ભારતના રાજકરણમાં કાળાધન અને ભ્રષ્ટાચાર જે સ્તરે વ્યાપી ગયા તે જૉઈ એક જન આક્રોશ
ફાટી નીકળ્યો છે. ભારતના નબળા કાયદા અને ન્યાય પ્રણાલીમાં વિલંબે મળતા પરિણામો,
છટકબારી બની ગયા છે ,જે દિવા જેવી સ્પષ્ટ વાત છે. સ્વીસ બેંકનો મામલામાં ખાતેદારો/ લોકો ચેતી
જઈ , પોતાના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા પછી જ સરકાર પગલાં લે અને કહે કોઈ એવા પૂરાવા નથી.
આદર્શ સોયાયટીની ફાઈલો ગુમ થાય છે તેવું સીઆઈબી કહે પણ સરકારના પ્રવક્તાની કૉઈ પ્રતિક્રીયા મળતી નથી,
આ માટે મીડીયા પણ ઉપરછલી વાતો કરે છે. પોતાની હોંશિયારી બતાવતા કેન્દ્રીય પ્રધાનો ફક્ત
આંદોલન પાછળ આરએસએસ છે એમ કહે છે પણ આ પ્રશ્નો પરત્ત્વે શાહમૃગ નીતિ અપનાવે છે.
ધન્ય છે કે સરકાર સામે અવાજ ઊઠાવનારને પીંખી નાખવા લોકશાહી સરકાર આટલા જુલ્મો
સામે પણ મીડીયા થકી પ્રજામત જાગૃત થતો જાય છે.
આજે લડાઈ જંગ માટે રણવાદ્ય રણશીંગું સ્વયં મેદાને પડી લલકારે છે એ વાત સાથે મળી ઝીલીએ…

-સૂતેલા લોકો પર લાઠીચાર્જની ટીકા
-સરકાર નહી જનતા છે દેશની સાચી માલિક
-ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ક્યારેય હિંસાનો આશરો નહિ
-સરકાર અને જનતા એક છે, લોકોના હાથમાં સત્તા આવશે ત્યારે જ દેશ પ્રજાસત્તાક બનશે
-દેશની યુવાશક્તિને જાગ્રત કરવાનો હેતુ
-કોઈપણ કિંમતે લોકપાલ બિલ લાવવાનું છે
-જે આનંદ સત્યાગ્રહમાં છે એ પ્રધાનપદમાં નથીસામાજિક કાર્યકર અણ્ણા હજારેએ નવીદિલ્હીના રાજઘાટ ખાતે આજે એક દિવસના અનશન કર્યા હતા. શનિવારની રાત્રે પોલીસ દ્વારા બાબા રામદેવના સમર્થકો પર કરવામાં આવેલી કાર્યવાહીના વિરોધમાં તેમણે આ અનશન કર્યા હતા. (Thanks to Divyabhaskar)
સમયનો સાદ સુણો લડવૈયા….રમેશ પટેલ(આકાશદીપ)
હાલ્યું રણશીંગું ખુદ મેદાને
દે હોંકારો ધાજો રખવૈયા
સમયનો સાદ સુણો લડવૈયા
ફૂલીફાલ્યા જ છે દૂષણો રંગે
રાજકરણ રમતું ઠગોને સંગે
નથી કાયર દો પડકારો ભૈયા
સમયનો સાદ સુણો લડવૈયા
નજર બૂરી જ ઈરાદા નઠારા
ના જ પોંખશો પાખંડી ઓળા
મીટાવજો કલંક કથાઓ છૈયા
સમયનો સાદ સુણો લડવૈયા
જનશક્તિ એ મહાશક્તિ શાસન
વતન વીરો કુચળજો કુશાસન
જુએ રાહ જ પરિવર્તન ખેવૈયા
સમયનો સાદ સુણો લડવૈયા
લોકશાહી પથ ભાઈ જનશ્રેયી
જન ચેતનાની ઉજાશી જ પ્રેયી
ધરી હામ ધાજો વીર સવૈયા
સમયનો સાદ સુણો લડવૈયા
રમેશ પટેલ(આકાશદીપ)
સરસ વ્યંગાત્મક ગીત..આ રાજકારણીઓને પલ્લે કાઈ પડે તો કેવૂ સારુ!!
સપના
આદરણીય શ્રી રમેશભાઈ,(આકાશદીપ)
લોકશાહી પથ એ જનશ્રેયી
જન ચેતનાની ઉજાશી જ પ્રેયી
ધરી હામ ધાજો વીર સવૈયા
સમયનો સાદ સુણો લડવૈયા
વાહ કલમના સ્વામી એવા વડીલ આપના આ કાવ્ય દ્વારા સ્વ. રાષ્ટ્રીય
શાયર ઝવેરચંદ મેઘાણીજી એ પ્રજામાં જે શ્વાસ ભર્યો હતો તેવો અનન્ય
ભાવ પ્રગટ થાય છે. અભિનંદન.
આદરણીય શ્રી રમેશભાઈ,(આકાશદીપ)
લોકશાહી પથ એ જનશ્રેયી
જન ચેતનાની ઉજાશી જ પ્રેયી
ધરી હામ ધાજો વીર સવૈયા
સમયનો સાદ સુણો લડવૈયા
વાહ કલમના સ્વામી એવા વડીલ આપના આ કાવ્ય દ્વારા સ્વ. રાષ્ટ્રીય
શાયર ઝવેરચંદ મેઘાણીજી એ પ્રજામાં જે શ્વાસ ભર્યો હતો તેવો અનન્ય
ભાવ પ્રગટ થાય છે. અભિનંદન.
શ્રી રમેશભાઈ, આપનું રણશિંગું પ્રશસ્ય છે સમયોચિત છે ..અંતર્નાદ કહે છે ચારિત્ર્યની ભ્રષ્ટતા છે ભ્રષ્ટાચાર..તેને ખુલ્લા પાડવા જ જોઈએ અને વ્યક્તિ પરિવાર સમાજ રાષ્ટ્ર ને વિશ્વમાંથી આતંક દૂર કરવા જ જોઈએ ..આપ સાચા કવિ છો ..
ભ્રષ્ટ છે ચારિત્ર આજે જોઈ લીધું છે
માનવીનું ચિત્ર આજે જોઈ લીધું છે
હાલ્યું રણશીંગું ખુદ મેદાને
દે હોંકારો ધાજો રખવૈયા
સમયનો સાદ સુણો લડવૈયા
ફૂલીફાલ્યા જ છે દૂષણો રંગે
રાજકરણ રમતું ઠગોને સંગે
નથી કાયર દો પડકારો ભૈયા
સમયનો સાદ સુણો લડવૈયા
બહુ જ જુસ્સાભરી રજૂઆત. ગમી.
જનશક્તિ એ મહાશક્તિ શાસન
વતન વીરો કુચળજો કુશાસન
જુએ રાહ જ પરિવર્તન ખેવૈયા
સમયનો સાદ સુણો લડવૈયા
સમયોપચિત સ રસ રચના
રાજકરણ રમતું ઠગોને સંગે
a beautyfull ,nice ,thanks
હવે કંઈક સારું થશે એવી આશા બંધાય રહી છે ત્યારે, તમારું આ કાવ્ય ખરેજ પ્રોત્સાહિત કરે એવું છે, આનંદ થયો, સરસ લખાયું છે.