પરદેશમાં બેઠા મેં એકલવ્યભાવે, આદરણીય શ્રી જુગલકિશોરજીની સાહિત્ય પ્રતિભાથી પ્રભાવિત થઈ વિનંતી કરી…ઠોઠ નિશાળિયાને ટ્યુશન દેજો. અમે નશીબના બળિયા ને સાહિત્ય શ્રેષ્ઠીના હૃદયની કોમળતાએ , એક સેતુ બંધાયો. તેમના અતિ વ્યસ્ત ને કિમંતી પળોથી સુજાણ હોવા છતાં, ધરાર ચેલો થવા નીકળ્યો ને તેમણે અનેક ઉણપો હોવા છતાં, દરેક ઈ-મેલને ત્વરિત જવાબ આપ્યો ને આજે તેમના થકી…’આકાશદીપ’ ને કવિતાનો ઘૂંટ પીવાનો લ્હાવો મળ્યો. આજે શ્રી પી.કે.દાવડાજીએ …તેમની શ્રેણીમાં ‘વેબગુર્જરી’ના સ્વપ્ન દ્રષ્ટાને સૌના પોતિકા લાગતા આદરણીય શ્રી જુગલકિશોરજીની પોષ્ટ દ્વારા સૌના દિલ જીતી લીધા છે…આવો આવકારી ધન્ય થઈએ….
ગુજરાતના શિક્ષણાચાર્યો: સૌ પ્રાત:સ્મરણીય ન.પ્ર.બુચ, દર્શક, મૂ.મો.ભટ્ટ
.પાછળ એમના શિષ્યો ડાબેથી રવીન્દ્ર અંધારિયા, પ્રવીણ ડાભી, જુગલકિશોર.
(Net-ગુર્જરી માં મુકેલ લોકભારતી–સ્નાતકો (૧૯૬૫) સાથેનો ફોટો-અહીં ક્લિક કરીને જુઓ .)
શ્રી જુગલકિશોર વ્યાસ
જુગલકિશોરભાઈનો જન્મ ૧૯૪૪માં ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં થયો હતો.
પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં અને રંધોળા ગામોમાં થયું. આ Formative વર્ષોમાં
ધર્મમૂર્તિ માતા અનેજ્ઞાનમાર્ગી પિતાજી, અનેઉમરાળા પંથકના ગાંધી કહેવાયેલા
એમના ફૈબાના દીકરા વનમાળીભાઈ વ્યાસ, જે ‘મોટાભાઈ’ ના નામે જાણીતા હતા,
તેમની એમના ઉછેરમાં બહુમોટી અસર થઈ.
જુગલકિશોરભાઈ માધ્યમિક શાળાના શિક્ષણ માટે જૂનાગઢ જીલ્લાના શાપુર ગામે
ગયા. અહીં ૧૯૫૫થી ૧૯૬૦ સુધી સર્વોદય આશ્રમ લોકશાળામાં રહી, S.S.C.
સુધીનો અભ્યાસ પૂરો કર્યો. આ સમય દરમ્યાન એમણે ૧૯૫૬થી ૧૯૫૯ દરમ્યાન
ગુજરાતના પ્રખર હવેલી સંગીતકાર શ્રી વિઠ્ઠલદાસ બાપોદરાજી પાસેથી શાસ્ત્રીય
સંગીતમાં તાલીમ મેળવી. આ સમયગાળાને યાદ કરી જુગલકિશોરભાઈ કહે છે, “શાપુર
સર્વોદય આશ્રમ લોકશાળામાં૧૧–૧૨ વરસની ઉંમરે (૧૯૫૫) દાખલ થઈનેત્યાં
છ વરસ ગાળ્યાં, તેમારા જીવનનો પાયો નાખનારાં બન્યાં. શાપુરનુંવાતાવરણ કાચી
ઉંમરનેકારણેઆકરું લાગતું. વતનથી દૂર, કુટુંબની ઓછી આવક, અનેલોકશાળાના
નિયમોનેલઈનેશાપુર કસોટી કરનારું બનેલું. પણ એ જ લોકશાળા મનેકસનારી બની.
શરીર અનેમન કસાયાં. ત્યાંનુંમુક્ત વાતાવરણ અનેબુનિયાદી તાલીમનાંબહુગમતા
અભ્યાસક્રમો અનેપદ્ધતિઓએ મનેતૈયાર કર્યો.”
