ઈશ્વરીય કણ’ …..સંકલન…રમેશ પટેલ(આકાશદીપ)
વૈચારિક શક્તિના બે પાસા છે, એક આધ્યાત્મિક અને બીજું વૈજ્ઞાનિક. બ્રહ્માંડ એટલે કોસ્મિક ગેબી અલોપી શક્તિઓના અનંતા ખેલ.
અનાદી કાળથી અવકાશી તારા મંડળો , ગ્રહો કે નિહારિકાઓ પોતાની પરિકમ્મા, પોતાથી વધુ શક્તિઓ દ્વારા કેન્દ્રીત સંતુલિત પરિકમ્માના પથે ક્ષણક્ષણના હિસાબ સાથે કરે જ જાય છે. હજુ કરોડો માઈલ દૂર રહી , અદ્ર્શ્ય બંધનો આટલા ભારે જલતા વિસ્ફોટો ભર્યા પદાર્થોને કેવી રીતે નિયમન સાથે ફેરવે છે અને વિસ્તરતું પણ માનવામાં આવે છે , એ કોયડો વિજ્ઞાનને
પણ જટીલ લાગે છે.
ગયા સપ્તાહે , પૃથ્વીવાસી તજજ્ઞ માનવ સમુદાયે સહિયારા પુરુષાર્થથી (CERNના વૈજ્ઞાનિકોના પ્રયોગ ) , પરમાણું ના ઘટકો જેવા પ્રોટોન, ઈલોક્ટ્રોન ને ન્યુટ્રોન સાથે ચોથો પાર્ટિકલ’ હિગ્સ બોસોનના’ અસ્તિત્ત્વની ઝાંખી દશવર્ષની અતિ આધુનિક પ્રયોગથી ન્યુટ્રોન બોમાર્ડીંગથી જોવાનો દાવો કર્યો ને બ્રહ્માંડની રચનાનો તાગ મેળવવાનાં દ્વાર ખોલવાની આશા જગાવી. આ’ ઈશ્વરીય કણ’ એજ સર્વ પદાર્થોને ભાર દઈ પદાર્થને પ્રગટ કરવાની ક્ષમતા ધરાવે છે એમ માનવું છે. આ કણની થીયરી એસ્ટાબ્લીશ કરવામાં મુખ્ય ફાળો આપનાર, ભારતીય વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝનું નામ જોડી, વૈજ્ઞાનિક જગતે આ સૂક્ષ્મ કણને ‘હિગ્સ બોઝોન ‘ નામ આપ્યું છે. વિજ્ઞાનના આ મહાપુરુષાર્થની વૈજ્ઞાનિક ગાથા ઋગવેદની રૂચા ‘કણકણમેં ભગવાન’ ના
રહસ્યની પૂર્તિ કરેછે. ચાલો આ નવયુગના સમાચારને વધાવીએ…
…………………………………..
(Thanks to Source: divyabhaskar.com)
વિજ્ઞાનીઓએ બુધવારે પરમાણુની અંદર નવા કણ શોધી કાઢ્યા હોવાનો દાવો કર્યો છે. આ હિગ્સ બોઝોન એટેલ ગોડ પાર્ટીકલ સાથે સામ્યતા ધરાવે છે કે જેના દ્વારા એવું મનાય છે કે બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું. સર્નના વિજ્ઞાનીઓ બ્રહ્માંડના આ રહસ્યને ઉકેલવા ૨૦૦૮થી પ્રયોગ કરી રહ્યા હતા. બુધવારે તેમણે તેમના પરિણામો જાહેર કર્યાં. વિજ્ઞાનીઓની ટીમના પ્રવક્તા જોય ઇન કાડેલાએ કહ્યું કે ‘અમે હિગ્સ બોઝોનની નજીક પહોંચી ગયા છે. જોકે નવો કણ હિગ્સ બોઝોન છે તે કહેવામાં સમય લાગશે.’ પરંતુ પ્રયોગ દરમિયાન જે કણ મળ્યા તે તેના જેવા જ છે.
