માવતરના ઉપકારના ઋણના ગુણગાન અને આદર સાથે
અહોભાવ દર્શાવવા આપણા સાત જન્મો પણ ઓછા પડે અને ઍટલે જ
સાહિત્યમાં કવિઓએ મનભરીને એ ગાયા છે..માતાને માટે કવિશ્રી બોટાદકરનું
‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ હૃદય સાથે લાગણી સભર રીતે કંડારાઈ ગયેલ છે.
પિતાનું પણ આપણી પર બહું મોટું ઋણ છે અને તે શબ્દ ભાવે આજે સંતાનના ઉરમાંથી
નિતરતું માણી એ…….
પરમ કૃપાળું પરમાત્મા પિતાનું સર્જન કરવા બેઠા અને તેમને હૂર, પાણી
ચઢ્યું ચાલો પિતાની મૂર્તિ ઘડતા પ્રભુની વાત કવિ હૃદયથી માણીએ….
Thanks to web jagat for this picture.
પિતા ને અર્પું દશ નૂર….રમેશ પટેલ(આકાશદીપ)
પશુ પંખી ને પ્રકૃતિની રચી લીલા
ને ફરી વિધાતાને ચઢીયુ રે હૂર
હવે જગ વ્યવહારે પ્રગટાવું એવા નર
બનાવું પિતા ને અર્પું દશ નૂર
પ્રથમ નજરે સમાણું શ્રીફળ
ને વિધાતાએ માંડ્યા શ્રીગણેશ
રૂક્ષ લાગે ભલે બહારથી
ભીતર રમાડે પ્યારના ભાવેશ
બીજી નજર મંડાણી સાવજે
નર કેસરી થઈ ઘૂમજે વીર
પૌરુષથી ડગ દેજે ધરણીએ
નાથજે ઝંઝાવાતો મર્દાઈથી ધીર
ત્રીજી નજરમાં દીઠો મેઘલો
ગરજતો અષાઢે દેતો રે ડંક
વાત વ્યવહારે તું ગાજ જે
જગ જાણે હાલ્યા રે બંક
ચોથી નજરે સમાણો વડલો
દેતો વિસામો ને શીળી છાંય
કુટુમ્બ કબીલો તારે આશરે
સંતાપો સહી છત્ર ધરજે રે રાય
પાંચમી દૃષ્ટિએ દીઠો પહાડ
ને થયા રાજીનારેડ શ્રીનાથ
દીધા તને ગિરિના ગુણ સઘળા
શિખરથી સાગરે ગાજે આલાપ
છઠ્ઠી નજરે ઘૂઘવ્યો મહાસાગર
દિલદાર થઈ કરતો રે શોર
ભૂલજે ખારાશ તુંયે સંસારની
દે જે મીઠડા મેઘ અનરાધાર
સાતમે સમર્યા દાદા સૂરજ
પ્રતાપી તપાવતા સકળ બ્રહ્માંડ
દેજો પિતાને એવા રે તેજ
ચંદ્રની શીતળતા પામે સંતાન
હાથ જોડી બોલ્યા નર દેવ
આઠમે દેજો મૂછ મોભાને સાથ
કન્યા વિદાયે છલકે અક્ષ
એવું નવમે દેજો હૈયું વિશાળ
દશમું નૂર પ્રભુ એવું આપજો
‘દીપ‘ ને દ્વારે વધાવે સંતાન
દોડી ચાંપું ભૂલકાંને છાતીએ
ને રમું થઈ નાનો બાળ
-રમેશ પટેલ ‘આકાશદીપ’
નવદુવારા, દસમી ખડકી’—આ દેહનાં નવ દ્વાર ઉપરાંત મૂલાધારમાં સુષુમ્ણાનું દશમું દ્વાર છે. આ દશમા દ્વારમાં પણ કુંડલિની જ્યારે ઊંચે ચડે છે ત્યારે ‘ખડકી મેં એક ખડકી’—બ્રહ્મરંધ્રનું સૂક્ષ્મ દ્વાર ખૂલે છે. પણ તેને ખોલવાનું રહસ્ય તો કોઇ સતગુરુ જાણે છે.
દશમું નૂર પ્રભુ એવું આપજો
‘દીપ‘ ને દ્વારે વધાવે સંતાન
દોડી ચાંપું ભૂલકાંને છાતીએ
ને રમું થઈ નાનો બાળ
દશમું નૂર ….કૃપા સાધ્ય છે
સૌને તે પાત્રતા મળો તેવી અભ્યર્થના
સરસ કાવ્ય પિતાને અર્પણ…
દશમું નૂર પ્રભુ એવું આપજો
‘દીપ‘ ને દ્વારે વધાવે સંતાન
દોડી ચાંપું ભૂલકાંને છાતીએ
ને રમું થઈ નાનો બાળ મારાં પપ્પાને હજું મિસ કરું
સપના
દશ નૂરની કલ્પના ખરેખર નવીનતાને તાઝગીનું એક સરસ ઉદાહરણ પૂરું પાડે છે.