શાળાનો અભ્યાસ પૂરો કરી, જુગલકિશોરભાઈ વધુ અભ્યાસ માટે ભાવનગર જિલ્લામાં
આવેલી, ગુજરાતના પ્રથમ કક્ષાના કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત
લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં કૃષિ વિજ્ઞાન વિષય લઈ જોડાયા. અહીં ૧૯૬૨થી
૧૯૬૬ દરમ્યાન અભ્યાસ કરી, કૃષિ વિજ્ઞાનમાં પ્રથમ વર્ગમાં સ્નાતકની પદવી
મેળવી. આ સમયગાળા વિષે જુગલકિશોરભાઈ કહે છે કે, “લોકભારતીમાંઆવવાનું મોડું
થતાં લોકશિક્ષણ (આર્ટસ)માં જગ્યા ન મળી. કૃષિ ગમતો વિષય ન હતો. પરંતુઆર. આઈ.ના બે
વરસના કોર્સમાં દિલ્હીની શિષ્યવૃત્તી (રૂ. ૨૫૦/– વાર્ષિક) મળવાની શક્યતા હોઈ કૃષિમાં જ દાખલ
થયેલો. એમ એક બાજુઅણગમતા વિષય સાથેપનારો પડ્યો અનેબીજી બાજુસમગ્ર જીવનેપલટાવી
નાખનારો લોકભારતીનો ખોળો મળી ગયો….ત્યાર પછીનાં સાડા ત્રણ વરસ મારાં આવનારાં જીવન માટે
ખાતર–પાણી નેહવામાન–શાંબની રહ્યાં. પછીનો જેકાંઈ સારો પાક મારેજીવન–ખેતરેપાક્યો તેબધો જ
લોકભારતી–માડીના પ્રતાપે.”
સ્નાતક થયા બાદ તરત જ એમણે બાવળા હાઈસ્કૂલમાં કૃષિ વિષય શીખવવા શિક્ષક
તરીકે નોકરી શરૂ કરી પણ થોડા સમય બાદ જીવન જરૂરિયાતોને પહોંચી વળવા એક
કાપડની મિલમાં રોજના રૂપિયા પાંચના પગારવાળી નોકરી સ્વીકારી. આ નોકરી
કરતાં કરતાં જ એમણે ગુજરાતી વિષય લઈ, અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં
M.A.ની ડિગ્રી પ્રથમ વર્ગ સાથે મેળવી. આ સમયગાળા અને ત્યાર બાદના
વ્યાવસાયિક જીવન અંગે એમના જ શબ્દોમાં કહું તો, “ગુજરાત વિદ્યાપીઠમાંથી
અનુસ્નાતક થવા માટેમારેનોકરી કરવી પડેતેવી ઘરની સ્થિતિ હતી. તેથી ત્રણ વરસ
મેં મીલમાં પટાવાળાની કક્ષાની – સેમી ક્લાર્ક તરીકેની – નોકરી કરેલી. અનુસ્નાતક
થયા બાદ ઈડર કૉલેજમાં એક વરસ ગુજરાતી વિષયના લેકચરરની નોકરી કરી. સમોડા
ગ્રામ વિદ્યાપીઠમાં ત્રણ વરસ ગુજરાતી ભાષામાં લેક્ચરર ઉપરાંત છાત્રાલયનું
તથા સંસ્થા–સંચાલનમાં પણ મદદરૂપ કાર્ય કર્યું. ગાંધીજીએ સ્થાપેલા મજૂર
મહાજનમાં ચારેક વરસ વર્કર્સ એજ્યુકેશન વિભાગમાં ઇન્ચાર્જ તરીકેઅનેત્યાંના
મુખપત્ર ‘મજૂર સંદેશ’ના સંપાદનમાં મદદનીશ તરીકેપણ કામ કર્યું. છેલ્લે૨૪ વરસ
ભારત સરકારના પ્રૌઢશિક્ષણ વિભાગના શ્રમિક વિદ્યાપીઠ, અમદાવાદમાં ગુજરાત
યુનિવર્સીટીના નેજા નીચે૧૨ વરસ કાર્યક્રમ અધીકારીરૂપેઅનેપછી નિવૃત્તી સુધીનાં
૧૨ વરસ નિયામક તરીકેકામગીરી કરી.”
ચાર વર્ષની મજૂર મહાજનની કામગીરી વિષે જુગલકિશોરભાઈ કહે છે, “મજૂર
મહાજનમાં પગારનેનામેમશ્કરી જ હતી, છતાં ઝુંપડપટ્ટીમાં કામ કરવામાં જેસંતોષ
મળ્યો એણેઆર્થિક વેદનાનેશીતળ લેપ કરી આપ્યો. દિવસરાત જોયા વિના મજૂરો
સાથેકામ કરવા મળ્યું. આંગણવાડી માટેઆધારસાહિત્ય અનેઅભ્યાસક્રમ તૈયાર
કરીનેસંચાલન કર્યું. ઉપરાંત, મજૂરોનાં બાળકો માટેની સાવ સસ્તી એવી એક સાથે૧૫૦
જગ્યાએ ચાલી શકેતેવી ટ્યુશન–યોજના તથા કેટલીય જાતના વ્યાવસાયિક તાલીમ
વર્ગોનું આયોજન અનેતેનું સંચાલન કર્યું. આ કામનો બદલો ભારત સરકારમાંના
શ્રમિક–શિક્ષણક્ષેત્રનું કામ સોંપાતાં મળી ગયો. અહીં મારા જીવનમાંના લોકભારતી
અનેમજૂર મહાજન બન્નેના વારસાનુંસુંદર સંકલન હુંકરી શક્યો.”