A News……
આ હિગ્સ બોઝોન એટેલ ગોડ પાર્ટીકલ સાથે સામ્યતા ધરાવે છે કે જેના દ્વારા એવું મનાય છે કે બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું. સર્નના વિજ્ઞાનીઓ બ્રહ્માંડના આ રહસ્યને ઉકેલવા ૨૦૦૮થી પ્રયોગ કરી રહ્યા હતા. 27 કિલોમીટર લાંબી ટનલને જેક્સ પર ઊભી રાખવામાં આવી છે.જે ભારત દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. ભારતના એકસો જેટલા વૈજ્ઞાનિકો CERN ખાતે તેમની બૌદ્ધિક સેવાઓ આપી રહ્યાં છે.
…………………………….
ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યૂટ્રોનથી અણુ બને છે. ગોડ પાર્ટિકલથી આ અણુને ભાર મળે છે. જ્યારે કર્ણોમાં ભાર આવે છે તો તે એકબીજાને મળે છે.
પાર્ટિકલ કે અતિ સૂક્ષ્મ તત્વોને વૈજ્ઞાનિક બે શ્રેણીમાં વહેંચે છે- સ્ટેબલ એટલે કે સ્થિર અને અનસ્ટેબલ એટલે કે અસ્થિર. જે સ્ટેબલ પાર્ટિકલ હોય છે તેમની ઉમર લાંબી હોય છે. આવા પ્રોટોન અરબો-ખરબો વર્ષો સુધી રહે છે, જ્યારે કેટલાક અનસ્ટેબલ પાર્ટિકલ વધારે રહી શકતા નથી અને સ્વરૂપ બદલ્યાં કરે છે.
જો કે, કર્ણોમાં ભાર આવવા અને તેમના મળવાની વાત સમજાય જાય તેવી છે, પરંતુ અત્યારસુધી કોઇ પ્રયોગ હિગ્સ કર્ણોની હાજરીનું પ્રમાણ આપી શક્યા ન હતા.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જે રીતે હિગ્સ બોસોનનો અંત થતાં પહેલા તેના રૂપ બદલાય છે તે રીતના કેટલાક અતિ સૂક્ષ્મ કર્ણ જોવા મળ્યા છે, તેથી આશા જાગી છે કે આ પ્રયોગ સફળ રહેશે.
……………………………………….
ઈશ્વરીય કણ’ …..
ભાર કે દ્રવ્યમાન એ વસ્તુ છે જેને કોઇ વસ્તુ પોતાની અંદર રાખી શકે છે. જો કંઇ નહીં હોય તો પછી કોઇ વસ્તુમાં પરમાણુ તેની આસપાસ ફરતા રહેશે અને જોડાશે નહીં. આ સિદ્યાંત અનુસાર દરેક ખાલી જગ્યામાં એક ફિલ્ડ બનાવવામાં આવ્યું છે, જેને હિગ્સ ફિલ્ડનું નામ આપવામાં આવ્યું. આ ફિલ્ડમાં કણ હોય છે.
………………………………………..
કણકણમાં ભગવાન….રમેશ પટેલ(આકાશદીપ)
વદે વેદની ઋચા સુજ્ઞ
કણકણમાં ભગવાન
સૂક્ષ્મ જગને પરખે અંતર
ગઠન ગૂંથે કિરતાર
કેમ જગત આ? કેવું વિશ્વ આ?
