રાજકીય અને કુદરતના સઘળા પ્રવાહો પ્રજાને વિશાદથી ઘેરી રહ્યા છે. એક તરફ દુષ્કાળ બીજી બાજુ હિમાચલમાં વાદળ ફાટવાથી તબાહી તથા ભ્રષ્ટાચાર
સામે પ્રજામત જગવતા, આદરણીય અન્ના હઝારેની લોકશાહી માર્ગે દેવાતો સંદેશ , લોકશાહી સરકાર બહેરી થઈ સાંભળવા માગતી નથી , એ સમાચારો ખેદ આપી રહ્યા છે તો સાથે સાથે ઓલિમ્પિકની રમતો આગળ વધી રહી છે ને પૃથ્વીવાસી મંગળ ગ્રહ પર યાન ઉતારી , મગળ ગ્રહની તસવીરો અમેરિકામાં ઝીલી રહ્યાનો આનંદ માણી રહ્યો છે. આ સપ્તાહે જન્માષ્ટમી ઉત્સવ
મનને શાન્તવના દેવા આવી રહ્યો છે, ચાલો ભગવદ કૃપામાં ભીંજાતા જઈએ..
(Thanks to webjagat for this picture)
હેતે રમાડ્યો ગોપલો..…રમેશ પટેલ(આકાશદીપ)
વાહ ગોકુલ તારું કેવું રે ભાગ્ય મહા બલવાન
નારાયણ નાથ પધાર્યા તારે આંગણે થઈ મહેમાન
ભક્તિ તમારી ભાળી ભગવાને પ્રતાપી સરતાજ
પારણે આવી પોઢ્યો પરમેશ્વર, ઝુલાવે જશોદા માત
વાહગોકુલ તારું…..
નિષ્કપટ મનડાં દેખી તમારાં, માખણ ચોરે સંગાથ
ભોળાની સાથે ભોળો અમારો, ગાયો ચારે નંદલાલ
વાહગોકુલ તારું…
લાલા લાલાની રટ ગમે ને , આજ હરખે કૃપાળું કિરતાર
માતા જશોદાના વહાલે વીંધાઈ,થાંભલિયે બંધાયો દાતાર
વાહગોકુલ તારું…
અનંત જન્મોના પુણ્યે પામીયા, પ્રગટ પ્રભુનો પ્યાર
રાધેની બંસરીના નાદે ખૂલ્યાં, વ્રજ વન્દાવન ભાગ્ય
વાહગોકુલ તારું…
લેણદેણથી ના તોલાતો, મારો કામણગારો કાન
યમુના ઘાટે વહાલો વરસાવે, સ્નેહ સુધાનાં પાન
વાહગોકુલ તારું….
ધન્ય ધન્ય ગાય ગોપીઓ ઘેલી,હેતે રમાડ્યો ગોપાલ
જશોદાના લાલ જગના વહાલા, થાઓ ફરી મહેમાન
વાહ ગોકુલ તારું કેવું રે ભાગ્ય મહા બલવાન
નારાયણ નાથ પધાર્યા તારે આંગણે થઈ મહેમાન
રમેશ પટેલ(આકાશદીપ)
સરસ
હેતે રમાડ્યો ગોપલો
આ શબ્દોમાં કવી રમેશભાઈ પટેલનો કેવો કૃષ્ણ પ્રેમ નીતરી રહ્યો છે !
જ્ન્માસ્તમીના પર્વની પૂર્વસંધ્યાએ કૃષ્ણ ભક્તિના સુંદર ભાવોને રજુ કરતું આ
કાવ્ય ભેટ ધરવા માટે આપને અભિનંદન।
આ સપ્તાહે જન્માષ્ટમી ઉત્સવ
મનને શાન્તવના દેવા આવી રહ્યો છે, ચાલો ભગવદ કૃપામાં ભીંજાતા જઈએ..
Rameshbhai,
Nice Rachana…Happy GokulAshthmi to All !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !
સરસ
કે પછી
‘પદ્ય’ દીકરીરૂપે અવતરશે…
કંઇ જ ખબર નથી હોતી.
પણ હા..એક વાત નક્કી..
એ જન્મશે તો ચોકકસ
મારા સપનાંઓની પ્રતિકૃતિ જ હશે
એ આનંદ પામવાની લાલચે જ
મારે મારો કવિયત્રી ધર્મ ચૂપચાપ પૂરી નિષ્ઠા સાથે નિભાવવાનો
અને
વિચારોનો ફરજિયાતપણે ગર્ભધારણ કરવાનો..’
આમ જ બસ..રોજ નવું નવું શીખું છુ અને કલમને ધાર કાઢી કાઢીને લખવાનો પ્રયત્ન કરું છું..શબ્દોનો નિર્દોષ નશો કરું છું.
સ્નેહા પટેલ – અક્ષિતારક
…………………..
Thanks for your insping comment.
With regards
Ramesh Patel(Aakashdeep)
આદરણીય શ્રી રમેશભાઈ,
હેત રમાડ્યો ગોપાલો !
‘ગોપાલો ‘ શીર્ષક વાંચી મને જરૂર માન ઉપજ્યું. કૃષ્ણ – કાના – ગોપાલ – નંદલાલ ના દુલારા પ્રત્યેના આપનો પ્રેમ – ભાવ કેટલો છે તે જોવા મળ્યો.
જન્માષ્ટમી ની પૂર્વ સંધ્યાએ વ્યક્ત કરેલ આ સુંદર રચના બદલ ધન્યવાદ !
જન્માષ્ટમી ના શુભ પર્વ નિમિત્તે આપને તમેજ આપના પરિવારને શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ… !
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
વાહ ગોકુલ તારું કેવું રે ભાગ્ય મહા બલવાન
નારાયણ નાથ પધાર્યા તારે આંગણે થઈ મહેમાન
ગોપાલના આગમન ટાણે આપે હેત ને ભક્તિ ભાવથી લાલાને રમાડ્યો છે.
હમણાં દર ચાર પાંચ મીનીટમાં જ કોમ્પ્યુટર બંધ થઇ જવાથી સંદેશ પાઠવવા
જલ્દી આવી શકાતું નથી. માફ કરશો
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
શ્રીકૃષ્ણની રચના રચાય એટ્લે આપોઆપ પ્રેમ નીતરતી રચના આપોઆપ
પ્રભુ રચના રચવાની ક્ષમતા આપની કલમને આપતા દેખાય છે.