યુનેસ્કોના સહકારથી ભારતમાં સૌથી પહેલી શ્રમિક વિદ્યાપીઠ મુંબઈમાં ૧૯૬૭માં
સ્થપાઈ હતી. બીજી વિદ્યાપીઠ અમદાવાદમાં ૧૯૭૬માં સ્થપાઈ જેમાં એમને સૌથી
સીનિયર અધિકારી તરીકે નિમવામાં આવ્યા. અહીં એમને નવો ઢાંચો અને નવી
પ્રણાલીઓ પાડવાની તક મળી. અહીં એમનું કાર્ય, એમના શબ્દોમાં, “સાવ ઓછું
ભણેલાં અનેક બહેનો–ભાઈઓને, સારા અનેસફળ શિક્ષકો તરીકેતૈયાર કર્યા; આ જ
શિક્ષકોએ, પછી તો ચાર્ટ વગેરેજેવાં શિક્ષણસાધનો તૈયાર કર્યાં; કેટલીક સાવ ઓછું ભણેલી બહેનોએ
બચતમંડળો બનાવીનેહજારો રૂપિયાનો વહીવટ કર્યો; કેટલાય લોકોનાં વ્યસનો છોડાવી
શકાયાં; અનેક લોકો પોતાના સ્વતંત્ર વ્યવસાયો કરીનેપગભર થયાં….”
૧૯૯૮માં જુગલકિશોરભાઈએ લોકભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં ૧૩૦ જેટલાં
કુટુંબોને એકત્ર કરી ‘નૉળવેલ’ નામથી એક મંડળ ઊભું કર્યું.
બધાં કામો વચ્ચે પણ તેમનામાં રહેલી લેખન શક્તિ અને સંપાદન ક્ષમતા ખીલતી
રહી જે આજે પણ લોકભારતીના મુખપત્ર “કોડિયું”ના સહતંત્રી તેમજ ગુજરાતી ભાષા
પરિષદના જોડણી વિષયક પ્રચાર-પ્રસાર કાર્ય સુધી સક્રીય રહેવા પામી છે.
“શ્રમિક શિક્ષણની દિશામા”, “એક ચણીબોરની ખટમીઠી”, “ઔષધીય ગાન ભાગ
૧-૨”, “સ્વ. શોભન સ્મૄતિ ગ્રંથ” અને “મારા વિષે હું અને એક વી.આઈ.પી. ની
આત્મકથા” જેવા પુસ્તકોનું લેખન-સંપાદન તેઓએ કર્યું છે. એટલું જ નહિ, “શ્રમિક
શિક્ષણ”, “નૉળવેલ”, “આયુક્રાંતિ” જેવાં સામયિકોનું સંપાદન પણ તેમણે કર્યું છે.
બ્લૉગ-જગતમાં જુગલકિશોર વ્યાસ નામ ન જાણતા હોય એવા બહુ ઓછા લોકો હશે.
શરૂઆતમાં “ગાંધીદર્શન” અને “મારા ગુરુવર્યો” નામના બ્લૉગ્સનું સંચાલન કર્યા
બાદ આજે પોતાનું આગવું “નેટ ગુર્જરી” અને સહિયારી સાઇટ “વેબ-ગુર્જરી” નામના
બે ખૂબ જાણીતા બ્લૉગમાં તેઓ સક્રિય છે.
વિશ્વભરમાંના ગુજરાતી બ્લૉગમાંથી પોતાની પસંદગીના બ્લૉગ અંગેનો સર્વેથયો
ત્યારેસેંકડો ગુજરાતી બ્લૉગમાંપ્રથમ ૧૦ બ્લૉગમાંતેમનો બ્લૉગ ‘નેટગુર્જરી’
પસંદગી પામ્યો હતો જ્યારેઇન્ડિબ્લૉગર દ્વારા થયેલી પસંદગીમાં ગુજરાતી
બ્લૉગ્સમાંતેમનો ઉપરોક્ત બ્લૉગ પ્રથમ આવ્યો હતો.