ખોળે ભાષા આ વિજ્ઞાન
લોપી અલોપી ખેલ નિરાલા
ઢૂંઢે શક્તિના સંધાન
લીલા અનોખી ગતિ શક્તિની
કોટિ રમે દેતિ દુવિધા
કોણ તપવતું ઊંડા પાતાળો
ભેદ ભારી જ અતાગા
આનાદિ બ્રહ્માંડ રમે અનંતા
અગોચરા રે બંધન
‘ઈશ્વરીય કણની’ માયા મોંઘેરી
વિજ્ઞાન કરે રે વંદન
કોણ કરે આ ગર્ભિત શાસન
ફક્ત કરવાવાળો જાણે
ભેદ ભરમના મહા ખજાના
ચાર ટકા જ ભાણે
બાકી મારો રામ એ જાણે(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
…………………………………
સંકલન…રમેશ પટેલ(આકાશદીપ)
……………………………………………………………
ગૉડ પાર્ટિકલ’ : હલ્લાગુલ્લા અને હકીકત
![]() |
| હિગ્સ બોસોનની જાહેરાત પછી પીટર હિગ્સ/Peter Higgs (right) |
બ્રહ્માંડ શાનું બનેલું છે- તેના મૂળ ઘટકો-કણો કયા છે, તેનો ખ્યાલ આપતા ‘સ્ટાન્ડર્ડ મોડેલ’માં ૧૬માંથી ૧૫ કણોની હયાતી પુરવાર થઇ ચૂકી હતી. છેલ્લે ૧૯૯૫માં અમેરિકાના ભૌતિકશાસ્ત્રીઓએ ટોપ ક્વાર્કનું અસ્તિત્ત્વ પણ પુરવાર કરી દીઘું હતું. બસ, એક હિગ્સ-બોસોનનું અસ્તિત્ત્વ હજુ સુધી થિયરી પૂરતું સીમિત હતું. બ્રહ્માંડના સર્જન માટે કારણભૂત એવા બિગ બેન્ગ પછી તરતની ઘડીઓમાં હિગ્સ-બોસોનનું મહત્ત્વ જોતાં, આમજનતામાં પ્રચારપ્રસાર માટે તેને નામ અપાયું :‘ગૉડ પાર્ટિકલ’. આ નામથી લોકોને તેનું મહત્ત્વ સમજાવવાની જરૂર ન રહે એ ખરું, પણ એ નામ ધરાર ગેરરસ્તે દોરનારું હતું. તેના પાપે શુદ્ધ વિજ્ઞાનની ભગવાન સાથે ભૂલભરેલી ભેળસેળ થતી હતી. તેથી ઘણાખરા વિજ્ઞાનીઓ હિગ્સ બોસોનને ‘ગૉડ પાર્ટિકલ’ તરીકે ઓળખવા રાજી નથી. હિગ્સ-બોસોનના અસ્તિત્ત્વ અંગેની જાહેરાત પછી પણ ‘ગૉડ પાર્ટિકલ’ અને ‘ગૉડ’ વચ્ચેનો ગોટાળો ચાલુ રહ્યો છે. ઘણાં લખાણોમાં ‘ગૉડ પાર્ટિકલ’ને ઇશ્વરીય કે દૈવી તત્ત્વ ગણાવીને, તેના અસ્તિત્ત્વથી ‘માણસે ભગવાન સાથે સંકળાયેલું દૈવી તત્ત્વ શોધી કાઢ્યું’ અથવા ‘માણસ ભગવાનની શોધમાં સાવ નજીક પહોંચી ગયો’- એવાં ભૂલભરેલાં અર્થઘટન થયાં. એ સિવાય બીજી ઘણી ગૂંચો સર્જાઇ છે. તેના તાણાવાણા છૂટા પાડીને, હિગ્સ બોસોનનો આખો મામલો, બને એટલા સરળ શબ્દોમાં સમજવાની કોશિશ કરીએ.હિગ્સ-બોસોનનો મહિમા ભૌતિકશાસ્ત્રીઓના અનુમાન પ્રમાણે, ૧૩.૭ અબજ વર્ષ પહેલાં એક બિગ બેન્ગ એટલે કે મહાવિસ્ફોટ થયો. તેમાંથી દળ (માસ) વગરના કણો અને રેડિએશન (વિકિરણ) સ્વરૂપે એનર્જી (ઊર્જા) પેદા થયાં. પણ એક મિનીટ. જે દળ વગરના હોય તેમને કણ કેવી રીતે કહેવાય? તેનો જવાબ છેઃ ‘કણ’ વિશેની સામાન્ય સમજણ કરતાં ભૌતિકશાસ્ત્રનો ખ્યાલ સાવ અલગ છે. કણની વર્તણૂંક અને બ્રહ્માંડમાં તેમની ભૂમિકા સમજાવતાં સમીકરણોમાં કણોને દળવિહીન- માસલેસ ગણવામાં આવ્યા છે. કણો દળ ધરાવે છે એવું ધારવામાં આવે તેની સાથે જ, બ્રહ્માંડની રચના સમજાવતાં – અને અત્યાર લગી સાચાં નીવડેલાં- સમીકરણ ખોટાં પુરવાર થાય. માટે, એવો રસ્તો કાઢવો પડે કે જેથી સાપ ન મરે અને લાઠી ન તૂટે. કણોની મૂળભૂત પ્રકૃતિ દળવિહીન રહે, છતાં વાસ્તવિક દુનિયામાં જોવા મળતા કણના દળનો ખુલાસો આપી શકાય.
