નવરાત્રી રુમઝુમ કરતી આવી અને હર્ષ અને ભક્તિથી જીવન રસની મધુરતાના આઠ આઠ દિવસો
સુધી મનભરીને માણ્યા અને આઠમના હવનની પ્રસાદી બાદ હવે નવમા દિને ભક્તિથી ઝૂમી લઈએ.
આજના નવમા નોરતે ઢોલને યાદ કરીએ કારણ કે ઢોલના તાલે જ નવરાત્રી ઉત્સવ થનકે છે.
ઢોલનો એ આગવો તાલ ને સાથે એક તાલી ,ત્રણ તાલીઓની રમઝટ એટલે જ સાચો રસોત્સવ.
આજે આવો ઢોલને દરબારે….
Thanks to webjagat for this picture…
ઢોલને દરબારે…..રમેશ પટેલ(આકાશદીપ)
ઢોલને દરબાર હું તો હાલી મારા વાલીડા
સોળે શણગારે છલકી મલકું મારા સાથીડા
પૂનમનો ચાંદલિયો ચમકે વ્યોમે મારા વાલીડા
પહેરી માથે પાઘ રમવા આવો મારા સાથીડા
કેડિયાનાં કામણ મીઠાં લાગે મારા વાલીડા
મનમાં મલકી મલકી હાલું મારા સાથીડા
બંસરી વાગે ને ઘેલા ઘૂમીએ મારા વાલીડા
રાસે રમતો કાનો થઈને આવો મારા સાથીડા
ચાંપાનેરના ચાર ચૌટે રમવું મારા વાલીડા
નવરંગી ઓઢણીયે સપનાં ઓઢું મારા સાથીડા
ચાંદલિયારી ચૂંદડીએ ઝીલ્યા અમે નવલખ તારલડા
ઢોલને દરબારે હું તો હાલી મારા વાલીડા
રમેશ પટેલ(આકાશદીપ)
ચાંપાનેરના ચાર ચૌટે રમવું મારા વાલીડા
નવરંગી ઓઢણીયે સપનાં ઓઢું મારા સાથીડા
ચાંદલિયારી ચૂંદડીએ ઝીલ્યા અમે નવલખ તારલડા
ઢોલને દરબારે હું તો હાલી મારા વાલીડા
સ રસ શબ્દો અને ભાવ
યાદ આવી
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
આસમાની ચૂંદડીમાં, લહેરણિયાં લ્હેરાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
કહેતી મનની વાત રે …
આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )
ઢોલ ધબુક્યો ને ભેગું થયું છે આખું ગામ,
નાચી કુદીને રમશે એ લેશે માં જગદમ્બાનું નામ.
સુંદર ભાવ વિભોર થઈને આપના દિલમાં માડીએ
વાસ કર્યો ત્યારે આવી સુંદર મઝાની રચનાઓ રચાઈ
હશે. જય માં અંબે. જય માં ભવાની.. જય માં કાલિકા.