The Indian Blogger AWARDS 2013 Winner GUJARATI : JUGALKISHOR (NET-ગુર્જરી)
જુગલકિશોરભાઈના જીવનનાં અનેક પાસાં આ નાનકડા લેખમાં આવરી લેવાનું શક્ય
નથી. સાહિત્ય ક્ષેત્રમાં એમનું યોગદાન, ગુજરાતી ભાષાની જોડણી, વ્યાકરણ અને
કવિતાઓના બંધારણ શીખવતું પિંગળશાસ્ત્ર વગેરેનો ઉલ્લેખ કરવા બેસું તો બીજાં
બે પાનાં ઉમેરવા પડે. એમના વધારે પરિચય માટે તો તમારે માત્ર ગુગલની મદદ જ
લેવી રહી.
-પી. કે. દાવડા
તમારો ખુબ આભાર, રમેશભાઈ. માસ્તર તો દુઝણી ગાય ગણાય. એ તો વહેંચીને જ રાજી રહે. તમને છંદોનો છંદ લાગ્યો ને આ રીતે અવારનવાર તે માટે મને યશ આપતા રહો છો તે માટે આભાર, પરંતુ તમારું પોતાનું વિત્ત પણ એટલું જ યશભાગી હોય છે.
સાનંદ, – જુ.
તમારું સુંદર સંકલન અને જાત અનુભવ પણ માણ્યો.
અમે ૧૮ વર્ષથી આવ્યા.ડીપ્રેશનની સ્થિતી અને અમારા કુટુંબી જનો અને સ્નેહી જનો સાથે ચર્ચા વિચારણા કરી લખવા માંડ્યું. મિત્રો મળ્યા અને જુ’ભાઇ જેવા ગુરુ મળ્યા…
પ્રત્યક્ષ મળ્યા નથી ! પણ અમારા અદ્રુશ્ય ગુરુદેવના પથદર્શન પ્રમાણે પ્રગતી કરીએ છીએ
બાકી
હું અંગુઠા જેવડી ને
મારી વ્હાલપ બબ્બે વેંત !
ગુરુ શબ્દ બહુ મોટો છે. એને માટેની લાયકાત આ જન્મમાં તો શક્ય નથી….હું તો માહિતી પૂરી પાડું છું…એને “શીખવવું” કહેવાતું હોય તો પણ હું શિક્ષકથી વધુ કશું નથી. આપનો આભાર.
જુભાઈનું સૌજન્ય, નમ્રતા અને સૌહાર્દ્ય – તે વિશે જેટલું લખાય ઓછું જ પડશે. નેટ જગતમાં વસતા ગુજરાતી બ્લૉગરોના હૃદયમાં તેમનું સ્થાન અનન્ય છે. રમેશભાઈએ આપેલ સંકલન અને તેમાં પણ જુભાઈનો તેમનાં ગુરૂજનો અને મિત્રો સાથેનો ફોટો એ અમૂલ્ય સંભારણું બન્યું છે. આભાર!
લોકભારતીના સંસ્કારો એવા દૃઢ થયા છે કે આપ સૌને એ વિશેષ જ લાગે પણ અમારા ગુરુજનોનીં ઉંચાઈએ અમને ઘણું બધું શીખવ્યું…..એ બધાને આચરણમાં મૂકવાની થોડીઘણી દાનત એ અમારી મૂડી….આપનો ખૂબ જ આભાર, નરેનભાઈ.
જુગલકિશોરભાઈ,
તમોને નમસ્તે !
બ્લોગ જગતની સફરે મેં તમોને જાણ્યા છે.
આજે રમેશભાઈના બ્લોગ પર દાવડાજીનો તમારા વિષેનો લેખ વાંચી તમોને વધુ જાણ્યા.
જેમ કહેવાય કે “એક ડોકટર હંમેશા ડોકટર” તે પ્રમાણે “એક શિક્ષક જીવનભર શિક્ષક”.
તમોએ ગ્લોગજગત પર આવી “ગુજરાતી ભાષા જોડણી” અન્ય લેખો દ્વારા તમારી વિચારધારાથી અન્યને આનંદ આપ્યો.
અહીં, તમારા શિક્ષકભાવના દર્શન થતા હતા.
તમારો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ ઉંડો છે.
મારો ભાષા પ્રેમ પણ ઉંડો છે પણ ભાષા જ્ઞાન અલ્પ છે.
બ્લોગ જગતે તમારા જેવા તેમજ અન્યના લેખો દ્વારા જ્ઞાન પ્રકાશ વધતો રહે છે તેની ખુશી.
તમારી તંદુરસ્તી માટે પ્રાર્થનાઓ.
આજે રમેશભાઈએ એક પોસ્ટ પગટ કરી….એ માટે એમનો આભાર, અને, સાથે દાવડાજીને આભાર !
ડો. ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !
જીવનભર શિક્ષક રહેવાના આનંદને ઓળખાવીને તમે મનને મજાનો સ્પર્શ આપ્યો…આભાર.