લખતા રહો રમેશભાઈ, ગુજરાતી લોકોને “કુછ હટકે” ની ખાસ જરૂર છે.
-પી. કે. દાવડા
હિન્દીમાં ભણેલી ‘ બાપકા દિલ’ વાર્તા યાદ આવી ગઈ.
દશમું નૂર પ્રભુ એવું આપજો
‘દીપ‘ ને દ્વારે વધાવે સંતાન
દોડી ચાંપું ભૂલકાંને છાતીએ
ને રમું થઈ નાનો બાળ
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Enjoyed the Rachan as a Post !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Chandrapukar….Inviting ALL !
સરસ ભાવ-અભિવ્યક્તિ…
રૂક્ષ લાગે ભલે બહારથી
ભીતર રમાડે પ્યારના ભાવેશ…..
વાહ…!
રમેશભાઇ,
માતા પિતા વિશે ઘણી રચના આપીને આપે તો ખરેખર મહાન સર્જક કાર્ય કર્યું છે,
પિતા ખરેખર તો ઘરનો વડલો છે,જે પોતાના મૂળ થકી અડગ ઉભો રહે,હાથ ને આંખ થકી પરીવારને છાયડો આપે.જેનું ઇશ્વરે સર્જન કરી મહાન કાર્ય કર્યું છે.
ઘનશ્યામ વઘાસીયાના સાદર પ્રણામ
http://ghanshyam69.wordpress.com
“પશુ પંખી ને પ્રકૃતિની રચી લીલા
ને ફરી વિધાતાને ચઢીયુ રે હૂર
હવે જગ વ્યવહારે પ્રગટાવું એવા નર”
સરસ અભિવ્યક્તિ
પિતાની ભાવના સુપેરે વ્યક્ત થઇ છે.
ખૂબ સરસ અભિવ્યક્તિ…
“પ્રથમ નજરે સમાણું શ્રીફળ
ને વિધાતાએ માંડ્યા શ્રીગણેશ
રૂક્ષ લાગે ભલે બહારથી
ભીતર રમાડે પ્યારના ભાવેશ” …ખૂબ સરસ .વાહ!
khuba ja saras kaavya.
bahu ochha kaavyo aa vishaye Che kaaraNa ke niyaman nu kathor kaam baapne bhaage Che
jyaare maa ekalu vahaal vahaal ane vahaal ja kare Che
આદરણીય શ્રી વિજયભાઈ સાહિત્યક્ષેત્રે આપના યોગદાન અને આપના પ્રોત્સાહન માટે અંતરથી અભિનંદન અને આભાર. રમેશ પટેલ(આકાશદીપ)
[…] પિતા ને અર્પું દશ નૂર….રમેશ પટેલ(આકાશદીપ) (via આકાશદીપ) September 30, 2010 by vijayshah માવતરના ઉપકારના ઋણના ગુણગાન અને આદર સાથે અહોભાવ દર્શાવવા આપણા સાત જન્મો પણ ઓછા પડે અને ઍટલે જ સાહિત્યમાં કવિઓએ મનભરીને એ ગાયા છે..માતાને માટે કવિશ્રી બોટાદકરનું ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ હૃદય સાથે લાગણી સભર રીતે કંડારાઈ ગયેલ છે. પિતાનું પણ આપણી પર બહું મોટું ઋણ છે અને તે શબ્દ ભાવે આજે સંતાનના ઉરમાંથી નિતરતું માણી એ……. પરમ કૃપાળું પરમાત્મા પિતાનું સર્જન કરવા બેઠા અને તેમને હૂર, પાણી ચઢ્યું ચાલો પિતાની મૂર્તિ ઘડતા પ્રભુની વાત કવિ હૃદયથી … Read More […]
[…] પિતા ને અર્પું દશ નૂર….રમેશ પટેલ(આકાશદીપ) (via આકાશદીપ) Posted on September 30, 2010 by માવતરના ઉપકારના ઋણના ગુણગાન અને આદર સાથે અહોભાવ દર્શાવવા આપણા સાત જન્મો પણ ઓછા પડે અને ઍટલે જ સાહિત્યમાં કવિઓએ મનભરીને એ ગાયા છે..માતાને માટે કવિશ્રી બોટાદકરનું ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ હૃદય સાથે લાગણી સભર રીતે કંડારાઈ ગયેલ છે. પિતાનું પણ આપણી પર બહું મોટું ઋણ છે અને તે શબ્દ ભાવે આજે સંતાનના ઉરમાંથી નિતરતું માણી એ……. પરમ કૃપાળું પરમાત્મા પિતાનું સર્જન કરવા બેઠા અને તેમને હૂર, પાણી ચઢ્યું ચાલો પિતાની મૂર્તિ ઘડતા પ્રભુની વાત કવિ હૃદયથી … Read More […]