ન્યુયોર્કથી પ્રસિધ્ધ થતા ‘ગુજરાત ટાઈમ્સ’ ની સપ્તક પૂર્તિમાં ,તાઃ ૧૮મીએ
‘માતૃવંદના’ નો સુંદર વૈવિધ્યભર્યો થાળ પીરસ્યો છે.
આ પૂર્તિમાં ‘ બધી જવાબદારીનાં વાહક બા’ ના શિર્ષક હેઠળ મારા આ લેખના
કેટલાક અંશની ખૂશ્બુ વિશાળ ગુજરાતી વાચકોને આંગણે ‘ગુજરાત
ટાઈમ્સે’ લહેરાવી છે. તેના સૌજન્યને વધાવતાં , કાશીબાને આપેલી આ
શબ્દ પુષ્પાંજલિ માણીએ..
…………………………………………………………………….
સંસારનું વટવૃક્ષ ખીલે છે મા થકી. પશુ પંખી કે માનવજાત માટે વ્હાલ એજ અમૃતપાન.
માનું હૈયું એટલે મમતાની સુગંધ.
માતાના આ ઋણનાં સંભારણાં એટલે બાળપણનો મજેદાર લ્હાવો.
બા બોલું ને ઝૂલે રે બાળપણ
આયખે કેસર ઘોળેજી રે
તું રે માવલડી ચંદન તલાવડી
જગની તરસ્યું છીપાવેજી રે
લીલુડી ડુંગરમાળ અને રમતી રમતી વહેતી નાનકડી નદીને કાંઠે,
ખેડા જીલ્લાના બાલાશિનોર તાલુકાના પ્રખ્યાત ડાયનોસર અસ્મી પાર્ક વાળા,
રીયોલી ગામની નજીકનું ગામ જેઠોલી , મારી માતા કાશીબાનું પિયર.બેઠી દડી ,
આઝાદી સંગ્રામ અને આઝાદી બંન્નેની હવા માણેલી આ પાણીદાર પેઢી.
ચાર ચોપડી ભણેલાં પણ જીવનનું ગણતર ખૂબ જ પાકું. ચૌદ વર્ષની કુમળી
વયે પરણીને , ડાકોર પંથકમાં શ્રી રછોડરાય મહારાજા, ફાગવેલા મહારાજ
અને નડીયાદના શ્રી સંતરામ મહારાજની કૃપા ઝીલતા , ત્રિભેટે ઉભેલા
ગામ મહિસામાં આવ્યા. બા એજ કહેલી થોડીક વાતો આ નિમિત્તે માનસપટ પર રમવા લાગી ,
જાણે કોઈ રસપ્રદ ઈતિહાસ.
પણ અમારા વડીલો કેળવણી બાબત સજાગ એટલે મારા દાદાશ્રી દ્વારકાદાસ,
છેક પુના જઈ ફોજદાર થયેલા અને ભારે રુઆબ અને કડપ. બા તો બિચારા
પરોણાગતનો પાર નહીં . મારા પિતાશ્રી અમદાવાદ અભ્યાસ કરે. દાદાજીનો
જવાબદારી નાનકડી વયે જ બાને ઉપાડવાની આવી.
દાદાજીની તબિયત બગડતાં, પિતાજી અભ્યાસ છોડી મહિસા આવી ગયા
માવતરની આ તપસ્યાનાં ઋણ તો ઉતારે ના ઉતરે તેવાં છે.
ઝવેરભાઈએતો આ શોખ ને બિરદાવતાં , ધાર્મિક પુસ્તકો , સ્વામિવિવેકાનંદના આખ્યાનો,શ્રી ઝવેરચંદ મેઘાણીજી અને ચારિત્ર્ય ઘડતરનાં પુસ્તકોથી , ઘરમાં જ પુસ્તકાલય ઉભું કરી દીધું. અમારા ઘેર તે વખતે શ્રી પૂજાભાઈ બારોટ નામના વડીલ આવતા, બા તેમને અમારા ઘરના ચોકમાં રાખેલી મોટી પાટ પર બેસાડી , ફળિયાના છોકરાઓને બોલાવી , તેમની રસપ્રદ શૈલીમાં સુંદર ચાતુરીની વાતો કહેવડાવતા. પૂજાભાઈનો તો પછી એ નિત્ય સેવાક્રમ થઈ ગયો અને આખા ગામના બાળકો વાર્તાઓ સાંભળવા આવવા લાગેલા. પૂજાકાકા પછીતો અમારા ઘરમાંની કોઈ ચોપડી પસંદ કરી વાર્તા કહેતા અને છોકરાઓને બાકી વાર્તાઓ વાંચવા પ્રોત્સાહિત કરતા ને બાળકોને મજાથી વાંચવાની આદત પાડી દેતા. બાના ઉત્સાહ વધ્યો ને કામમંમાં વધારો થયો ,એ નોંધી નોંધીને વાંચવા પુસ્તકો આપે ને પાછા લે .પૂજાભાઈના સહકારથી શરુ થયેલું એ પુસ્તકાલય , મોટાભાઈ વિષ્નુભાઈ આજે પણ ગ્રામજનો માટે ચલાવે છે. મને કવિતાઓ લખવાની
અને સાહિત્યને મજાથી માણવાની દેન ,એ કાશીબા અને પિતાશ્રી તથા
પૂજાભાઈ બારોટ જેવા પરગજું વડીલોના બાળપણમાં દીધેલા સંસ્કારોને
આભારી છે…કેવાં કેવાં ઋણ આપણે શીરે છે,આ નિમિત્તે યાદ આવી ગયાં.
