ઈશ્વર પછી જો કોઈ પર ન્યોછાવર થવાનું હોય તો તે ‘મા’ જ છે.
આજે માતૃદિને તેના ચરણોમાં બાળ સહજ ભાવ લઈ વંદન કરીએ….
Thanks to webjagat for this picture.
જનની.…રમેશ પટેલ(આકાશદીપ)
નથી વિશ્વે કોઈ, તમ સમ મહા પાક જનની
મળે માને ખોળે, મધુ શત મુખી હૂંફ શરણું
ઝરે શીળી ધારા, સરળ ઉરથી ભાવ શીખરે
અને ઝીલી હૈયું, હરિત રમતું થાય ઝરણું
……………………………………………………………….
મમતાના મોલ….રમેશ પટેલ(આકાશદીપ)
અષાઢી મેઘ ગજાવે અંબર, માડીની મમતાના મેઘ અનરાધાર
જનનીના ચરણોમાં જગના કલ્યાણ,તારી આશિષે રમતો સંસાર
નાજુક હૈયું જાણે પુષ્પ્ની પાંખડી, એના અંતરે સ્નેહની સુગંધ
સાંભળી કંઠે હાલરડાંના બોલ, ઊભરે ઉરે ઉમંગ નિર્બંધ
સાગર સરીખાં માનાં હેતડાં, જિંદગીએ ઝૂમે પૂરી નવરંગ
સંતાનો કાજે ઝીલ્યાં દુઃખડાં, માવતરે મહેંકાવ્યાં જીવનના રંગ
ઉપવનમાં ખીલે જેમ રંગી વસંત,મુખે રેલાવે ભાવનાના રસરંગ
જાણે રમે ચાંદની છોડી ગગન, એવા માના છે શીતળ રૂપરંગ
માની હથેલીની અમૃત થાપલી,પૂરે સંસારે સંસ્કારના ઓજસ
માડીના લાખેણા લાડે રમે, નિઃસ્વાર્થ પ્રેમના અનંતો ઊજાશ
કરુણાના સાગરથી છલકતું મુખ, અખિલ બ્રહ્માંડના મળિયાં છે સુખ
માના અધરે રમતી મમતાએ, ભૂલ્યા અમે દુનિયાના દુઃખ
સ્વાર્થી દુનિયામાં મા છે વિરડી, તારી મમતાના મોલ અણમોલ
મા જશોદાને ખોળે ભૂલ્યો’તો શામળો, વૈકુંઠના વૈભવના તોલ
રમેશ પટેલ ‘આકાશદીપ’
માતાઓ અને માતૃહ્રુદયવાળા સર્વેને માતૃદિનના અભિનંદન
jay shree Krishna Rameshbhai,
Sorry, because of so much busy schedule of my residency, i cant get time for gujarati sahitya. May b this yr also will go busy.
Happy mother’s day.
Je kar jhulave paranu te Jag par shashan kare…
With regards.
Wish you all best wishes..Dr Hiteshbhai
Ramesh Patel(Aakashdeep)
HAPPY MOTHER’S DAY to ALL !
Enjoyed the Post !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
See all on Chandrapukar .
“ઝરે શીળી ધારા, સરળ ઉરથી ભાવ શીખરે
અને ઝીલી હૈયું, હરિત રમતું થાય ઝરણું”
યોગ્ય છંદમાં યોગ્ય શબ્દો, યોગ્ય ભાવ અને યોગ્ય સંદેશ. રમેશભાઈ, મા સરસ્વતીના આપને ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા છે.
-પી. કે. દાવડા
એક એક શબ્દ ગહન અને ભાવથી ભરપૂર , માતા અને સંતાન વચ્ચે અગાધ પ્રેમ દર્શાવતિ સુન્દર માતૃ વંદના.