(Thanks to webjagat for this picture)
ભારતના આ લાડલા પનોતા પુત્રની પુણ્યતિથિએ શતશત ચરણ વંદન. સરદાર સાચે જ સરદાર થઈ જીવ્યા
અને લોકનાયક થઈ, વીર વલ્લભ અખંડ ભારતનું સ્વપ્ન પૂર્ણ કરી ભગીરથ કાર્ય કરી ગયા.
તમારા મુત્સદીપણા પર પર સારા ભારતને ગર્વ છે અને રહેશે.
રમેશ પટેલ(આકાશદીપ)
અખંડ ભારતના ઓ શીલ્પી મહાન ….રમેશ પટેલ(આકાશદીપ)
આઝાદીના સંગ્રામના વાહ્યા પવન
પાક્યા રતન ધરે ગર્વ વતન
વ્હાલી વ્હાલી ધરાનું કરવા જતન
ગુર્જરીનો સાવજ ગરજિયો ગગન
આયખું સમર્પ્યું આઝાદીની વાટ
નમીએ તને જોઈ વલ્લભી શાન
અખંડ ભારતના ઓ શીલ્પી મહાન
દીપે તારા કામ લઈ યશોના ગાન
શતશત વંદન લાલ સરદાર મહાન
રમેશ પટેલ(આકાશદીપ)
દીપે તારા કામ લઈ યશોના ગાન
શતશત વંદન લાલ સરદાર મહાન
સરદાર એટલે સરદાર. એ ન હોત તો દેશનો નકશો કેવો હોત ?
We are with Sardar’s good wishes to day.
સોનામાં સુગંધ ભળી…આપનો ખૂબખૂબ આભાર…ડોશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી રમેશ પટેલ(આકાશદીપ)
સરદારને શ્રધ્ધાંજલિમા આપની સાથે હું પણ જોડાઉં છું.
આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ)
આયખું સમર્પ્યું આઝાદીની વાટ
નમીએ તને જોઈ વલ્લભી શાન
અખંડ ભારતના ઓ શીલ્પી મહાન
દીપે તારા કામ લઈ યશોના ગાન
શતશત વંદન લાલ સરદાર મહાન
જેમને પદ કે મોટાઈની ખેવના કર્યા સિવાય બાપુના આદર્શે ચાલી
ભવ્ય ભારતની આઝાદી, જનતા અને ખેડૂતોના પ્રશ્નો અને ભારતની
એકતા માટે રાતદિવસ જોયા સિવાય અણનમ યોધ્ધાની માફક કાર્ય
કરું તેવા વીર વલ્લભની આન, બાન અને શાનને શત શત પ્રણામ.
આદરણીય શ્રી રમેશભાઈ,
આયખું સમર્પ્યું આઝાદીની વાટ
નમીએ તને જોઈ વલ્લભી શાન
અખંડ ભારતના ઓ શીલ્પી મહાન
દીપે તારા કામ લઈ યશોના ગાન
શતશત વંદન લાલ સરદાર મહાન
ભારતના આ પનોતા પુત્રને શત શત વંદન હો જો…
તેના વિષે આપણે શું લખી શકીએ? એક હૃદયમાં/અંતરમાં અહોભાવ ઉત્ત્પન કરીએ અને તેના સહાદત ને સદા યાદ કરી તેના ગુણમાંથી કશુક જીવનમાં અપનાવીએ એ જ તેને સાચી શ્રધ્ધાંજલી આપી કહેવાય…
” શત શત વંદન મહાન વિભુતિને “