કુદરતે આ સૃષ્ટિ પરના સર્વ જીવોમાં ઉત્કષ્ઠ લાગણીના બીજ રોપેલા છે.
પંખી જગતના રસિયાઓએ તો વનવગડામાં ઘૂમી અનોખી સાધના કરી છે.
વસંત આવતાં જ સૂરીલા સંગીતના કલરવથી વન ગુંજી ઊઠે છે. આ મધુરા
સ્વરને ફરીફરી રેકોર્ડ કરી ‘ The song ofof wild birds’
( by Lang Eliiiot publishers,Houghton Mifflin Company,
ISBN 13 b978-0-618-66398-9 S -19.95 ઑડીઓ કેસેટ
રીલીઝ કરી કમાલ કરી છે.
ઉત્તર અમેરિકાનું બ્લ્યુ બર્ડ એ એવું સંગીત પક્ષી છે કે તેના નરને ૫૦ જુદીજુદી
જાતના ગીતો ગાવાનો શોખ છે. આમ માનવ જાતની જેમ પ્રણય ગીત ગાવામાં
પંખીઓ પાવરધા છે.
પરાર્થે સમર્પણ ગુજરાતી સાહિત્ય સ્પર્ધા , ‘ગુજરાત‘ ‘બ્લોગ પર પ્રણય ગીતની હરિફાઈ શ્રી ગોવિંદભાઈ ‘સ્વપ્ન‘
દ્વારા આયોજીત થયેલ અને સુંદર ગીતો ગઝલથી પ્રેમ ભાવને કવિઓએ હિલોળે
ચડાવેલ. મારી એક રચનાને દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’ દ્વારા
ત્રીજો નંબર…….વાયરામાં હું ગઈ વીખરાઈ..રમેશ પટેલ(આકાશદીપ).
નટખટ નાચંતો વંટોળ વંઠ્યો ને વાયરામાં ગઈ હું વીખરાઈ
આવી સાહેલડી હસતી વદતી તારા ચહેરા પર કોની પરછાઈ
ને ભોળી હું ભીતરમાં શરમાઈ
ત્રીજા સ્થાને નવાજી હતી તે આજે માણીએ…
(Thanks to webjagat for this picture)
વાયરામાં હું ગઈ વીખરાઈ...રમેશ પટેલ(આકાશદીપ)
નટખટ નાચંતો વંટોળ વંઠ્યો
ને વાયરામાં ગઈ હું વીખરાઈ
આવી સાહેલડી હસતી વદતી
તારા ચહેરા પર કોની પરછાઈ
ને ભોળી હું ભીતરમાં શરમાઈ
છાનું છપનું કોઈ અડતું અંગમાં
ને મઘમઘ્યું મનડું મહેકાઈ
જોને સાહેલડી બોલે કોયલડી
હોળીના ગુલાલે કેમ તું રંગાઈ… સખી, વાયરામાં ગઈ હું વીખરાઈ
નવા જમાનાનો રંગ મને લાગ્યો
ને રાતભર ફોનમાં હું મલકાઈ
ધબધબ ધબકારા હૈયે રમતા
વ્હાલા દર્પણે ધરી રે અંગડાઈ …સખી, વાયરામાં ગઈ હું વીખરાઈ
તમે પ્રેમ ને હું પ્રેમા સજનવા
ભીતરમાં લહેરિયું લહેરાય
કેમ ઝાલું આ જોબનીયું વસંતે
કેસરીયા રંગમાં હું ઝબોળાઈ…સખી, વાયરામાં ગઈ હું વીખરાઈ
વાલપની વેણુ વાગી હૈયે ને
સખી, લીલુડી ખીલી વનરાઈ
પ્રેમનાં મોતીડાં જડ્યાં રે અમને
વાટે વેર્યાં ને ગયા લોક શરમાઈ
સહિયર મોરી,
આજ વાયરામાં ગઈ હું વીખરાઈ
રમેશ પટેલ(આકાશદીપ)
આદરણીય શ્રી રમેશભાઈ,.
સૌ પ્રથમ તો આપની રચનાની પસંદગી ત્રીજા નબર માટે થઇ તે બદલ અભિનંદન !
વાલપની વેણુ વાગી હૈયે ને
સખી, લીલુડી ખીલી વનરાઈ
પ્રેમનાં મોતીડાં જડ્યાં રે અમને
વાટે વેર્યાં ને ગયા લોક શરમાઈ
સહિયર મોરી,
આજ વાયરામાં ગઈ હું વીખરાઈ …
હૃદયના ઉભરતા ભાવ ને રચના દ્વારા ખૂબજ સુંદર રીતે વ્યકત કરેલા છે.
ધન્યવાદ !
પ્રણયની ભાવના સરસ તાદ્રશ્ય થઈ છે ..આ સ્પર્ધા ક્યારે થઈ હતી..?
સપના
pl visit
પરાર્થે સમર્પણ ગુજરાતી સાહિત્ય સ્પર્ધા
બહુ સરસ
આદરણીય શ્રી.રમેશભાઈ,(આકાશદીપ)
છાનું છપનું કોઈ અડતું અંગમાં
ને મઘમઘ્યું મનડું મહેકાઈ
જોને સાહેલડી બોલે કોયલડી
હોળીના ગુલાલે કેમ તું રંગાઈ… સખી, વાયરામાં ગઈ હું વીખરાઈ
એક અનોખી કાવ્ય રચના. ત્રીજા નંબરે પ્રાપ્તિસ્થાન માટે અભિનંદન.
“કાવ્ય રચના વંચાઈ ગઈ આકાશદીપના લખાણે વારી ગઈ
ભાન સાન હૂતો ભૂલી ગઈ ઓવારણાં લેવાને દોડી જ ગઈ.
હદયના ઉઠતા ભાવોને હૈયામાં તો સમાવી ગઈ
અભિનંદન આનંદે રમેશભાઈના ગુણલા ગાઈ જ ગઈ “
તમારી કવિતા પણ અવનવા સાજ સજતી રહે છે. ભાવ નીતરતા સરસ શબ્દો.
જય શ્રીકૃષ્ણ રમેશભાઈ,
વાયરામાં હું ગઈ વીખરાઈ પણ વિખરાવાથી તો તમારી આ રચના દરેકના જીભે વિચરતી થઈ ગઈ. અને ટોચના ત્રીજા શિખર પર પહોંચી ગઈ.
આપને અમારા સમગ્ર પરિવાર તરફથી ખુબ ખુબ અભિનઁદન…
હમણા અનુસ્નાતક ના છેલ્લા વર્ષમાં હોવાથી થોડો મોડો છું,તે બદલ દિલગીર છું.
આપનો ડો.હિતેશ ચૌહાણ અને મન.
પ્રેમ રસથી ભરપૂર સુન્દર રચના .