અષાઢ વદ બીજથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થાય છે. લાલજી કુંવરના
આગમનને વધાવવા ભક્તોનાં હૈયાં , વરસાદની પધરામણી સાથે હરખ
ઘેલાં કેમ ના થાય? . મંદિરોમાં પારણાની વિવિધતાનાં દર્શન એ ભાવ ઉમળકાની
વધામણી છે. આપણે પણ આ સંસ્કૃતિ ઉત્સવનો આનંદ લૂંટીએ…
વિરાટના હિંડોળા બહુ રે વ્હાલા લાલજી
હૈયાના હિંડોળે બિરાજો રે લોલ
નભે રમતા કોટિ તારલીયા સંગ નીત
મારા ઘર દીવડે પધારો રે લોલ
રૂડા સજાવ્યા રે ચૌદલોક તમે વ્હાલા
અમે સજાવીએ ને તમે ઝૂલો રે લોલ
અમૂલખ ખજાના છે રાજ રાજેશ્વર
તુલસીના પારણે પોઢો રે લોલ
લાગો રૂપાળા રે માધવ નટખટિયા
દેશું માખણ દાન વ્હાલે રે લોલ
ડાકોરના ઠાકોર રાય રણછોડ મારા
ઝીલીએ દર્શન સુખ ન્યાંરાં રે લોલ
રમેશ પટેલ(આકાશદીપ)
……………………………………
હિંડોળા – રમેશ પટેલ ‘આકાશદીપ’
નયન રમ્ય હિંડોળે પ્રેમથી ઝૂલાવીએ
ઝૂલો ઝૂલોને નંદના લાલ,
મારે આંગણીયે આનંદ ગુલાલ
આવ્યો અષાઢ લઈ મંગલ મલકાટ
નંદાલયે શોભંત ચાંદી હિંડોળે લાલ
પધારી ઠાકોરજી કરજો રે વ્હાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ
અષાઢવદ નોમ છે આજે ગિરિરાજ
ઝૂલા શણગાર્યા અમે વૃક્ષોની ડાળ
ગિરિ કુંજ ભક્તિથી રીઝવે ગોપાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ
શ્રાવણસુદ નવમીએ ઘેલાં યમુનાજી
ઝૂલે કદમની ડાળ નાના ઠાકોરજી
ભાગ્યવંતો નીરખે જશોદાનો લાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ
શ્રાવણ ભાદોના સુંદર હિંડોળા
ઝૂલાવું હળવે પ્રભુ મારા શામળા
નાચે મોર ને હરખે હરિલાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ
આવોને ઝૂલે ઝૂલાવીએ નંદલાલ
વૃન્દાવન કામવન ઉછાળે ગુલાલ
વ્રજ ગોવર્ધન શણગારે લાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ
રમેશ પટેલ ‘આકાશદીપ’

હિંડોળે ઝૂલતા શ્રીહરિના દર્શન કરી ભક્તોનો હરખ હિલોળે ચડશે
nice bhajan.
આદરણીય શ્રી રમેશભાઈ,
હિંડોળા ના દર્શન અને તેમાં પણ શણગારમાં વિવિધતા ઠાકોરજી માટે … એ અનેરો લાભ છે. અને હિંડોળા આગમનની વધાઈ આપની, ખૂબજ સુંદર માણવા મળી.
રમેશભાઈ,
ખરેખર આપે બહુજ સુંદર હિંડોળાના દર્શન કરાવ્યા.
વિરાટનો હિંડોળો ઝાકમઝોળ
-નાનાલાલ કવિ
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
આવ્યો અષાઢ લઈ મંગલ મલકાટ
નંદાલયે શોભંત ચાંદી હિંડોળે લાલ
પધારી ઠાકોરજી કરજો રે વ્હાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ
તહેવારોની મોસમ સાથે અષાઢ મહિનો પ્રભુ ભક્તિના મહિમા રૂપ
હિંડોળા દર્શનનો અમુલ્ય લાભ મળ્યો.
અભિનંદન.