.
.ધન્ય લાલ ભારતના..રંગ દેખી રહી છે દુનિયા.
ભ્રષ્ટ શાસનના નાપાક કાવાદાવાની ચરમ સીમા ,ચીદમ્બરજીની મંડળીએ
આદરણીય શ્રી અન્નાજીને તીહાડ જેલમાં પૂરી વટાવી દીધી.શ્રી મનમોહનજી
નથી નાયકનો રોલ ભજવી શકતાનથી કે જનતાની વેદના સમજી શકતા.
હવે જનતાએ જાતે જ અહિંસાના હથિયારથી ,કહેવાતી શાણી વાતોથી ઉલ્લુ
બનાવતા ખૂંધા કાનૂનવિદોને પાઠ ભણાવવો જ રહ્યૉ….ફરીથી આ વાતને
અંબર સુંધી ગજાવીએ.
Kiran Bedi at Anna Hazare Anti Corruption Meet at Gateway of India(Thanks to webjagat for this picture)
ઉછાળો હર હૈયે તોફાન…..રમેશ પટેલ(આકાશદીપ)
ગજાવ આ અંબર , લઈ વિપ્લવની આગ
દહાડ દેશે આ વગડાના પહાડ
આવ્યું છે વીર ટાણું , દેશહિતનું લાખેણું
વનરાજ થઈ નાખવાને ત્રાડ…
ઉછાળો હર હૈયે તોફાન.
………………………………………………………………………………………
સમયના બંધનમાં આયખું બંધાયેલ છે. ક્ષણક્ષણ એ જ આપણું ખેતર
અને કર્મનાં ફળ એ જ પાક. માનવ જન્મ એ વિધાતાની અણમોલ ભેટ છે.
સાચું પ્રેમ અને કરૂણા ભર્યું જીવન એ જ આપણી મૂડી. અહંકારથી આંધળા
થયા કરતાં જીવી જાણીએ એ જ ઉત્તમ….
Collection of Thoughts on Life &
Love (Thanks for this picture and writeup)
On Life
“I will greet this day with love in my
heart.I will persist until I succeed.I am nature’s greatest miracle.I will live
this day as if it is my last.Today, I will be master of my emotions.I will laugh
at the world.Today, I will multiply my value a hundredfold.I will act now!”–Og
Mandino
ક્ષણક્ષણનાં આ ખેતર ઊભાં….રમેશ પટેલ(આકાશદીપ)
ક્ષણક્ષણનાં આ ખેતર ઊભાં
લઈ જીવતરનાં તોલ
સંબંધના વાયરા વંઠે તો
કેમ કરીએ રે મોલ
ઋતુ ઋતુના કામણ ખીલતા
નીજ મસ્તીમાં ગુલ
ખૂટ્યા જ્યાં વ્યવહાર શ્વાસના
પળભરમાં સૌ ડૂલ
પ્રેમ કરૂણા દે ફળ મીઠા
જાણો ભણતર ભેદ
ભૂલ્યા ગણતર માનવતાનું
વિંટળાશે વિષ વેલ
ભાઈ સમજો સાચા ખેલ(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
પ્રેમ કરૂણા દે ફળ મીઠા
જાણો ભણતર ભેદ
ભૂલ્યા ગણતર માનવતાનું
વિંટળાશે વિષ વેલ……
Saras !
Gamyu !
Abhinandan !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Rameshbhai….Thanks for visiting my Blog !
આદરણીય શ્રી રમેશભાઈ,
ક્ષણક્ષણનાં આ ખેતર ઊભાં
લઈ જીવતરનાં તોલ
સંબંધના વાયરા વંઠે તો
કેમ કરીએ રે મોલ
સમાજ સેવકો અને જનતા સાથે આ નફફટ સરકારે સબંધોના
વાયરા વંઠાવી દઈને છેલ્લા પાટલે બેસી ગયા છે. જુઓને
બેશરમીની હદ વટાવી પાછા પ્રેસ કોન્ફરન્સ ભારે છે ને
પાછા ઉડાઉ જવાબો આપે છે. ખુબ સરસ મનોભાવ વ્યક્ત કર્યો છે.
ઋતુ ઋતુના કામણ ખીલતા
નીજ મસ્તીમાં ગુલ
ખૂટ્યા જ્યાં વ્યવહાર શ્વાસના
પળભરમાં સૌ ડૂલ
જ્યાં શ્વાસના વ્યવ્હાર ખુટે..ત્યાંતો દિલ પણ તુટે…
સુંદર ભાવો વ્યકત થયાં છે..
આદરણીય શ્રી રમેશભાઈ,
ક્ષણક્ષણનાં આ ખેતર ઊભાં
લઈ જીવતરનાં તોલ
સંબંધના વાયરા વંઠે તો
કેમ કરીએ રે મોલ. …
સુંદર મનનીય ભાવયુક્ત રચના……….
સુંદર ભાવ વ્યક્ત કર્યાં છે…………..
આદરણીય શ્રી રમેશભાઈ
સરસ રચના
” ક્ષણ ક્ષણના ખેતરમાં ઉભા છીએ પરતુ
આ નફ્ફટ રાજકારણીઓએ જનતાને વેતરી
નાંખી છે. ”
ખરેખર રચના વાંચીને મજા પડી ગઈ.
ડૉ. કિશોર પટેલ
ઋતુ ઋતુના કામણ ખીલતા
નીજ મસ્તીમાં ગુલ
ખૂટ્યા જ્યાં વ્યવહાર શ્વાસના
પળભરમાં સૌ ડૂલ વાહ ખૂબ સરસ ભાવ!!