અબૂધ જેવાં બાળકો બહાર જાય છે તો આગળ નવા વર્ગ માટે સગવડ કરોને?
મા અને આ નાનાં છોકરાની આંખોમાં આંખો પરોવશો તો કઈંક દેખાશે અને સમજાશે.
બાની વાત સાંભળી આખી રાત પિતાજીને ઉંઘ ના આવી. બીજે દિવસે
ગામ લોકોએ મળી, એક કેળવણી મંડળ સ્થાપ્યું , પિતાજી ટ્રસ્ટી બન્યા અને
શાળા માટે જમીન દાનમાં આપી. અમારા ગામમાં ધર્મશાળા હતી તેમાં
કેટલી મોટી વ્યથાથી કેવો મોટો છૂટકારો કે હાશ મળી હશે? …
યુવાન વયે એક ગોરપદું કરતા , બ્રાહ્મણની દીકરી વિધવા બની, માવતર
ગુજરી ગયાં એટલે શહેરમાં ભાઈ ભાભી સાથે ગઈ પણ સાથે રહેવું કઠિન
લાગતાં , એક દિવસ કાશીબા પાસે આવી બોલી…
લાલજી ઠાકોર સાથે આયખું પૂરું કરવું છે. તમે જાણો છો કે ગોરપદુ
હતું એ બાપ ગયા પછી હવે આવકમાં કંઈ નથી. હવે આ ગામમાં તમારે ને
આ લાલજીને આશરે આવી છું. દીકરીની વ્યથા જોઈ બાની આંખ ભીંની થઈ ગઈ. બહેન..તમે ચીંતા
ના કરશો. આ મારા ફળિયાને તમારું ઘર જ માનજો. દૂધમાં સાકર ભળે
તેમ એ દીકરી બની ગયાં ખડકીનાં બાળકોનાં ફોઈ રામરતિફોઈ.
અગિયારસ પૂનમ કે ખડકીના કૌટુમ્બિક પ્રસંગોએ સૌ ફોઈના લાલજી
મહારાજના ચરણોમાં સેવા અર્પતા..દાન સીધું દઈ પૂણ્ય કમાતા . ફોઈનું
આંગણું બાળકોને ભેગા થવાનું ,પ્રસાદ લેવા દોડતા જવાનું સ્થાન બની ગયું.
આખી જીંદગી તેમણે સુખથી વિતાવી ,કોઈ ઊણપ કાશીબાએ વરતાવા ના દીધી.
ક્યાં શોધવા હવે એવા માનવતાના દીવડા જેવા કાશીબા ને રામરતિફોઇ ને?કાશીબાના સંતાનમાં અમે ચાર ભાઈ અને બહેન જશોદા ,પિતાની
વ્હાલસોયી છાયા ઝીલતું કુટુમ્બ. દિવાળીનો તહેવાર આવે એટલે સાફસૂફી
અને સજાવટ. સાંજે લાડવાની ઉજાણી બાદ ઘરના ચોકમાં અમને લઈ
બા દારુખાના સાથે આવી જતા. નાના ભાઈ બળવંત અને અશોકને લઈને
તે પાટપર બેસતા અને અમે મોટા એટલે તારામંડળ , ભોંયઘંટી કે તડતડિયાં
જેવાં બાળકોને લાયક આઈટમો અમને ફોડવા મળતી. બા ,અમારા નાનાભાઈ
અને અમારી ખુશીથી જે હરખ અનુભવતાં , એ ભાવનો ચહેરો યાદ કરતાં,
સાચું સુખ ઘરમાં જ મળે અને એ ઘરનો આધાર ઘરવાળી, સુખદુઃખની સાચી
સાથી. કુટુમ્બ, ગામ અને દેશ કાજે ભારતીય સંસ્કૃતિથી આયખુ ઉજાળનાર
મારી બા કાશીબાને , ‘ગુજરાત ટાઈમ્સ’ના સૌજન્યથી યાદ કરતાં, આજે ગૌરવ સાથે
વંદન કરું છું.
કાશીબાની વાત વાંચીને મારી મા મને યાદ આવી ગઈ.
એ પેઢીની ખાનદાનિયત હવે વાગોળવાની વાતો બની ગઈ છે.
ગુજરાતીતા આવી અગણિત વ્યક્તિઓના પ્રતાપે ઊજળી છે.
Shree Rameshbhai..Kashiba..aapna matrushi vishe temna sankaari svabhav ane aapna sangopan vishe vanchi..khub gaurav thayu..ane aape saru nirupan karyu..