આ હેતુ માટે ‘હિગ્સ ફિલ્ડ’ની કલ્પના કરવામાં આવીઃ બિગ બેન્ગ પછી પેદા થયેલા દળ વગરના કણ અદૃશ્ય રગડા જેવા ‘હિગ્સ ફિલ્ડ’માં આવ્યા. તેમને ઓછાવત્તા પ્રમાણમાં ‘રગડો’ ચોંટ્યો, એટલે તે દળ ધરાવતા થયા અને તેમની ઝડપમાં ઘટાડો થયો. ક્વાર્ક અને ઇલેક્ટ્રોન જેવા બધા કણોને રગડો એકસરખો ચોંટ્યો નહીં. એટલે તેમનું દળ જુદું જુદું હોય છે. પ્રકાશના મૂળભૂત ઘટક એવા ફોટોન કણો દળવિહીન હોય છે. તેનો અર્થ એ થયો કે હિગ્સ ફિલ્ડમાંથી તે પાણીમાં માછલું તરી નીકળે એમ પસાર થઇ ગયા. હિગ્સ ફિલ્ડનો રગડો તેમને ચોંટ્યો નહીં. એટલે તેમની પ્રકાશઝડપ જળવાઇ રહી.
કણોના દળની સમસ્યાનો નીવેડો તો જાણે હિગ્સ ફિલ્ડની કલ્પનાથી આવી ગયો, પણ હિગ્સ ફિલ્ડ પોતે શાનું બનેલું હોય? બ્રહ્માંડનાં ચાર મૂળભૂત પરિબળોમાંથી ગુરૂત્વાકર્ષણને બાદ કરતાં બાકીનાં ત્રણ- ઇલેક્ટ્રો મેગ્નેટિઝમ/ વિદ્યુત ચુંબકત્વ, વીક ફોર્સ અને સ્ટ્રોંગ ફોર્સ વર્તે છે આખા ક્ષેત્ર/ફિલ્ડની જેમ, પણ તે મૂળભૂત રીતે કણોના બનેલા હોય છે. બરફગોળો બરફની અસંખ્ય કરચોનો બનેલો હોય છે. છતાં, તેનું અસ્તિત્ત્વ અને તેની અસર આખા બરફગોળા તરીકે નથી હોતાં? એવી જ રીતે, બધા કણોને દળ આપનાર હિગ્સ ફિલ્ડની અસર ભલે આખા રગડા તરીકે થતી હોય, પણ એ રગડો અનેક મૂળભૂત કણોનો બનેલો હોવો જોઇએ. પરમાણુથી નાના- સબએટમિક- કણો તેમના ગુણધર્મોના આધારે ફર્મિઓન અને બોસોન એમ બે ભાગમાં વહેંચાયેલા છે. તેમાંથી હિગ્સ ફિલ્ડના કણ ‘બોસોન’ પ્રકારના હોવાથી, તે હિગ્સ બોસોન તરીકે ઓળખાયા. આગળ જણાવ્યું તેમ, ભૌતિકશાસ્ત્રના સ્ટાન્ડર્ડ મોડેલ પ્રમાણે, હિગ્સ ફિલ્ડ દળ વગરના કણોને દળ બક્ષે છે. એ હિસાબે હિગ્સ ફિલ્ડના ઘટકકણ એવા હિગ્સ બોસોન પોતે બાકીના બધા જાણીતા કણો કરતાં ઘણા વધારે દમદાર- દળદાર હોવા જોઇએ.એવું ભૌતિકશાસ્ત્રીઓનું ગણતરીપૂર્વકનું અનુમાન હતું.કલ્પનાને સાચી પાડતો પ્રયોગ અત્યાર લગી ઓઝલ રહેલા હિગ્સ બોસોનની ભાળ શી રીતે મેળવવી? એ માટે બિગ બેન્ગ જેવા સંજોગો સર્જવા પડે. આ હેતુથી જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)માં લાર્જ હેડ્રન કોલાઇડર ઊભું કરવામાં આવ્યું. તેની ૨૭ કિલોમીટર લાંબી ટનલમાં પ્રકાશની ગતિથી થોડીક જ ઓછી ગતિ ધરાવતા પ્રોટોન વચ્ચે અનેક ટક્કરો