પ્રકૃતિ ને ગોદમાં રમતી આ જીવન સૃષ્ટિ એકબીજાની સાથે ઓતપ્રોત થઈને જે
આનંદ કે રંજ અનુભવે છે , એ પ્રત્યક્ષ અનુભવના ખેલ છે. ફોટા કે વર્ણનથી સ્વાદનો
અનુભવ ના મળે , તેમ પ્રેમને પણ જાતેજ અનુભવવો પડે. ચાલો આ વિચારના
Thanks to webjagat for this picture.
પ્રેમમાં પડવું પડે…રમેશ પટેલ(આકાશદીપ)
પ્રેમની વાતોનાં પુરાણો વાંચી , ના સમજણ પ્રેમની પડે
પ્રેમની પરખાઈ કરવા કાજ, ખોલી દિલ પ્રેમમાં પડવું પડે
છે રૂપાળા પુષ્પો કાગળના, પણ વસંતને ના માણી શકે
દેવા ખુદની સુગંધ જગે, નાતો ધરા સંગ જોડવો પડે
તાગ લાગણીના ભંવરના, ડૂબ્યા વગર કદી ના જડે
જાણવા જીંદગીની આ માયા, લાગણીમાં બંધાવું પડે
શ્રધ્ધા એટલે નીજ સમર્પણ, શૂન્ય થઈ ઓગળવું પડે
પામવા કૃપા પ્રભુની, પ્રભુ ચરણે નીત રમવું પડે
રમેશ પટેલ(આકાશદીપ)
છે રૂપાળા પુષ્પો કાગળના, પણ વસંતને ના માણી શકે
દેવા ખુદની સુગંધ જગે, નાતો ધરા સંગ જોડવો પડે
તાગ લાગણીના ભંવરના, ડૂબ્યા વગર કદી ના જડે
જાણવા જીંદગીની આ માયા, લાગણીમાં બંધાવું પડે
નરસિંહ મહેતા જયારે કૃષ્ણ ભક્તિમાં લીન બની, હાથમાં મસાલ લઇને કિર્તન કરતા અને ત્યારે તેઓ એટલા બધા પ્રભુમાં તન્મય થઇ ગયા કે મસાલની જવાલાએ એમના હાથને પણ બાળી દીધા.. છતાં એમને તેનું ભાન ન રહ્યું. આવો હતો એમનો પ્રભુ પ્રેમ. સામાન્ય રીતે એવું મનાય છે કે ગમે તે માણસ ભક્તિ કરે.. પણ એવું નથી. ભક્તિ માર્ગ કે આઘ્યાત્મ માર્ગ સહેલો નથી જ. આમા બાહુબળ ધરાવનાર શૂરવીરનું કામ નથી, પણ જેણે સંયમ કેળવ્યો છે, ઇન્દ્રિયો પર કાબૂ મેળવ્યો છે, અને નિષ્કામભાવે શ્રઘ્ધાપૂર્વક પ્રભુ ભક્તિ કરે તેને જ આ માર્ગે સફળતા મળે. આ માર્ગ ખૂબ કઠિન માર્ગ છે. આ શૂરાનો માર્ગ છે જેવા તેવા ડરપોક માણસો આ માર્ગે જઈ જ ન શકેે. એટલે ઉપનિષદની વાણીમાં અને ગીતાની વાણીમાં આ માર્ગને શ્રેયમાર્ગ કહે છે. આ માર્ગે જનારને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે. ઘણીવાર અર્જુનની માફક જીવનમાં વિષાદ પણ જન્મે.. પણ જેને પ્રભુમાં પૂણ શ્રઘ્ધા છે, એવા પ્રભુના પરમભક્તને પ્રભુની હૂંફ મળી જાય છે – અર્જુનને મળી તેમ. તેની હતાશાનાં વાદળો દૂર થઇ જાય છે અને
તેને દિવ્યાનંદની પ્રાપ્તિ થાય છે.