રમેશભાઈ કાશીબા વિષે વાંચતા આંખમાં પાણી આવી ગયું અને હૈયુ ભરાઈ આવ્યું…માતાને વંદન..
ખૂબ લાગણી ભર્યું ચિત્ર ઉપસ્યું છે.
શ્રી રમેશભાઈ,
તમે તો ખરેખર કમાલની વાત લખી છે. એ જમાનામાં જે માબાપે ભણતરની કિંમત જાણી, તેના બાળકો ખરેખર અતિ ભાગ્યશાળી કહેવાય, સમજોને કે ભગવાનની કૃપા વગર આવી સદબુદ્ધી આવેજ નહીં. આજે પણ અમેરીકામાં જેઓ વધારે ભણે છે તેઓ જ સારી પોસ્ટ ઉપર આવે છે અથવા તો પોતાનો સન્માનજનક ધંધો-ઓફીસ કરે છે, બાકી તો ૭-૮ ડોલરની જીંદગીભર જોબ કરેજ છેને.
Mansukhlal D.Gandhi
U.S.A.
…………………..
Thanks Shri Manasukhbhai.
દાદાજીની તબિયત બગડતાં, પિતાજી અભ્યાસ છોડી મહિસા આવી ગયા
અને બા ની બીજી ઈનીંગ્સ શરુ થઈ. ખેતીવાડી સાથે ઘર આંગણ દુધાળાં
જાનવર તથા બળદો એટલે ઘરનો ઠાઠ ગણાતો. એ જમાનામાં વીજળીની
સુવિધા નહીં એટલે ગામડા ગામે ઘર ઘંટી , વલોણાં અને કુવાથી પાણી
લાવી પાણિયારે ઝગમગાટ દાખવવામાં જ ઘરની મહિલાઓ ખૂંપી જતી.
બા એ આ સઘળી જવાબદારી ઊપાડી ને સાથે સાથે અમે ચાર ભાઈ
અને એક બહેનના ઉછેરમાં પણ કોઈ કચાશ ના રાખી.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Rameshbhai,
The Real Life Story !
So touching !
The LOVE of the Mother can not be “fully” said in Words…yet, you painted a picture of your Mother so well !
My VANDAN to her !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you & your Readers on Chandrapukar !
આવી કર્તવ્ય પરાયણ માતા ઓ ના લીધે જ આ દેશ ઉજવળ છે .ધન્ય છે આપ ની માતા ને .તેમને શત શત વંદન .
ખૂબ સરસ
આદરણીય શ્રી રમેશભાઈ,
‘બા’ – ‘મા’ આ શબ્દો અને તેની કોઈપણ વાત આવે ત્યારે ‘મા’ ની સ્મૃતિ જે હૃદયમાં દાબી ને કે જાળવીને બેઠા હોઈ છે તે આંખો દ્વારા છલકાવા લાગે છે.. પૂજનિય કાશીબા વિષે ઘણું જાણ્યું , બા ના શ્રી ચરણોમાં વંદન… બસ, આ બધું વાગોળવાનું અને જીવન ને તેની સ્મૃતિ થાકી સમારવાનું છે…
khubaj saras.
man ane raday ne sparshi jati vaat ,sachi vaat.
tame tamari mane shabdo ma muki shakya no anand chhe.
saras.
મુરબ્બી શ્રી રમેશભાઈ ,
‘માતૃવંદના’ કાશીબા માં ખુબજ સરળ શૈલી માં માતૃસ્મરણ નું હર્દયસ્પર્શી આલેખન કર્યું છે.
” મોઢે બોલું માં મને સાચે જ બચપણ સાંભરે. પછી મોટપ ની મજા મને કડવી લાગે કાગડા”
આદરણીય શ્રી રમેશભાઈ (આકાશદીપ)
આપના બા ” કાશીબા ” સમગ્ર મહીસાને શિક્ષણના અલભ્ય દીવાને પ્રગટાવી એક પ્રખર સમાજસેવી બની ગયા કહેવાય.
માનવતા, ઉદારતા, પરગજુ સ્વભાવ , કુટુંબ પ્રેમ અને શિક્ષણ જ્યોતના સારથી એટલે પરમ પૂજ્ય કાશીબા કહેવાય.
આપના કુટુંબ દ્વારા ગામને અનન્ય લાભ મળ્યો સાથે રામ લક્ષ્મણ ભારત અને શત્રુઘ્ન જેવા ચાર ભાઈઓએ સેવાની
સર્વની વહાવી દીધી. આપને આપના મત પિતા અને સમગ્ર કુટુંબને સો સો સલામ
આદરણીય શ્રી રમેશભાઈ,
” સાચે જ કાશીબાનું ઋણ ચૂકવે ના ચૂકવાય તેવું છે.” ખૂબ સરસ!
[…] […]
મધર્સ ડે નિમિત્તે કાશીબાને યાદ કરી એમના સંતાનો માટેના ત્યાગને તમોએ સુંદર અંજલિ આપી છે .
કાશીબા જેવી માતાઓને આજના દિને પ્રણામ
જનનીની જોડ જગે અજોડ હોય છે .