રાજેશ ખન્ના..આનંદની અલવિદા

રાજેશ ખન્ના..આનંદની અલવિદાના સમાચારે દેશવાસીયોની આંખો ભીંની
થઈ ગઈ..સુપરસ્ટાર કાકાનો અભિનય અને ગીતોની બહાર, એ ફિલ્મી જગતની
યાદગાર ક્ષણો કદી વિસરાસે નહીં. એ મહાન કલાકારને શ્રધ્ધાંજલિ.
રમેશ પટેલ(આકાશદીપ)
(A News…source Divyabhaskar)
-સુપરસ્ટાર રાજેશ ખન્નાએ પોતાના ઘરે જ લીધાં અંતિમ શ્વાસ
-કાલે સવારે અંતિમ સંસ્કાર કરાશે
-રાજેશ ખન્નાના બંગલે ઉમટી પડ્યા ચાહકો
- વિતેલા જમાનાના સુપરસ્ટાર રાજેશ ખન્નાએ બુધવારે દુનિયાને અલવિદા કહી હતી…અમિતાભની આંખો થઈ ગઈ ભીની.
………………………….
પરંતુ આજે એ અદભૂત સ્વપ્ન સૃષ્ટીનો અંત આવી ગયો છે. કરોડો લોકોના દિલના ટુકડા થઈ ગયા છે. અને આપણી બધાની વચ્ચેથી એ માસુમિયત ભર્યો ચહેરો ભૌતિકરુપે હમેંશ માટે ચાલી ગયો છે. પરંતુ મૃત્યુની જેવી જ એક વાત સનાતન સત્ય છે અને એ છે કે રાજેશ ખન્ના હમેંશા આપણી વચ્ચે રહેશે એક રુમાનિયના અહેસાસ સાથે.
(Thanks to webjagat for the pictures)
ક્યોં કી આનંદ મરા નહીં. આનંદ મરતે નહીં…!
‘આનંદ’ ફિલ્મમાં રાજેશ ખન્ના દ્વારા બોલવામાં આવેલો ડાયલોગ ‘એ બાબુ મોશાઇ… અને હમ સબ તો રંગમંચ કી કઠપૂતલીયાં હે’ હંમેશા યાદ રહેશે.
સંકલન….રમેશ પટેલ(આકાશદીપ)
ફિલ્મી જગતનો એક વખતનો ચમકતો સિતારો,સુપર સ્ટાર ,રાજકારણી ,
બે દીકરીઓ નો પિતા અને પત્ની ડીમ્પલનો પતી ચાલ્યો ગયો એ સમાચાર
દુખદ છે.શશી કપૂર,શમ્મી કપૂર,દેવાનંદ અને હવે રાજેશ ખન્ના !
સદગતના આત્માને પ્રભુ શાંતિ આપે અને કુટુંબીજનોને પડેલી ખોટ સહન
કરવાની પ્રભુ શક્તિ આપે.
ફિલ્મી જગતનો ડાયમંડ જયુબેલી સિતારો, જે સમયમાં તેની કોઇપણ સિનેમા સુપર હિટ સતત અમૂક વર્ષ સુધી રહી. એવા રાજેશ ખન્નાજી ના સદગત આત્માને ઈશ્વર શાંતિ અર્પે તેજ પ્રાર્થના.
ક્યોં કી આનંદ મરા નહીં. આનંદ મરતે નહીં…!
‘આનંદ’ ફિલ્મમાં રાજેશ ખન્ના દ્વારા બોલવામાં આવેલો ડાયલોગ ‘એ બાબુ મોશાઇ… અને હમ સબ તો રંગમંચ કી કઠપૂતલીયાં હે’ હંમેશા યાદ રહેશે.
આ આનંદ ફિલ્મનું એક સુંદર ગીત જિંદગી કૈસી હય પહેલી મન્ના દે ના સૂરમાં
રાજેશ ખન્નાના મુખે ગવાતું નીચેના વિડીયોમાં સાંભળો.આ ગીત જીવન મૃત્યુની
ફિલસુફી કેટલી સરસ રીતે રજુ કરે છે !
Zindagi Kaisi Hai Paheli – Manna De -Film Anand
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
ચાલુ વર્ષમાં નામાંકિત કલાકારોની વસમી વિદાયથી જુના જમાનાની યાદો તાજી
કરવા સાથે તેમની અદાકારીનો ભવ્ય ભૂતકાળ એક સંભારણા જેવો બની ગયો.
વીતેલા જમનાનો પ્રથમ સુપર સ્ટાર પણ હવે આનંદ પણ ગયો.
પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.
Thanks shri Atulbhai and Shri Vinodbhai…All songs really touching to all of us.
Ramesh Patel(Aakashdeep)
કાકાજીએ બીજું કાંઈ ન કર્યું હોત અને માત્ર ‘ આનંદ’ જ આપીને અટકીને ગયા હોત; તો પણ એમની અદાકારી અમર બની રહેત.
कहीं दूर जब दिन ढल जाये, सांझकी दूल्हन बदन चूराये; चूपकेसे आये …..