મારી દીકરીએ, તેના લગ્ન સમયે ડિસેમ્બર-૨૦૦૦ માં ,
આ કવિતા લખી મને આપેલ, અને તેના આ ભાવ ગીતની સ્મૃતિ
ચિરંજીવ રહે તે માટે , મેં મારા પ્રથમ કાવ્ય સંગ્રહ “સ્પંદન” ને
આ કવિતા સાથે તેને અર્પણ કર્યો હતો. દીકરીની અને પિતાની વ્યથાનું આ
ગીત ,આ લગ્નની મોસમમાં સામેથી રમતું આવ્યું.

.Thanks to webjagat for this picture.
શરણાઈ ના સૂર...વિતલ પટેલ
શરણાઈના રેલાતા સૂરછે,
આંગણે લીલાં તોરણ છે.
જુઓ આજ એક,
વહાલી દીકરીના લગન છે.
આંગણે રમતી હતી,
વાતે વાતે રીસાતી હતી,
કાનમાં આવીને ફરિયાદો કરતી હતી.
હસતાં–રડતાં મોટી થઈ,
આવ્યું એને યૌવન છે.
જુઓ આજ એક
વ્હાલી દીકરીના લગન છે.
છે ઘર સજેલું આજે,
બધા કેટલા હસે છે.
વારંવાર દીકરી પાસે,
મન જવા માંગે છે.
અરે વગાડો ઢોલ,
વગાડો શરણાઈ
કે ટપકું થતું આંસું કહેછે,
હા ,આજ મારી
વહાલી વિતલનાં લગન છે.
વિતલ પટેલ(બ્રુન્સવીક,જ્યોર્જીયા)
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ )
છે ઘર સજેલું આજે,
બધા કેટલા હસે છે.
વારંવાર દીકરી પાસે,
મન જવા માંગે છે.
અરે વગાડો ઢોલ,
વગાડો શરણાઈ
કે ટપકું થતું આંસું કહેછે,
હા ,આજ મારી
વહાલી વિતલનાં લગન છે.
સાહેબ મોરના ઈંડા ચિતરવા ના પડે. પિતાશ્રી જયારે સાહિત્ય
જગતના એક કુશળ અને કસાયેલ કલમના કસબી હોય તો વ્હાલસોયી
દીકરી કેમ પછી પડે. ચી. વિતલ ખુબ ખુબ અભિનંદન સાહિત્ય જગતમાં
કાવ્યો રચવાનો શોખ છે તે જાણી આ કાકાનું હૈયું આનંદ પુલકિત બની
ગૌરવ અનુભવે છે. તું જીવનના હર ક્ષેત્રમાં ખુબ આગળ વધી હિમાલય જેવી
ઉચીને આબે તેવા હદય પૂર્વકના આશિર્વાદ.. જય હો વિતલનો જય હો.
આદરણીય શ્રી રમેશભાઈ,
શરણાઈ ના સૂર…વિતલ પટેલ
શરણાઈના રેલાતા સૂરછે,
આંગણે લીલાં તોરણ છે.
જુઓ આજ એક,
વહાલી દીકરીના લગન છે.
દીકરી એ તો વહાલનો દરિયો. કોઈપણ દીકરી ના લગ્ન કેમ નથી, મોટેભાગે મા-બાપને પોતાની દીકરીને વળાવતા હોય તેવો આભાસ હંમેશ થતો હોય છે અને તે સમય તેની આંખમાંથી આંસું સારી જતા હોય છે.
દીકરી, ચી. વિતલ ને અભિનંદન !
રચના પસંદ આવી.
આંગણે રમતી હતી,
વાતે વાતે રીસાતી હતી,
કાનમાં આવીને ફરિયાદો કરતી હતી.
હસતાં-રડતાં મોટી થઈ,
આવ્યું એને યૌવન છે.
જુઓ આજ એક
વ્હાલી દીકરીના લગન છે.
અમારી અનુભવ વાણી
દિકરી વિતલનુ ગીત ખરેખર હ્રદયગમ્ય છે… અભિનંદન… અને કેમ ના હોય બાપના કવિત્વના ગુણ તો ઉતરેને ?
Wah ! A poem by Vital !
Enjoyed it as Post.
Dad (Rameshbhai) writes the Poetry..& now the present from the Daughter. May be more in the future.
Vital is invited to visit my Blog Chandrapukar.Hope to see you there !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Thanks, Rameshbhai for your visits/comments on my Blog !
Vital,
This is such a beautiful and True poem! Yes all parents hearts have these memories coming up in their minds when their beloved daughter is getting married. reading your poem brought tears to my eyes! I still have one of mine that will be ready for marriage. we are so Happy for her! But also feel sad to see her go.
Love,
Sheela Auntie
Thanks to Dr.shri Chandravadanbhai.
Here is a link Who has given surprise blog post for Vital.
(Thanks to Dr. Hiteshbhai..Ahmedabad)
મન નો વિશ્વાસ…http://drmanwish.wordpress.com/
શરણાઈ ના સૂર….. વિતલબેન પટેલ
મનનો વિશ્વાસ – ડૉ.હિતેશકુમાર ચૌહાણ “વિશ્વાસ” અમદાવાદથી વિવિધ દિનની યાદી અને કંઈક નવી દ્રષ્ટિ સાથે જાણીતા કવિઓની તથા નવા કવિમિત્રોની રચના પ્રદર્શિત કરતો બ્લોગ.
મન નો વિશ્વાસ..2010 in review
drmanwish.wordpress
Very touching!