સમય જ બળવાન છે તેનો પરચો અનેક પ્રસંગોએ દેખાઈ આવેછે. રાજસિંહાસને
હુકમનો એક્કો ચલાવતા કેટલાય વગદાર નેતાઓ આજે કાયદાના શાસનમાં
જેલની હવા ખાઈ રહ્યા છે. ધન અને વકિલોની ફોજ અને મોટી ઓળખાણો
છતાં સમય ઊંધા મસ્તકે લટકાવી દે છે એ ઘટનાઓના સૌ સાક્ષી છે. ‘મારી સહી એ પથ્થર પરની લકીર’ એમ ગર્જતા ઓફીસરો પણ પાંદડાની જેમ ધ્રુજતા બાપડા બનતા સમાજે નિરખ્યા છે . બાહુબલીઓ પણ ફસાઈ એકમેકને સાફ કરતાં કરતાં સ્વયં સાફ થઈ જતા દેખાઈ આવે છે. આ સત્ય સમય સમયે પરચો દીધા વગર નથી રહેતું એ વાતના મર્મને સમજી એટલું જ શાણપણ…
GOOD TIME
(Thanks to webjagat for this picture)
એ તો ટાણે ઢળે…..રમેશ પટેલ(આકાશદીપ)
ના જાશો જ છકી સમય સરીખો ના રહે
મધ્યાહ્ને તપતો રવિ નક્કી સાંજે ઢળે
કેવો જાશે સમય ન કોઈ શક્યું કળી
રજવાડી ઠાઠો પળમાં તો ખાટે ઢળે
છે સત્ય જ, વાવો તેવું જ લણો જગે
વાવી જ ભલાઇ તો સુખ લલાટે ઢળે
ઘટમાળો જીવનની ઘૂમે જ ઋતુ સરખી
ના દો દોષ સમયને એ તો ટાણે ઢળે
રમેશ પટેલ (આકાશદીપ)
છંદ વિધાન-ગાગાગા ગાગાગા ગાગાગા ગાલગા

ના જાશો જ છકી સમય સરીખો ના રહે
મધ્યાહ્ને તપતો રવિ નક્કી સાંજે ઢળે
કેવો જાશે સમય ન કોઈ શક્યું કળી
રજવાડી ઠાઠો પળમાં તો ખાટે ઢળે
સરસ
ઉંચે ચઢે છે જ્યારે સૌને જ તુચ્છ ગણતા
પટકાય જ્યારે નીચે ત્યારે સમજ પડે છે …
સમય સમય બળવાન છે ,નહી મનુષ્ય બળવાન
કાબે અર્જુન લુંન્તિયો ,વોહી ધનુષ વોહી બાણ.
ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છે.
સમયને કોઈ પકડી શકે કે એને રોકી શકે એમ કોઈ નથી.
Time and tides wait for none.They always flow and fly ..
સમય ઉપર સમયસરની કાવ્ય રચના સમયે આપને ધન્યવાદ, રમેશભાઈ.
આદરણીય શ્રી રમેશભાઈ,
ના જાશો જ છકી સમય સરીખો ના રહે
મધ્યાહ્ને તપતો રવિ નક્કી સાંજે ઢળે …
ઘટમાળો જીવનની ઘૂમે જ ઋતુ સરખી
ના દો દોષ સમયને એ તો ટાણે ઢળે …
ખૂબજ સુંદર !
પ્રિય રમેશભાઈ;
પ્રેમ.
લ્યો સમય/કાળ પર પ્રતિકાવ્ય. કદાચ આપને ગમે.
આ કાળનો પ્રવાહ વહે,
જગત તેને સમય કહે,
વિશ્વની સર્વે કૃતિમાં,
આ કાળ છુપાયો રહે.
અકળ કાળની ગતીમાં,
સર્વ કાંઈ ધૂળમાં મળે.
શાણા સમજી શાનમાં
અકાળની યાત્રા ચહે.
શરદ.
છે સત્ય જ, વાવો તેવું જ લણો જગે
વાવી જ ભલાઇ તો સુખ લલાટે ઢળે……………………..
Rameshbhai Saras ! Gami !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Chandrapukar Par Avjo !
Shree Rameshbhai..thodi panktio ma aape samay vishe ghanu kahi didhu..
khub sunder rachana thai chhe..
ના જાશો જ છકી સમય સરીખો ના રહે
મધ્યાહ્ને તપતો રવિ નક્કી સાંજે ઢળે
કેવો જાશે સમય ન કોઈ શક્યું કળી
રજવાડી ઠાઠો પળમાં તો ખાટે ઢળે
છે સત્ય જ, વાવો તેવું જ લણો જગે
વાવી જ ભલાઇ તો સુખ લલાટે ઢળે
ઘટમાળો જીવનની ઘૂમે જ ઋતુ સરખી
ના દો દોષ સમયને એ તો ટાણે ઢળે