થઇ. બિગ બેન્ગ નહીં, સ્મોલ બેન્ગ હી સહી. ટક્કરો નાના પાયે થવા છતાં, પરિસ્થિતિ અને પરિબળો બિગ બેન્ગ સાથે સામ્ય ધરાવતાં હોવાથી, આ ટક્કરમાંથી પણ ઉર્જા અને કણો છૂટાં પડવાં જોઇએ. ભૌતિકશાસ્ત્રીઓના અનુમાન પ્રમાણે, હિગ્સ ફિલ્ડ રચાવું જોઇએ અને તેમાંથી દળ મેળવીને ક્વાર્ક અને ઇલેક્ટ્રોન જેવા જાણીતા કણો ઉપરાંત બનવા જોઇએ. હિગ્સ ફિલ્ડ એટલે હિગ્સ બોસોન કણોનો સમુહ, પણ તેમની મુશ્કેલી એ છે કે તેમનું અસ્તિત્ત્વ કલ્પી પણ ન શકાય એટલા ઓછા સમય માટે હોય છે. એ ગણતરીમાં ‘પલ-દો પલ’ તો યુગ જેવડાં લાગે. ભૌતિકશાસ્ત્રીઓના મતે, હિગ્સ બોસોન પેદા થાય તો પણ તે માંડ એક ઝેપ્ટોસેકન્ડ ટકે. હવે આ ઝેપ્ટો સેકન્ડ એટલે શું? જવાબ છેઃ (મન મજબૂત કરીને વાંચજો) એક સેકન્ડના એક અબજમા ભાગનો એક અબજમો ભાગ અને તેનો પણ એક હજારમો ભાગ. આટલા સમય માટે પેદા થતા હિગ્સ બોસોનને ઝડપવો એટલે વીજળીના ઝબકારે મોતી પરોવવા કરતાં ઘણું વધારે કપરું કામ. વળી, હિગ્સ બોસોન કહેવાય ભલે પાર્ટિકલ, પણ તેનું અસ્તિત્ત્વ કંઇ નરી આંખે જોવાનું ન હોય. તેનું અસ્તિત્ત્વ ફક્ત વઘુ પડતા દળથી ઓળખવાનું હોય. લાર્જ હેડ્રન કોલાઇડરમાં ટક્કર થાય ત્યારે સેકંડની લાખો તસવીરો લેવાતી હોય. દર સેકન્ડે ૩૦ લાખ ડીવીડી ભરાય એટલો ડેટા પેદા થતો હોય, જેનું ૩૪ દેશોનાં ૧૦ હજાર કમ્પ્યુટર પર પૃથક્કરણ થાય. ૧૦ હજાર ભૌતિકશાસ્ત્રીઓ એ પરિણામોનો અભ્યાસ કરે. આ રીતે થતી પરિણામોની ચકાસણીમાં બે જુદી જુદી સંશોધક ટુકડીઓને અલગ અલગ રીતે, ૧૨૫ અબજ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું જંગી દળ ધરાવતા, પરમાણુથી પણ નાના કણની એંધાણી મળી. બ્રહ્માંડના બધા મૂળભૂત કણો વિશે ભૌતિકશાસ્ત્રીઓ જાણતા હતા, પણ તેમાંથી એકેયનું દળ આટલું ન હતું. બીજી તરફ, હિગ્સ સહિતના ઘણા ભૌતિકશાસ્ત્રીઓએ જે હિગ્સ ફિલ્ડની કલ્પના કરી હતી, તેના ઘટકો આટલા દળદાર હતા. લાર્જ હેડ્રન કોલાઇડરમાંથી મળેલાં પરિણામનો એ કલ્પના સાથે મેળ ખાધો. એટલે પૂરતી ચકાસણી કર્યા પછી, સલામતીપૂર્વક એવી જાહેરાત કરવામાં આવી કે પ્રોટોનની ટક્કરમાં તેમને પ્રચંડ દળ ધરાવતો નવો કણ લાઘ્યો છે, જે હિગ્સ બોસોન જેવો હોવાની સંભાવના છે. આટલા વર્ણન પરથી એ સ્પષ્ટ છે કે હિગ્સ બોસોનની આખી વાતમાં કશું દૈવી કે ઇશ્વરીય નથી. બઘું સદંતર ભૌતિક અને વૈજ્ઞાનિક છે.