કે. લાલ , આપણા જગ પ્રસિધ્ધ મહાન જાદુગર ને એટલા જ એક
ઉમદા અને દૂરંદેશી દેશપ્રેમી.
K.Lal’s poster outside the theatre.
The President of the Society of Indian Magicians, Atul presenting a custom made prop for K. Lal to use in his shows.
(Thanks to webjagat for these pictures)
તેમણે એકવાર એક પ્રોગ્રામમાં વાત કહી હતી કે આપણી વિશિષ્ટ યોગ્યતાને
લીધે પ્રજા આપણને ચાહે છે ત્યારે આપણી એ વિશેષ ફરજ બની જાય છે કે
ખોટાં ધોરણો ન સ્થપાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
એક ગુટકા કંપનીએ તેમને જાહેરાતમાં ‘ વાહ! મજા આ ગયા’ એટલું બોલવાના
લાખો રૂપિયા આપવાની ઓફર કરી તો , તેમણે તે ઓફર ઠુકરાવી કહ્યું કે ‘ હું મારા
દેશની ઊગતી પેઢીને ધન લાલસામાં ખોટો સંદેશો ના આપી શકું. લાખો શું કરોડો
આપો તો પણ નહીં…ઝેરથી બાળકોના ભાવિ અંધકારમય કરવામાં શાન કેવી?
મારા ખેલમાં તો બાળકો હોય , હોય અને હોય જ અને મારા પ્રભાવમાં આ રસ્તે
વળે એવી સંમતિ કેમ અપાય?’
શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શ્રેષ્ઠ મનુષ્ય હશે જ એવી અપેક્ષા રાખી શકાય નહીં , એવું
મહાન જીવનમર્મજ્ઞ સોક્રેટિસે વિચાર દર્શનમાં સમજાવ્યું છે. આજે રમત વીરો, સુરીલા
કંઠના કામણવાળા કે અભિનેતાઓ, નેતાઓ ને ધાર્મિક અસરકારક વ્યક્તિઓ, અનેક
લોભામણી જાહેરાતોમાં સત્તાલાલસા કે ધન લાલસા માટે મીડીયા થકી ધૂમ મચાવે છે.
લોક ચાહના મળી છે તો ખોટાં ધોરણો ન સ્થપાય એવી કાળજી કેટલા જણ અત્યારે
રાખતા હશે ?
શ્રી કે.લાલની આ મહાવાતને ઝીલવાની શરુઆત થાય તો કેવું?
સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)…આભાર…આધારિત….મનસુખ લલ્લા..અરધી સદીની વાંચન યાત્રા
ભાગ-૪ (સંપાદન-શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી)
He was one of the guest to wish Dr. Jitendra Trivedi in his Marriage.
Kantilal is K.Lal Gujarati Magician.
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
ખરેખર ,આવા આદર્શવાદી જાદુગર કે.લાલ ગુજરાતનું એક ગૌરવ છે.
આવો બાળકોનો ખ્યાલ કરી ધનને ઠુકરાવનારા બહુ ઓછા હોય છે.
શ્રી કે.લાલની આ મહાવાતને ઝીલવાની શરુઆત થાય તો કેવું?
શ્રી રમેશભાઈ,
આપે શુભ શરુઆત કરી દીધી છે. જરૂર આગળ વધશે.
-પી.કે. દાવડા
આદરણીય શ્રી રમેશભાઈ,
કે.લાલ માટે શું કેહવું ? નાનપણથી તેના કોઈપણ ખેલ/પ્રયોગ અમારા શેહરમાં આવ્યા હોય અને ના જોયા હોઈ તેવો દિવસ હજુ કોઈ સ્મરણમાં નથી., આજે પણ ભારત જવાનો જ્યારે જ્યારે મોકો મળે છે ત્યારે જો તેના પ્રયોગ અમારા શહેરમાં આવ્યા હોય તો અચૂક જોવા જવું ગમે છે.અનેક વખત તેના પ્રયોગ જોવા જવું ગમતું. અને તેનો પ્રભાવ પણ એવો જ પડતો. તેમની વિચાર શ્રેણી એ જ તેમનું જીવન રહ્યું છે..
શ્રીમાન. આકાશદીપ
આપે ખરેખર યુવાન પેઢી માટે ખુબ જ સારો સંદેશો મુક્યો.
કે.લાલના નીચેના વિધાન માટે ગુજરાતી સમાજ વતી લાખો લાખો વંદન
” ‘ વાહ! મજા આ ગયા’ એટલું બોલવાના
લાખો રૂપિયા આપવાની ઓફર કરી તો , તેમણે તે ઓફર ઠુકરાવી કહ્યું કે ’ હું મારા
દેશની ઊગતી પેઢીને ધન લાલસામાં ખોટો સંદેશો ના આપી શકું. લાખો શું કરોડો
આપો તો પણ નહીં…ઝેરથી બાળકોના ભાવિ અંધકારમય કરવામાં શાન કેવી? ”
ખુબ જ સરસ