ભારતની એ ભવ્ય સાંસ્કૃતિક વિરાસત સમયની થપાટોમાં અવગતી પામી રહી છે અને તેનું મુખ્ય કારણ
કૌટુંબિક સંસ્કાર સીંચવાનું કાર્ય પેઢી દર પેઢી ઢીલું પડવું તે છે. સારપને વધાવવાની સામાજિક શક્તિઓનું
નાપાણી થવું તે છે, છતાં આ વિકટ પરિસ્થિતિ જ દૈવત્ત્વ ઘડવાનું નિમીત્ત બને છે એટલું જ સાચું છે.
હૃદયમાંથી એક અવાજ ઊઠશે તો આ કોટિબાહુબળ અને બુધ્ધીધન નવયુગની શરૂઆત કરશે જ..
આજે ફરીથી એ ભાવોને રમાડી ને એ ગરીમાને હૃદયસ્થ કરીએ…
Ahilya FortMaheshwar, IndiaAhilya Fort is a delightful 18th century heritage property located on a cliff above the banks of the Narmada riverThanks to webjagat for this picture |
વહાલું વતન...રમેશ પટેલ(આકાશદીપ)
બાંધતી ભાવે ભારતી પાવન બંધન,
અવતરતા શ્રીપતિ છોડી ગેબી ગગન.
ધીંગી ધરાએ નીપજ્યાં અમૂલખ રતન
વહાલું વતન મારું વહાલું વતન
પૂર્યા શ્રધ્ધાથી અમે પથ્થરમાં પ્રાણ
ગાયાં અમે સંસારે ગીતાંનાં જ્ઞાન
સીંચ્યાં અહિંસાથી સ્નેહનાં સીંચન,
વહાલું વતન મારું વહાલું વતન
સાગરની ભરતી પખાળતી ચરણ,
પંખીડાં ગીત ગાઈ કરતાં રંજન
પ્રગટાવ્યાં પૃથ્વી પર પ્રેમનાં સ્પંદન,
વહાલું વતન મારું વહાલું વતન
હેતથી હિમાળો ગાતો પુનિત કવન,
સંપદાથી શોભતાં વગડા ને વન
પાવન સરિતાને કરીએ વંદન,
વહાલું વતન મારું વહાલું વતન
સંતોને વીરોની ભૂમિ મા મહાન,
ચરણ પખાળતા જોશીલા જવાન
સીંચતો ત્રિરંગો કણકણમાં શૂરાતન,
વહાલું વતન મારું વહાલું વતન
પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ,
કરશું વંદન શિરે બાંધી કફન,
વટ ને વચનથી કરશું જતન,
વહાલું વતન મારું વહાલું વતન
સંસ્કૃતિની શોભાથી વિશ્વને કરશું મગન
વહાલું વતન મારું વહાલું વતન
રમેશ પટેલ(આકાશદીપ)
આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )
પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ,
કરશું વંદન શિરે બાંધી કફન,
વટ ને વચનથી કરશું જતન,
વહાલું વતન મારું વહાલું વતન
સંસ્કૃતિની શોભાથી વિશ્વને કરશું મગન
વહાલું વતન મારું વહાલું વતન
વહાલા વતનની અમર ગાથા ગાતું ને શબ્દે શબ્દે વતનની સુવાસને
મ્હેકાવતું અનેરું સર્જન. ધન્ય છે કવિશ્રીને અને ધન્ય એમની લાખેણી
કલમને એ બેના સમન્વય દ્વરા એક કાવ્ય સર્જન થયું. અભિનંદન.
સરસ ,સુંદર, માં ભોમ ની રાક્ષણ કાજે કઈ પણ કરવા તૈયાર
પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ,
કરશું વંદન શિરે બાંધી કફન,
વટ ને વચનથી કરશું જતન,
વહાલું વતન મારું વહાલું વતન
wonderful……! કરશું વંદન શિરે બાંધી કફન,
વટ ને વચનથી કરશું જતન,
વહાલું વતન મારું વહાલું વતન
સંસ્કૃતિની શોભાથી વિશ્વને કરશું મગન
વહાલું વતન મારું વહાલું વતન…. no more words to say!
વતનનું વહાલ અને વતનને વહાલ !
સાગરની ભરતી પખાળતી ચરણ,
પંખીડાં ગીત ગાઈ કરતાં રંજન
પ્રગટાવ્યાં પૃથ્વી પર પ્રેમનાં સ્પંદન,
વહાલું વતન મારું વહાલું વતન
Shri Rameshbhai, sunder vatan no bhav..
Vhalu vatan maru vhalu vatan..
tan-man-dhan thi karu tenu jatan
jan gan man par teni akhut bhaavna
vadhatu rahe koi di na thaaye patan !
આદરણીય શ્રી રમેશભાઈ,
ભારત જ વિશ્વમાં એક એવો દેશ છે કે જે અનેક સંતોની ભૂમિ છે.
સંતોને વીરોની ભૂમિ મા મહાન,
ચરણ પખાળતા જોશીલા જવાન
સીંચતો ત્રિરંગો કણકણમાં શૂરાતન,
વહાલું વતન મારું વહાલું વતન
પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ,
કરશું વંદન શિરે બાંધી કફન,
વટ ને વચનથી કરશું જતન,
વહાલું વતન મારું વહાલું વતન
સંસ્કૃતિની શોભાથી વિશ્વને કરશું મગન
વહાલું વતન મારું વહાલું વતન
સુંદર રચના !
સંતોને વીરોની ભૂમિ મા મહાન,
ચરણ પખાળતા જોશીલા જવાન
સીંચતો ત્રિરંગો કણકણમાં શૂરાતન,
વહાલું વતન મારું વહાલું વતન
સરસ મઝાનુ ગીત…
BHAU SARAS MAJA NI “NAZAM“
i like this