માણસોના દિલને અથવા આત્માને અજવાળવાને એક ઈશ્વર જ સમર્થ છે એ અજવાળાની જ કીમત છે.(Thanks…Lexicon)
આવી દુલારી દિવાળી…..રમેશ પટેલ(આકાશદીપ)
ભરી ઉમંગની થાળી
આવી દુલારી દિવાળી
ઘર અને મન કર્યું સાફ આજ વાળી
શોભેછે ચોક રૂડો, લઈ ભાતી રંગોળી
હૈયા ને હોઠે હો ઉજાણી
આવી દુલારી દિવાળી
ઝૂમતા તોરણે તૂટતા મનડાના ભારણ
છૂટતા વેરઝેરને સબરસના ધારણ
અન્નકૂટની લઈ થાળી
આવી દુલારી દિવાળી
ઘરના ટોડલે ને મન કેરા ગોખલે
પ્રગટે અજવાળાં અંતરના દીવડે
ફોડે ફટાકડા ટોળી
આવી દુલારી દિવાળી
ધનધાન્યથી છલકજો ઘરઘર
નવલ પ્રભાતે વધાવું રે શ્રીધર
ખુશીઓથી ભરજો ઝોળી
આવી દુલારી દિવાળી
રમેશ પટેલ(આકાશદીપ)
સૌને દિવાળીની શુભ કામનાઓ
દિવાળીની શુભ કામનાઓ સૌને ……………..
ધનધાન્યથી છલકજો ઘરઘર
નવલ પ્રભાતે વધાવું રે શ્રીધર,
ખુશીઓથી ભરજો ઝોળી આ દિવાળી એ !
દિવાળીની શુભ કામનાઓ
આપની આ દિવાળી ઉત્સાહ અને ઉમંગભરી બની રહે.
-પી.કે.દાવડા
દિવાળી એટલે સાફ સફાઈ ઘર અને મનની
અજ્ઞાનનો અંધકાર દુર કરી જલાવવાનો જ્ઞાનનો નવો દીપક
સૌ મિત્રોને દિવાળી અને નવા વર્ષની સુભ કામનાઓ
સાલ મુબારક
આભાર અને શુભેચ્છાઓ !
સુંદર દિપાવલી કાવ્ય રમેશભાઈ મુબારક…
આદરણીય શ્રી રમેશભાઈ,( આકાશદીપ
ધનધાન્યથી છલકજો ઘરઘર
નવલ પ્રભાતે વધાવું રે શ્રીધર
ખુશીઓથી ભરજો ઝોળી
આવી દુલારી દિવાળી
દીપાવલીના શુબ સંદેશ દેતા દીવડ શબ્દે શબ્દે પ્રગટાવ્યા છે.
આપને તેમજ સર્વે કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના
દીપાવલીના દીપ આપણા અંતરને ઝગમગાવી, ઉત્સાહ અને આનંદ સાથે પરસ્પર સ્નેહના સમ્બન્ધો વીકસાવી, પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બની રહો એવી ‘અભીવ્યક્તી’ના સર્વ વાચકમીત્રોને દીલી શુભેચ્છાઓ..
–ગોવીન્દ મારુ અને પરીવાર
Meet me @ http://govindmaru.wordpress.com/
ખુબ સુંદર રચના, દિવાળીની ભેટ સમી. શુભ દિપાવલી અને શુભ નુતન વર્ષ, તમામ મિત્રોને અને રમેશભાઈ અને તેમના પરિવારજનો ને.
શરદ.
આદરણીય શ્રી રમેશભાઈ ( આકાશદીપ )
ખુબ જ સરસ રીતે સૌ બ્લોગર જગતને શુભકામનાઓ પાઠવી
એક નોખી – અનોખી રચના રચીને સુંદર રીતે પર્વ ઉજવો છો,
આપને અને આપના પરિવારને દિપાવલિની શુભકામનાઓ.
વિશ્વભરના ગુજરાતી ભાઈ – બહેનોને દિપાવલિની શુભકામનાઓ
આદરણીય શ્રી રમેશભાઈ,
ધનધાન્યથી છલકજો ઘરઘર
નવલ પ્રભાતે વધાવું રે શ્રીધર
ખુશીઓથી ભરજો ઝોળી
આવી દુલારી દિવાળી …
સવંત ૨૦૬૮ પૂરા વર્ષ દરમ્યાન વિવિધ ઉત્તમ્ રચનાઓનો રસથાળ દ્વારા ગુજરાતી બ્લોગ જગતની અમૂલ્ય સેવા આપે કરી છે, જે બદલ ધન્યવાદ. તમામ બ્લોગ જગતના મિત્રોને અને રમેશભાઈ આપને તેમજ આપના પરિવારજનો ને શુભ દિપાવલી અને શુભકામનાઓ સાથે નૂતનવર્ષાભિનંદન પાઠવીએ છીએ.
‘દાસ’ – ‘દાદીમા ની પોટલી’
લંડન
આદરણીય શ્રી રમેશભાઈ,
દીવાળીની શુભેચ્છાઓ અને નવા વર્ષના અભિનંદન !
ધનધાન્યથી છલકજો ઘરઘર
નવલ પ્રભાતે વધાવું રે શ્રીધર
ખુશીઓથી ભરજો ઝોળી
આવી દુલારી દિવાળી
રમેશ પટેલ(આકાશદીપ)
Rameshbhai,
Our Greetings to you & your Family
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !