ઑગષ્ટ ક્રાન્તિના ઓ યશભાગી.....રમેશ પટેલ(આકાશદીપ)
આદરણીય શ્રી અન્ના હઝારેજીએ ભ્રષ્ટાચાર સામે ‘ઑગષ્ટ ક્રાન્તિ‘નુ અભિયાન
છેડ્યું. લોકપાલ બીલ જનહિતમાં અસરકારક બને તે માટે દિલ્હીમાં ઉપવાસ આદરતાં,
સરકારે પોલીસ કાર્યવાહીથી લોકશાહી અવાઝને દબાવી ,કાનુની જામા પહેરાવવાની સાજીશ રચી.
આ સામે ભારતભરમાં મધરાતે જ વિરોધનો જુવાળ લહેરાયો. સરકારની છેતરપીંડી આ સાચા
ગાંધીવાદી સામે વામણી બની ગઈ. તીહાડ જેલમાંથી આ અડગ અન્નાની સાથે અન્નામય ભારતની
હાક દેશ અને વિદેશમાં મીડિયા દ્વારા એવી છવાઈ કે સરકાર જનતાના
દરબારમાં ક્ષોભમાં મૂકાઈ ગઈ. દિલ્હીના રામલીલા વિખ્યાત મેદાનમાં, આજે
દેશ ભ્રષ્ટાચાર સામે જંગ છેડવા શ્રી અન્નાજી સાથે કદમ મીલાવશે.
(Thanks to webjagat for this picture)..Shri Anna at Rajaghat
ઑગષ્ટ ક્રાન્તિના ઓ યશભાગી…..રમેશ પટેલ(આકાશદીપ)
ચંદ્ર ચાંદની સમ અન્નાજી ને
જનજન ઉર સાગરસું ઝીલે
હાકલ દે વીર ગાંધી મારગડે
સમયના સાદ સૂણી સૌ ખીલે
…………………………………………………….
આઝાદીની આ અમરવેલને
સીંચી મહા સુખ ત્યાગી
ઑગષ્ટ ક્રાન્તિના ઓ યશભાગી
નમીએ અમે બડભાગી
નાયકો ખલનાયક થાતાં
જન હૈયે જાગંત જુવાળ
ભરમાવ્યા કહી શાણી વાતો
તિહાડ જેલે દીઠો ભૂચાળ
વાહ કિરણ ને કેજરીવાલ
શાન્તી પ્રશાંત સંગાથ
અડગ અન્નાજી ઓ ઉપવાસી
જન ઉર્જા છે તવ સાથ
ઝંખે દેશવાસી ભરી વેદના
ભ્રષ્ટાચાર ભગાવો
જાગ્યું આજ યૌવન હોંશથી
ભાવીની શાન સજાવો (૨)
રમેશ પટેલ(આકાશદીપ)

આદરણીયશ્રી. રમેશભાઈ
સુંદર રચના સાથે દળદાર પંક્તિઓ સાહેબ
આપ જેવા સિધ્ધહસ્ત કવિની કલમે જ આવો શબ્દો નીકળે
” આઝાદીની આ અમરવેલને
સીંચી મહા સુખ ત્યાગી
ઑગષ્ટ ક્રાન્તિના ઓ યશભાગી
નમીએ અમે બડભાગી. ”
કિશોર પટેલ
આપના સાગરની મુસાફરી કરી……
ગુજરાતી ભાષા ઉપર ઘણું સારું પ્રભુત્વ છે આપનું…..
આપના વિશાળ દરિયો એટલે કે http://nabhakashdeep.wordpress.com માંથી
અમારા જેવા ઉભરતા નાવિકો ને મુસાફરી દરમ્યાન ઘણું બધું શીખવા મળશે…