મહાશિવરાત્રિ …. સંકલન…રમેશ પટેલ(આકાશદીપ)
૨૦મી ફેબ્રુઆરી સોમવારે પાવન મહાશિવરાત્રી છે…તેમના સ્વરુપ અને અનંતા શક્તિમાં ભાવથી લીન થઈ ડૂબીએ…
Bhavanatha Temple..Junagadha
Thanks to webjagat for this picture)
ડમરું બોલે બમબમ ભોલે…..
ડમડમ ડમરું વાગે તાલે
નાચે નટરાજા નીલકંઠા
જગ કલ્યાણે જીવી જાણજો
હોય વિકટ ભલે રે પંથા…બમબમ ભોલે (૨)
ઊઠજો ઊંચા તમે હિમાલયસા
વહેશે ગંગની ધારા
ઉર તમારા સાગરસા જો
નિત સોમનાથના ડેરા…બમબમ ભોલે (૨)
અખીલ વિશ્વે એક જ તું રે
નિરંજન નિરાકારા
અલખ જગાવો હૈયે ભક્તો
ભોળાથી રીઝતા ભોળા…બમબમ ભોલે(૨)
ભાવ ધરીને નમીએ શિવજી
ધન્ય મંગલ ઓમકારા
ચમકે બીજ ચંદ્ર જટાએ
આશિષ દેજો ઓ દાતારા..બમબમ ભોલે (૨)
………………………………………………………………………………..
આભાર.. જય ગિરનારી, મહેશ ત્રિવેદી(દિવ્યભસ્કર)
આકાર અને નિરાકાર વચ્ચેનો અર્દશ્ય છતાં અતૂટ સેતુ એટલે જીવ અને શિવનું મિલન. ભારતીય ધર્મશાસ્ત્ર અનુસાર કાલરાત્રિ, મોહરાત્રિ અને મહારાત્રિ પૈકી મહાશિવરાત્રિનું સવિશેષ મહત્વ એટલા માટે છે કે, ત્યારે શિવમાંથી છુટો પડેલો જીવ ફરી પાછો શિવમય બની શકે છે. આમ તો દર મહિનાની વદ તેરસે શિવરાત્રિ આવે છે, પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વાર મહા વદ તેરસે આવે છે. મહા વદ નોમના દિવસે ધરમની ધજા ચડે તે દિવસથી જ ગિરનારની તળેટીમાં શિવરાત્રિનો મેળો શરૂ થઈ જાય છે, જે મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ શાહી સ્નાન સાથે પૂરો થાય છે. રાત્રે નવ વાગ્યે શરૂ થતી શાહી સવારીમાં પંચદશનામ જુના અખાડા, આહ્વાન અખાડા, અગ્નિ અખાડા, નિરંજની અખાડા, ઉદાસી અખાડા, ગોદડ અખાડા અને નાથ અખાડા એમ સાતેય અખાડા ઉપરાંત વૈષ્ણવ સાધુઓ જોડાય છે.
મહાશિવરાત્રિનું સવિશેષ ધાર્મિક મહત્વ એ છે કે મધ્યરાત્રે નિરાકાર દેવ ગણાતા શિવજી પણ આકાર રૂપ ધારણ કરી જીવના મિલન માટે પૃથ્વી ઉપર પધારે છે. મહાશિવરાત્રિના બીજા દિવસે માત્ર સંન્યાસીઓ દ્વારા જ થતી ગોલા (શિવલિંગ)પૂજાનું મહાત્મ્ય બતાવતા તેઓ જણાવે છે કે, શિખા, શાખા, સૂત્ર સહિત તમામ મોહ-માયાનો ત્યાગ કરીને સંસાર ત્યાગ કરનારા સંન્યાસીઓ સ્વયં શિવસ્વરૂપ ગણાય છે. ……………………………………………………. શિવજીનું એક નામ મહાકાળ પણ છે. શિવજીના આ સ્વરૂપની સરખામણી વિજ્ઞાનિઓ બ્લેકહૉલ સાથે પણ કરે છે. સરળ ભાષામાં ભમ્મરીયો કુવો. જે નિહારિકાઓ, તારાઓ, ગ્રહો, કે બ્રહ્માંડને પણ ગળી જાય છે. ત્યારે જોઈએ કે આ વિજ્ઞાનિકોનું બ્લેકહૉલ શું આપણા મહાકાળ છે?
આ બ્લેક હોલમાં જેને સ્ટિફન હોકિંગ્સ અવકાશી સમય કહે છે તે પણ વેદ વ્યાસે વર્ણેલા આ મહાકાળ જ છે જ્યારે અવકાશ માં કશું જ ન હતું ત્યારે બ્લેક હોલનું અસ્તિત્વ હતું અને આજ વાત આવે છે આપણા પુરાણોમાં કે જે બધાને ગ્રહી લે છે અને જેમાંથી બધા છુટા પડ્યા છે તે છે મહાકાળ આ વાત ભાગવત અને શિવ પુરાણ બન્નેમાં આવી છે. એટલા માટે જ શિવને મહાકાળ કહેવા માં આવે છે.
