અષાઢ એટલે ગાજતો વરસતો મેઘરાજાને વધાવતો માસ. આ વર્ષે ભારતમાં
ચોમાસુ ધીમે ધીમે આગળ વધતું જાય છે ને મોડું પણ છલકતું આગળ વધશે
એવી આશા સહ ચાલો મનની સંવેદના સાથે તેને વધાવીએ….
(Thanks to webjagat for this picture)
કોણ ભીંજવે ભીતર……રમેશ પટેલ(આકાશદીપ)
કોણ ભીંજવે ભીતર
ગગન ગાજતું અંદર
ટપટપ છાંટે ગાતું હૈયું આજ મધુરાં ગાન
છોડ અઠખેલી પવન આતો કેવાં રે તોફાન
કોણ રમાડતું છાનું
છમછમ નાચે પ્યારું
મોર બનીને દે મનડાં મૌસમનો ટહુકાર
સાત રંગોથી કોણ રમે મેઘધનુષ ટંકાર?
અષાઢના આ સગડ
નક્કી વ્હાલના વાવડ
દૂર દૂર ભાળું વરસતો દોડીને વરસાદ
થઈ ધન્ય જગત ઝીલતું કુદરતી પ્રસાદ
સૂણ લીલુડા રે સાદ
મનગમતી એ યાદ
છૂટે સોઢમ ધરાની ને છમછમ સરવર
ઝીલું હથેલીએ ચોમાસું ને ભીતર ફરફર
કોણ ભીંજતું ભીતર…કોણ ભીજતું ભીતર
રમેશ પટેલ(આકાશદીપ)

અષાઢના આ સગડ
નક્કી વ્હાલના વાવડ
દૂર દૂર ભાળું વરસતો દોડીને વરસાદ
થઈ ધન્ય જગત ઝીલતું કુદરતી પ્રસાદ
સૂણ લીલુડા રે સાદ
મનગમતી એ યાદ
સુંદર
યાદ
આદરણીય શ્રી રમેશભાઈ,
અષાઢના આ સગડ
નક્કી વ્હાલના વાવડ
દૂર દૂર ભાળું વરસતો દોડીને વરસાદ
થઈ ધન્ય જગત ઝીલતું કુદરતી પ્રસાદ
સૂણ લીલુડા રે સાદ
મનગમતી એ યાદ
અષાઢ નો મેહુલો વરસે અને તે વાતાવરણમાં અનેક મીઠી યાદો ની સફરે પહોંચી જતાં હોઈએ છે. …!
સુંદર રચના …!
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
મોર બનીને દે મનડાં મૌસમનો ટહુકાર
સાત રંગોથી કોણ રમે મેઘધનુષ ટંકાર?
અષાઢના આ સગડ
નક્કી વ્હાલના વાવડ
મલ્હાર મેઘ વરસાવીને તડપતા હૈયાને કાવ્ય રસથી તરબોળ કરી દીધા છે.
ટપટપ છાંટે ગાતું હૈયું આજ મધુરાં ગાન
છોડ અઠખેલી પવન આતો કેવાં રે તોફાન….. વાહ વાહ મસ્ત શબ્દ પ્રયોગ…..
પ્રિય રમેશભાઈ;
પ્રેમ.
ધન્યભાગી છે એ જેની ભીતર ભીંજાવાની શરુઆત થઈ છે. ભીતર જ્યારે પ્રેમવર્ષા થવા માંડે ત્યારે આવા જ પ્રેમગાન પણ ઊઠવાના જ.મનડું મોર બનીને નાચે નહીં તો બીજું થાય પણ શું? બસ આ પ્રેમવર્ષામાં ભીજાતા આવડી જાય તો એક દિવસ ડુબતા પણ આવડી જાય છે.
પ્રભુશ્રિના આશિષ.
શરદ
શરદ
આદરણીય શ્રી રમેશભાઈ,
સુંદર રચના!