શીવજી ઝટ રીઝતા દેવ અને સાથે સાથે તાંડવ કરી જાણતા છતાંય ભોળા,
જગ કલ્યાણે વિષપાન કરી થયા એ નીલકંઠ …એવા મંગલકારી સૌ જીવોને શરણ દેતા,
દેવોના દેવ ને શીવરાત્રીએ ‘ ઓમ નમઃ શીવાય’ ના જાપ સાથે સ્મરીએ….
(Thanks to webjagat for this picture)
શિવજી એટલે આ સૃષ્ટિ પરની તમામ વિદ્યાઓના જનક. બધાં જ જ્ઞાન, વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, યોગ, ભાષા, નૃત્યુ, સંગીત વગેરે જેવી તમામ વિદ્યાઓ શિવમાંથી જ આવી છે. શિવજી એટલે માત્ર દેવોના જ દેવ નહિં, પરંતુ સમસ્ત બ્રહ્માંડના સર્જનહાર. ભારતીય ધર્મગ્રંથો કહે છે કે સૃષ્ટિ પરની તમામ વિદ્યાઓના જનક શિવજી છે. આધુનિક યુગમાં પશ્ચિમના દોશોના વિજ્ઞાનીઓએ પણ ભારતીય ધર્મગ્રંથોની આ માન્યતાઓનું સચોટ પરીક્ષણ કર્યું છે.
બ્રહ્માંડ અને શિવલિંગઃ-
હિન્દુ ધર્મગ્રંથો કહે છે કે બ્રહ્માંડ અનંત છે અને તેનમા તાગ પામી શકાતો નથી. આધુનિક વિજ્ઞાનીઓ પણ હવે લાંબા પ્રયોગ પછી આ વાતને માનતા થયા છે. આધુનિક વિજ્ઞાન કહે છે કે સમયની સાથે બ્રહ્માંડ ઝડપથી વિસ્તરી રહ્યું છે. પાંચ લાભ આકાશગંગાના અભ્યાસ પછી તારણ નીકળ્યું છે કે, કોઈ અદ્રશ્ય શક્તિ બ્રહ્માંડનો વિસ્તાર વધારી રહી છે. હકીકત એ છેકે જો આપણે બ્રહ્માંડનું ભારતીય અર્થઘટન સમજીએ તો, તરત જ ખયાલ આવશે કે આધુનિક વિજ્ઞાન જે વાત અત્યારે કહે છે તે વાત હિન્દુ ધર્મગ્રંથોમાં સદીઓ પહેલા જણાવવામાં આવી છે. ‘બ્રહ્માંડ’ શબ્દ બ્રૂ- બમ પરથી આવ્યો. જેનો અર્થ થાય છે કે જે ફેલાયેલું છે તે ‘બ્રહ્મ’ છે. બ્રહ્માંડના નિરૂપણસમાન શિવલિંગને એટલા માટે અંડાકાર એટલા માટે જ અંડાકાર બતાવ્યું છે.
બીજી મહત્વની વાત એ છે કે શિવ એટલે માત્ર શુભ જ નહીં. પરંતુ શિવ એટલે કલ્યાણકારી. ભારતીય સંસ્કૃતિએ સમગ્ર પૃથ્વી સમગ્ર પૃથ્વીને જ નહીં, સૌરમંડળ, નિહારિકાઓ અને આકાશગંગાને જ નહીં, સમગ્ર બ્રહ્માંડને કલ્યાણકારી કહ્યું છે.
(Thanks to Divyabhaskar for this writeup)
મહાદેવા…..રમેશ પટેલ(આકાશદીપ)
અંતરયામી એટલું જ હું માગું
પાય પડી શીવમય થઈ જાગું
હરહર નાદથી જીવ આ સજાવું
દર્શન ભાગ્યનાં સુખડાં રે ઝાંખું
રાય રવિ ઉતારે આરતી મંગલ
સુવર્ણ દીસે કૈલાસ કરું વંદન
ઓમ રટું ને પામતો પંચ દર્શન
નીલકંઠા થાજો અમ કષ્ટ ભંજન
ધ્યાન ધરીએ શંભુ મારા જટાળા
પાવન ગંગા મૈયા શત સુભાગા
બીજ ચંદ્ર ધર્યો શીશ મહાદેવા
ભોળા ભોળા કલ્યાણી રે ઓમકારા
દેવ દરબારે શોભતા શંભુ શીવ દાતાર
પુણ્ય દર્શને ઝૂક્યા શીશને ખુશી અપાર
જય જય શીવ શંભુ દાતાર(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
ખૂબજ સરસ બક્તિભાવે રંગાયેલ શિવસ્તૂતિ.
સુંદર ભક્તિનો રસાસ્વાદ કરાવ્યો
આપે તો સાહેબ
ભક્તિપ્રદાન રચના ! શિવ શક્તિ નું સુંદર રસપાન કરાવ્યું. આપને તેમજ આપના પરિવારને મહાશિવરાત્રી ની શુભકામના સાથે શુભેચ્છાઓ !
With Thanks…e mail from Dr.Rajendrabhai.
……………………………………………..
Welcome to Day 1: The Mind-Body Connection
Only a few decades ago, medical students were taught to view the body as a machine whose parts would inevitably break down until it could no longer be repaired. Today science is arriving at a radically different understanding: While the body appears to be material, it is really a field of energy and intelligence that is inextricably connected to the mind. All of the thoughts, perceptions, memories, emotions, and feelings in our mind influence every cell of our body. When we have a loving thought or focus on a happy memory or feeling, our brain triggers a cascade of molecules that promote wellbeing in our physiology. On the other hand, when we hold onto emotions such as anger, fear, and doubt, this creates stress and damage in the body.
Through meditation, we can reverse the effects of accumulated stress and toxicity. Meditation takes us into inner silence, allowing the body to restore balance and repair itself. In today’s meditation we will practice a simple yet effective breathing practice that will help you experience the silence and peace within.
——————————————————————————–
Today’s meditation is led by Deepak Chopra, M.D., the co-founder of the Chopra Center for Wellbeing in Carlsbad, California.
[…] મહાદેવા…..રમેશ પટેલ(આકાશદીપ) […]