આદરણીય શ્રી રમેશભાઈ ( આકાશદીપ )
પ્રેમની વાતોનાં પુરાણો વાંચી , ના સમજણ પ્રેમની પડે
પ્રેમની પરખાઈ કરવા કાજ, ખોલી દિલ પ્રેમમાં પડવું પડે
શ્રધ્ધા એટલે નીજ સમર્પણ, શૂન્ય થઈ ઓગળવું પડે
પામવા કૃપા પ્રભુની, પ્રભુ ચરણે નીત રમવું પડે
વાહ સાહેબ પ્રેમ અને લાગણી ને અનુભવવા સાકરની જેમ ભળી જઈને
સમર્પણની શ્રધ્ધા દીપ જલાવી દિલની ભાવના સમજવી પડે.
ખુબ જ સરસ કાવ્યનુંસ્વાદ રસ પીવડાવ્યો છે…………. અભિનંદન…સાહેબ…
સરસ બહુ જ સરસ ધન્યવાદ
આપ મુવા વગર સ્વર્ગે ન જવાય
પ્રિય રમેશભાઈ;
પ્રેમ્;
શ્રધ્ધા એટલે નીજ સમર્પણ, શૂન્ય થઈ ઓગળવું પડે
પામવા કૃપા પ્રભુની, પ્રભુ ચરણે નીત રમવું પડે
ખુબ સુંદર રચના. કવિઓ ની આજ ખૂબી છે. ગહન ધ્યાનની નિષ્પત્તિ રુપે અવતરતી પ્રસાદી તેઓને ઘણીવાર પ્રેમના ભાવમાં ડૂબવાને કારણે સહજતા થી હાંસલ થતી હોય છે. પણ મારા અનુભવે આવ્યું છે કે તે પછી ઝાઝી ટકતી નથી. એક મોજુ આવે છે અને ચાલ્યુ જાય પછી હતા ત્યાંને ત્યાં.
આપણને બધાને એ ખબર છે કે, ” નાનામાં નાનો અનુભવ પણ જાતે જ કરવો પડતો હોય તો પરમાત્માના અનુભવની તો વાત જ ક્યાં રહી? કહે છે ને કે “આપ મુઆ વગર સ્વર્ગે ન જવાય.” આપણને ઘણી બધી ખબર છે, છત્તાં આપણે પરમાત્મા સુધી પહોંચતા નથી. એના કારણૉ શું છે? શું આપણું ધ્યાન તે તરફ ક્યારે જાય છે ખરું? આ વિષય પર અહીં વાચકો પોતાનું ચિંતન રજૂ કરશે તો કદાચ બીજા ને તેનાથી ફાયદો થાય અને એક દ્રષ્ટિ ખૂલે.
પ્રભુશ્રિના આશિષ;
શરદ
શ્રધ્ધા એટલે નીજ સમર્પણ, શૂન્ય થઈ ઓગળવું પડે
પામવા કૃપા પ્રભુની, પ્રભુ ચરણે નીત રમવું પડે
રમેશ પટેલ(આકાશદીપ)
રમેશભાઈ,
એક સુંદર રચના !
આ રચના સાથે પ્રતિભાવો પણ વાંચ્યા.
મને તમારા કાવ્યની છેલ્લી લીટીઓ ગમી ગઈ !
પ્રતિભાવોમાં છેલ્લો પ્રતિભાવ હતો શરદભાઈનો !
“પ્રેમમાં ડુબકી મારી” કવિ રચના કરે છે…એક “મોજા”રૂપે આવે અને પછી તેવી જ હાલત જે પહેલા હતી !
મારૂં માનવું છે કે જે અનેકવાર “ડુબકીઓ” મારે તે “સાગર”ને જાણે, અને એને “સાગર”નો ડર ના રહે.
એ અનેકવાર ડુબકી માર્યા બાદ, ફક્ત “તરતો” જ રહે !
પ્રભુભક્તોના દાખલાઓ લ્યો…..પ્રભુનામના “નીર”માં સ્નાન કરતા, એ “પ્રેમ”પંથે હોય, અને “જનકલ્યાણ”
એઓના મન/તનમાં રહે છે.
એ જ પ્રમાણે, કવિ હોય કે એક “સાધારણ”માનવી….જ્યારે પણ એના હૈયે “જનકલ્યાણ” કે “પ્રભુભક્તિ”
વહેતી થાય ત્યારે એ પ્રભુથી દુર હોતો નથી, એવું મારૂં માનવું છે !
