Feeds:
Posts
Comments

Archive for July 10th, 2012

(Thanks to Divyabhaskara)

- સાપુતારાથી કન્યાકુમારી સુધીના વિસ્તારને મળ્યું વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન

લુપ્ત થઇ રહેલી અણમોલ કુદરતી જીવસૃષ્ટિ અને સોગાદોની જાળવણી અને જતન માટે વિશ્વભરમાં પ્રયાસ થઇ રહ્યા છે. જેમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા યુનાઇટેડ નેશન્સ એજ્યૂકેશન, સાયિન્ટિફક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન(યુનેસ્કો) દ્વારા વિશ્વભરમાં પથરાયેલી કુદરતની આણી અણમોલ ભેટો અને માનવસર્જીત અજબ-ગજબના સ્મારકોને ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’માં સ્થાન આપવામાં આવે છે.

આ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ગુજરાતના સાપુતારાથી શરૂ થતી ભારતના ૧,૬૦૦ કિલોમીટર લાંબા પશ્ચિમી ઘાટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પશ્ચિમી ઘાટ પ્રાકૃતિક સૌંદર્ય અને જૈવ વૈવિધ્ય (બાયોલોજિકલ ડાયવર્સિટી)થી ભરપુર છે. જે હિમાલયની પર્વતમાળાથી પણ પ્રાચીન હોવાનું કહેવાય છે.

૧૬૦૦ કિ.મી. લાંબો પશ્ચિમી ઘાટ વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં…

કુદરતી સંપત્તિનું જતન થશે :

પશ્ચિમી ઘાટને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરતાં હવે આ ક્ષેત્રના વૈવિધ્ય એટલે કે પશુ, પક્ષીઓ, કીટકો અને વનસ્પતિ વગેરેના બહુવિધ પ્રકારોની વિપુલતાની જાળવણી, જતન અને સંવર્ધન માટે યુનેસ્કો વિશેષ કાર્યક્રમો હાથ ધરશે.

પશ્ચિમી ઘાટને આઠમું સ્થાન મળ્યું :

વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પશ્ચિમી ઘાટને આઠમું સ્થાન મળ્યું છે. પશ્ચિમી ઘાટ પર કાસી પઠાટ, ચાંદોલી અભયારણ્ય, હાજીપુર અભયારણ્ય વગેરે લોકપ્રિય સ્થળો આવેલાં છે. પશ્ચિમી ઘાટ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદેથી શરૂ થઇ ગોવા, કણૉટક, તમિળનાડુ અને કેરળ સુધી પથરાયેલો છે. તેનો છેડો કન્યાકુમારીમાં આવેલો છે.

વર્લ્ડ હેરિટેજની અન્ય સાત હોટસ્પોટ સાઇટ :

૧. વાલોનિયાની કોલસાની ખાણો (બેલ્જિયમ)

૨. હેલસિંગલેન્ડના સુશોભિત ફાર્મહાઉસીસ (સ્વીડન)

૩. રિયો ડી જાનેરો, કેરિઓકા લેન્ડસ્કેપ્સ (બ્રાઝિલ)

૪. નીઓલિથિક સાઇટ ઓફ કેટલહોયુક(તુર્કી)

૫. ઔનિયાંગાના તળાવ(ચાડ)

૬. સાંઘા ટ્રિનેશનલ (કેમરૂન, સેન્ટ્રલ આફ્રિકન રીપબ્લિક, કોંગો)

૭. ચેંગજિયાંગ ફોસ્સિલ સાઇટ(ચીન)

સાપુતારાનું પૌરાણિક મહત્વ :

સાપુતારા ગુજરાતની દક્ષિણે સહ્યાદ્રિની પર્વતમાળામાં સાપોના નિવાસ સ્થાન તરીકે ઓળખાય છે. દરિયાની સપાટીથી ૧૦૦૦મીટરની ઊંચાઇએ આવેલા આ સ્થળ વિષે અનેક લોકવાયકા છે

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.

Join 129 other followers