હવે શું ? ભૌતિકશાસ્ત્રનું વર્ષ ૨૦૦૪ માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર ડેવિડ ગ્રોસે કહ્યું છે તેમ, ‘અત્યારે હાથ લાગેલો જણાતો કણ હિગ્સ બોસોન નહીં, પણ હિગ્સ કણ છે- ઇટ્સ નોટ ધ હિગ્સ બોસોન બટ એ હિગ્સ.’ આ કણ બોસોનની વ્યાખ્યા પ્રમાણેનાં લક્ષણો ધરાવે છે કે કેમ તેની પૂરી ચકાસણી હજુ થશે. હિગ્સ બોસોનના અસ્તિત્ત્વની પાકી ખાતરી થઇ જાય, તો સૃષ્ટિના મૂળભૂત ઘટકકણો/ બિલ્ડિંગ બ્લોક્સ વિશેની યાદી સંપૂર્ણ બને છે અથવા એમ કહી શકાય કે, અત્યાર સુધીની જેટલા ઘટકોની કલ્પના કરવામાં આવી હતી એ સૌનું અસ્તિત્ત્વ પુરવાર થાય છે. પરંતુ લાર્જ હેડ્રન કોલાઇડરમાં થતી ટક્કરોમાંથી બીજા, અજાણ્યા કણો મળી આવવાની શક્યતા પણ ઊભી રહે છે. એ સિવાય ઘણા સવાલ પણ ઊભા થાય. જેમ કે, ૧૨૫ અબજ ઇલેક્ટ્રોન વોલ્ટનું દળ ધરાવતો અને અત્યારે ‘હિગ્સ બોસોન’ માની લેવાયેલો કણ તે હિગ્સ બોસોનનો એકમાત્ર પ્રકાર છે કે તેના બીજા વઘુ-ઓછું દળ ધરાવતા પ્રકારો પણ છે? એકથી વધારે પ્રકારના હિગ્સ બોસોન હોય તો તેમના વિઘટનનાં પરિણામ જુદાં જુદાં આવે છે? એવી જિજ્ઞાસા શમાવવા માટે, વઘુ પ્રયોગો અને પરિણામોનાં વઘુ પૃથક્કરણોની રાહ જોવી પડશે. હિગ્સ બોસોન તરીકે મનાયેલા કણનું અસ્તિત્ત્વ સાબીત થયા પછી, તેનાં લક્ષણો અને ગુણધર્મોની ચકાસણીનું તથા તે બીજા કણો સાથે કેવી રીતે વર્તે છે, તે જાણવાનું કામ વર્ષો સુધી ચાલશે. ભૌતિકશાસ્ત્રની ઘણી શોધોની જેમ હિગ્સ બોસોનના અસ્તિત્ત્વનું પ્રમાણ અત્યારે સામાન્ય માણસને કશા કામમાં આવે એવું જણાતું નથી. પરંતુ બ્રહ્માંડની ઉત્પત્તિ અને તેનો વિસ્તાર જાણવાની અદમ્ય જિજ્ઞાસા મનુષ્યને બીજાં પ્રાણીઓથી જુદો પાડતું મહત્ત્વનું લક્ષણ છે. એ સફરમાં જ્ઞાનની સાથે આડપેદાશ તરીકે ભૌતિક સુખસગવડની ચીજો નીપજી આવતી હોય છે. એક સદી પહેલાં,ઇ.સ. ૧૮૯૭માં ઇલેક્ટ્રોનનું અસ્તિત્ત્વ પુરવાર થયું ત્યારે લોકોને ભાગ્યે જ અંદાજ હશે કે તે વીજળી જેવી માનવજીવનમાં મહત્ત્વનો ફેરફાર આણનારી શોધ માટે કારણભૂત બનશે. એવી જ રીતે, હિગ્સ બોસોનની ભાળ મેળવવા નિમિત્તે થતા પ્રયોગોના આડફાયદા અત્યારે દેખાતા નથી, પણ ભવિષ્યમાં એ નહીં જ મળે એવું શી રીતે કહેવાય? પણ ત્યાં સુધી ‘હિગ્સ બોસોન’ને તેના બગડેલા નામ (‘ગૉડ પાર્ટિકલ’)ને બદલે સાચા નામે ઓળખવાની ટેવ પાડી લેવામાં કશું ખોટું નથી.