પરમાત્મા પાસે પહોંચવું એ જ ધ્યેય હંમેશા રાખી જે જીવનમાં “આગેકુચ” કરે, અને પ્રભુથી કેટલો નજીક કે
દુર છે એનો જરા પણ વિચાર ના કરે તો એ “પ્રભુશ્રધ્ધા”ના આધારે હોય છે, અને એ “ભવસાગર”પાર
કરી જાય છે, અને જ્યારે એવું થાય ત્યારે એને એની ખબર પણ ના હોય.
ગુરૂ ભટકેલાઓને “સાચા” પંથ તરફ વાળે છે..પણ સફર તો “જાતે” જ કરવાની છે !
આ મારા વિચારો છે !
>>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Inviting ALL to Chandrapukar !
પ્રિય ચન્દ્રવદનભાઈ;
પ્રેમ;
આપણે જેને મારા વિચારો કહીએ છીએ તે ખરેખર મારા વિચારો ઓછા અને ઉધાર વિચારો અધિક હોય છે. પણ આપણે ક્યાંક વાચ્યું કે સાંભળ્યુ અને આપણને તે વાત ગમી જાય ત્યારે આપણે તે વાતને દોહરાવતા હોઈએ છીએ અને આપણે સમજીએ છીએ કે આ મારા વિચારો છે. કદાચ થોડું મંથન કરશો તો મારી વાત સાથે સહમત થશો.
બીજું કે આપણે જે તે ઘરમાં/ શહેરમા/ રાજ્યમા/ દેશમા જનમ્યા, જે તે સમયે જનમ્યા તે તમામની અસરો આપણા સંસ્કાર અને વિચારો પર પડે છે. આપણી દરેકની વ્યાખ્યાઓ આપણી સંસ્કારીતા મુજબ હોય છે અને તેને કારણે આપણને જે છે તે દેખાતું નથી. આહી તમે કેટલાક શબ્દ પ્રયોગ કર્યા છે. જેમ કે પ્રેમ્, પ્રભુ, પ્રભુભક્ત, પ્રભુનામ, પરમાત્મા, જીવનમાં આગેકુચ, સાચો પંથ વગેરે વગેરે. આ તમામ શબ્દોના અર્થ વ્યક્તિ વ્યક્તિએ બદલાઈ જાય છે. હિન્દુ માટે પ્રભુ કે પરમાત્મા કે પ્રભુનામ એટલે કૃષ્ણ, રામ, શિવ, ગણપતિ કે પછી કોઈ હિન્દુધરા મુજબ પ્રમાણીત પ્રભુ છે. મુસલમાન માટે મહમ્મદ, ઈસા, મુસા કે પછી અલ્લાહ પ્રભુ છે અને શિખ માટે નાનક, અર્જુનસિંહ, ગોવિંદસિંહ કે ગુરુગ્રંથ સાહેબ પ્રભુ ભક્તિ છે. કોઈપણ વ્યાખ્યા સાથે સર્વ સહમત કે એકમત નથી. એકજ શબ્દનો અર્થ વ્યક્તિ વ્યક્તિએ ફરી જાય છે. તો સત્ય શું છે? તેવો આપણને કદી પ્રશ્ન ઉઠે છે ખરો? જો ઉઠતો હોય તો આપણે તેનો જવાબ શોધવા પરિશ્રમ ઉઠાવા તૈયાર છીએ ખરા? મારી સમજ મુજબ આપણને રેડિમેઈડ જવાબોથી જ સંતુષ્ટિ છે આપણે કોઈ પણ પ્રકારે મહેનત કરવા તૈયાર નથી. અને તેથી જ આપણને પરમાત્મા કે સત્ય કદી મળતું નથી. શું કહો છો?
શેષ શુભ.
પ્રભુશ્રિના આશિષ;
શરદ
સુન્દર રચના .
આપણે જો પ્રભુને યાદ નહી કરીએ તો, તે આપણને ક્યાંથી યાદ રાખશે ?