જયારે શિવની બીજી દશા જુઓ કે તે સમાધીમાં બેસે પછી વેદ વ્યાસ લખે કે હજારો વર્ષો નીકળી ગયા. આ શબ્દ કાંઈ વેદવ્યાસ અમસ્તા નથી લખતા પણ ત્યાં શબ્દની લક્ષણા છે કે સમય પણ ત્યાં થંભી જતો ત્યારે સ્ટિફને ‘બ્રિફ હિસ્ટરી ઓફ ટાઈમમાં’ પણ બ્લેકહોલ બાબતે પણ આ જ રિવ્યુ આપ્યો છે કે ત્યાં સમયનો પણ એહસાસ થતો નથી. તો આપણા માટે તે શિવજીની સમાધીનું રૂપ લઈને આવે છે. આ છે આપણા સદિઓ પહેલાના અવકાશીય સંશોધનો. માટે શિવજી એટલે કે આખા બ્રહ્માંડના સમયના વિભાજીત ટુકડાઓ જેમાંથી બહાર આવ્યા છે તે પૂરો સમય તે મહાકાળ . ……………………………………………………………….. શિવજીના સ્વરૂપનું ભૌતિક પ્રતીક એટલે શિવલિંગ. હિન્દુધર્મમાં અન્ય દેવતાઓની મૂર્તિઓની પૂજા થાય છે, જ્યારે શિવજીની ઉપાસના શિવલિંગની થાય છે. શિવલિંગ પાછળ કથાની પૌરાણિક કલ્પના એવી છે કે શિવજીના આકરા તપથી એટલી બધી ગરમી ઉત્પન્ન થઈ કે તેમનું શરીર આગની જવાળા જેવું થઈ ગયું. દેવોને શિવજીના શરીરમાંના અગ્નિનું કેવી રીતે શમન થાય અથવા કેવી રીતે અંકુશમાં લેવાય તેની ખબર ન હતી. આવા સંજોગોમાં દેવીના પ્રતીક અથવા વહન યોનીનો ઉદભવ થયો. જેને લિંગનું નિયમન કરીને બ્રહ્માંડને વિનાશમાંથી ઊગાર્યું. આમ શિવલિંગ તે બ્રહ્માંડની ઊર્જા અને સર્જનનું પ્રતીક છે.
શિવલિંગના ત્રણ ભાગઃ-
શિવલિંગના નીચેના ભાગને દીવા તરીકે અને ઉપરના ભાગને જ્યોતિ તરીકે કલ્પવામાં આવે છે. શિવલિંગને મુખ્યત્વે ત્રણ ભાગ-બ્રહ્મભાગ, વિષ્ણુભાગ અને રુદ્રભાગ છે. હંમેશા ઉપર દેથાય છે અને જ્યાં પૂજા થાય કે અભિષેક કરવામાં આવે તે ભાગ એટલે રુદ્રભાગ, વચ્ચેનો અષ્ટકોણી દેખાતો ભાગ એટલે વિષ્ણુભાગ અને તળિયા સાથે જોડાયેલો ચોરસ દેખાતો ભાગ તે બ્રહ્મભાગ. શિવલિંગ પિંડીમાં અથવા યોનીમાં હોય છે. આથી શિવલિંગને પુરુષ અને પ્રકૃત્તિનું અને તેના દ્વારા સમગ્ર પ્રાણીસૃષ્ટિની ઉત્પત્તિનું પ્રતીક માનવામાં આવે છે. શિવલિંગને જ્યોતિર્મય સ્વરૂપ કે શાંત કલ્યાણ સ્વરૂપ માનવામાં આવે છે. ……………………………………
આભાર-
લેખમાળા..દિવ્યભસ્કર.(વિપુલ શુક્લના – દ્વાદશ જ્યોતિર્લિંગ પુસ્તકમાંથી)
મહાશિવરાત્રીએ એક પારધી હરણના શિકાર માટે બિલીના ઝાડ પર બેઠો હતો, અને ઊંઘી ન જવાય , તે માટે બીલીપત્રો અજાણ્યે નીચે રહેલા સ્વયંભૂ શીવલિંગ પર નાંખતો હતો; અને એનાથી રાતે બાર વાગે શીવજી એને પ્રસન્ન થયા હતા – એવી વાત પણ વાંચવામાં આવી હતી.
મૃત્યુંજય પશુપતી શંકર ,
ભુજંગ ભૂષણ તવ શરણં .
કૈલાસવાસી રુદ્ર ગીરીશ
પાર્વતીપતિ હર તવ શરણં
ઓમ નમઃ સિવાય
અખીલ વિશ્વે એક જ તું રે
નિરંજન નિરાકારા
અલખ જગાવો હૈયે ભક્તો
ભોળાથી રીઝતા ભોળા…બમબમ ભોલે(૨)
Shri Rameshbhai Sunder rachana
ane maahiti mahashivraatri nimitte..
ભગવાન શિવ અને શિવ રાત્રિનું મહત્વ સંકલન દ્વારા ખૂબજ સુંદર રીતે સમજાવ્યું, સાથે આપની રચના ના અતિ સુંદર ભાવ સાથે શિવ કવન !
ધન્યવાદ !
ભગવાન શિવ સર્વેનું ભલુ કરે
સુંદર સંકલિત રચના
[…] મહાશિવરાત્રી ………..મહાદેવા ……&#… […]