વાહ
આનાદિ બ્રહ્માંડ રમે અનંતા
અગોચરા રે બંધન
‘ઈશ્વરીય કણની’ માયા મોંઘેરી
વિજ્ઞાન કરે રે વંદન
કોણ કરે આ ગર્ભિત શાસન
ફક્ત કરવાવાળો જાણે
ભેદ ભરમના મહા ખજાના
ચાર ટકા જ ભાણે
બાકી મારો રામ એ જાણે(
by Jonathan Atteberry
Particle physics usually has a hard time competing with politics and celebrity gossipfor headlines, but the Higgs boson has garnered some serious attention. That’s exactly what happened on July 4, 2012, though, when scientists at CERN announced that they’d found a particle that behaved the way they expect the Higgs boson to behave. Maybe the famed boson’s grand and controversial nickname, the “God Particle,” has kept media outlets buzzing. Then again, the intriguing possibility that the Higgs boson is responsible for all the mass in the universe rather captures the imagination, too. Or perhaps we’re simply excited to learn more about our world, and we know that if the Higgs boson does exist, we’ll unravel the mystery a little more.
In order to truly understand what the Higgs boson is, however, we need to examine one of the most prominent theories describing the way the cosmos works: the standard model. The model comes to us by way of particle physics, a field filled with physicists dedicated to reducing our complicated universe to its most basic building blocks. It’s a challenge we’ve been tackling for centuries, and we’ve made a lot of progress. First we discovered atoms, then protons, neutrons and electrons, and finally quarks and leptons (more on those later). But the universe doesn’t only contain matter; it also contains forces that act upon that matter. The standard model has given us more insight into the types of matter and forces than perhaps any other theory we have.
