એક ઈ..મેલમાં આટલી સરસ વાખ્યાઓ મળી.
મોકલનાર ઓરીજનલ મહાનુભાવનો આભાર અને
તમે પણ સાથે જમાવો.
રમેશ પટેલ(આકાશદીપ)
SMILE:
A curve
that can set
a lot of things straight!
DIPLOMAT:
A person
who tells you
to go to hell
in such a way
that you actually look forward
to the trip
OPTIMIST:
A person
who while falling
from EIFFEL TOWER
says in midway
“SEE I AM NOT INJURED YET!”
DOCTOR:
A person
who kills
your ills
by pills,
and kills you
by his bills!
Deval Patel..Thanks for sending.
કોણે કોને ઝીલ્યા? – રમેશ પટેલ ‘આકાશદીપ’
કોણે કોને ઝીલ્યા?
ઉષા ખીલી કે ખીલ્યું આભ
કોણે કોને ઝીલ્યા?
કેમ આપણે આવું ના શીખ્યા?
તપ્યા રવી કે તપ્યા સાગર,મેઘ બનીને મહાલ્યા
પોલે વાંસે પૂર્યા પવનને,બંસરી થઈને બોલ્યા
કેમ આપણે આવું ના શીખ્યા?
પડખાં ઢાંકી,દોરીએ બાંધ્યા,તો ઢોલ થઈ ધબૂક્યા
રાત ઢળી પૂનમ પ્રગટી,રાધા કાનજી રાસે ઘૂમ્યા
કેમ આપણે આવું ના શીખ્યા?
ધરણીએ બીજ દબાયા,હૂંફે જાગ્યા, પુષ્પો થઈને ખીલ્યા
સરીતા નાથી તો જળાશયો ઝૂમ્યા,વગડા લીલા મ્હોંર્યા
કેમ આપણે આવું ના શીખ્યા?
સ્વપ્ને દિઠા મલકાટ મિલનના,ગાલે રંગો ગુલાબી છાયા
શબ્દો સર્યા,મળી પ્રાર્થના,જીવન સંસ્કાર થઈને ખીલ્યા
આપણે દેખાદેખી કેવું શીખ્યા
પંખી સંગે હળવે હળવે,ગાતાં તમે કેવું શીખ્યા
કેવા શાણા દિઠા, કોણે કોને ઝીલ્યા
ભાઈ કોણે કોને ઝીલ્યા.
રમેશ પટેલ ‘આકાશદીપ’
આદરણીય શ્રી. રમેશભાઈ, (આકાશદીપ)
ધરણીએ બીજ દબાયા,હૂંફે જાગ્યા, પુષ્પો થઈને ખીલ્યા
સરીતા નાથી તો જળાશયો ઝૂમ્યા,વગડા લીલા મ્હોંર્યા
કેમ આપણે આવું ના શીખ્યા?
પ્રથમ તો શબ્દોને કલમથી રમાડી આવો સુંદર શિખામણ રૂપી
ભાવ સર્જવા બદલ ખુબ અભિનંદન. દરેક પંક્તિએ એવા અનોખા
વાધા સજ્યા છે કે ઘડીભર મન વિચારવંત બની જાય .સલામ.
કેમ આપણે આવું ના શીખ્યા?
શીખ્ય હોત તો દુઃખ જેવી કોઈ વાત જ ન હોત.
બહુ સરસ.
પ્રકૃતિનું સુંદર દર્શન/ અવલોકન
કેવી આપણી બેદરકારી
આપણે ના શિખવાનું શિખ્યા
પણ
SMILE:
A curve
that can set
a lot of things straight! કેમ આપણે આવું ના શીખ્યા?
આદરણીય શ્રીરમેશભાઈ,
મનનીય રચના અને સુચક ભાવર્થ ને જાણવો અને સમજી જીવનમાં કશુક ઉતારવું જોઈએ…
સુંદર રચના…કેમ આપણે બધું જ અવળું શીખ્યા?….. પણ કેમ આવું ના શીખ્યા?
આદરણીયશ્રી. રમેશભાઈ
આપણા સમાજે શીખવાનું છે તે નથી શીખતા તે જ
આ દેશની ખાસયિત છે,
સુંદર રચના
સુંદર બોધ આપનારી રચના
અભિનંદન સાહેબ