Here’s the gist of the standard model, which was developed in the early 1970s: Our entire universe is made of 12 different matter particles and four forces . Among those 12 particles, you’ll encounter six quarks and six leptons. Quarks make up protons and neutrons, while members of the lepton family include the electron and the electron neutrino, its neutrally charged counterpart. Scientists think that leptons and quarks are indivisible; that you can’t break them apart into smaller particles. Along with all those particles, the standard model also acknowledges four forces: gravity, electromagnetic, strong and weak.
As theories go, the standard model has been very effective, aside from its failure to fit in gravity. Armed with it, physicists have predicted the existence of certain particles years before they were verified empirically. Unfortunately, the model still has another missing piece — the Higgs boson. What is it, and why is it necessary for the universe the standard model describes to work? Let’s find out.
Higgs Boson: The Final Piece of the Puzzle
As it turns out, scientists think each one of those four fundamental forces has a corresponding carrier particle, or boson, that acts upon matter. That’s a hard concept to grasp. We tend to think of forces as mysterious, ethereal things that straddle the line between existence and nothingness, but in reality, they’re as real as matter itself.
Some physicists have described bosons as weights anchored by mysterious rubber bands to the matter particles that generate them. Using this analogy, we can think of the particles constantly snapping back out of existence in an instant and yet equally capable of getting entangled with other rubber bands attached to other bosons (and imparting force in the process).
Scientists think each of the four fundamental ones has its own specific bosons. Electromagnetic fields, for instance, depend on the photon to transit electromagnetic force to matter. Physicists think the Higgs boson might have a similar function — but transferring mass itself.
Can’t matter just inherently have mass without the Higgs boson confusing things? Not according to the standard model. But physicists have found a solution. What if all particles have no inherent mass, but instead gain mass by passing through a field? This field, known as a Higgs field, could affect different particles in different ways. Photons could slide through unaffected, while W and Z bosons would get bogged down with mass. In fact, assuming the Higgs boson exists, everything that has mass gets it by interacting with the Higgs field. Unlike other fields, the all-powerful Higgs field occupies the entire universe, so nothing is outside of its reach. But like all fields, the Higgs one would need a carrier particle to affect other particles, and that particle is known as the Higgs boson.
On July 4, 2012, scientists working with the Large Hadron Collider (LHC) announced their discovery of a particle that behaves the way the Higgs Boson should behave. The results, while published with a high degree of certainty, are still somewhat preliminary. Some researchers are calling the particle “Higgslike” until the findings — and the data — stand up to more scrutiny. Regardless, this finding could usher in a period of rapid discovery about our universe.
Best Wishes,
(e mail from Pragynajuben)..Thanks
આનાદિ બ્રહ્માંડ રમે અનંતા
અગોચરા રે બંધન
‘ઈશ્વરીય કણની’ માયા મોંઘેરી
આદરણીય શ્રી રમેશભાઈ,
લીલા અનોખી ગતિ શક્તિની
કોટિ રમે દેતિ દુવિધા
કોણ તપવતું ઊંડા પાતાળો
ભેદ ભારી જ અતાગા ..
કોણ કરે આ ગર્ભિત શાસન
ફક્ત કરવાવાળો જાણે
ભેદ ભરમના મહા ખજાના
ચાર ટકા જ ભાણે
બાકી મારો રામ એ જાણે …
સુંદર રચના …
બોઝના નામ પર જ ‘બોસન’ નામ આપવામાં આવ્યું છે. કોઈ ભારતીયના નામ પર સંજ્ઞા
આપવામાં આવી હોય તેવો કદાચ આ એક માત્ર દાખલો છે.
આપણા બીજા જગ વિખ્યાત વિજ્ઞાની સર સી,વી.રામનના નામ ઉપરથી રામન રેઝ
નામ આપવામાં આવ્યું છે એવો મારો ખ્યાલ છે.અભ્યાસમાં આવેલું.