ગંગા મૈયા..સ્મરણ અને દર્શન સદા ચીરકાળથી પુનિત પાવન.
ગંગોત્રી ,મંદાકિની અને હરદ્વારે પુનિત કલરવ સાથે મૈયાની આરતી માણવી તેને સૌ ભારતવાસી પરમ સૌભાગ્ય માને છે. ત્રિવેણી સંગમ સાથે અનેક હિમાલયથી નીકળતી જલધારોને સંગ ગંગાસાગર બની બંગાળના ઉપસાગરમાં હરહર નાદ સાથે સમાઈ જાતી મૈયા ગંગા એ ભારતની પહેચાન છે.
ભારતની આ પાવન મૈયાનું એક નામ ત્રિપથગા છે..સ્વર્ગલોક, પૃથ્વીલોક
અને પાતાળલોક એ ત્રણે સ્થળે ગમન કરનાર એટલે ત્રિપથગા.
થોડા દિવસ પહેલાં ધ્વારકાપીઠના જગદગુરુશ્રી શંકરાચાર્યના નેજા હેઠળ ભેગા થઈ
’ગંગાને પ્રદૂષણ મૂક્ત કરવાના અભિયાન નિમિત્તે ‘ સંતો , સંસ્કૃતિ અને પર્યાવરણ પ્રેમીઓએ સરકારને
અસરકારક પગલાં માટે આવેદન આપેલ.
મારા ત્રીજા કાવ્ય સંગ્રહ ‘ત્રિપથગા’ ની આ સ્તુતિ સાથે આપણે
પણ સૂર પૂરાવીએ કે દરેક સરિતાઓ નિર્મળ જલધારા સાથે વહે..

(Thanks to webjagat for this pictures of Gangotri and Temple)
ત્રિપથગા……રમેશ પટેલ(આકાશદીપ)
તમેરે દયાળુ દેવ શીવજી
જગ કલ્યાણે જટાએ જીલ્યાં ગંગ
ભગીરથનાં ફળ્યાં રે તપડાં
ત્રિપથગાએ પાવન કીધાં ધરણી અંગ
મંગલ સુંમંગલ દિસે ગંગોત્રી
જેઠસુદ દસમે દશહરાએ દીધાં દર્શન
તમે રે ગંગાજી પુનિત પાવની
તમારે તટે ખીલ્યાં રે તપોવન
હરિદ્વારે ભાવે ઉતારીએ આરતી
તમારે શરણે થાય સુખિયાં જીવન
ગાય ગીતાજી અને ગંગાજીને નમીએ
કળિયુગે મહિમા તમારો રે મહાન
દીપમાળાઓની અમી આંખે ઝીલીએ
અલકનંદા મંદાકિની મનભાવન પુનિત
પાવન સ્નાને વહી જાય દુઃખડાં
પશ્ચ્યાતાપની ડૂબકીથી જીવન થાયે ચકિત
ત્રિવેણી સંગમે દર્શન રુપડાં
ધન્ય ભાગ્ય ખીલ્યાં રે ભરત ક્ષેત્ર
ગંગા સાગરે વગાડે વીણા વિવેકાનંદજી
હરહર ગંગેથી રાજીપો રળીશું ત્રિનેત્ર
તમેરે દયાળું દેવ શીવજી
તમે રે ગંગાજી પુનિત પાવની
મંગલ સુમંગલ દર્શન થશે પાવન
હર હર ગંગેથી ગુંજાવીશું તપોવન
કરજો સુખિયાં અમને આજીવન
રમેશ પટેલ(આકાશદીપ)

દીપમાળાઓની અમી આંખે ઝીલીએ
અલકનંદા મંદાકિની મનભાવન પુનિત
પાવન સ્નાને વહી જાય દુઃખડાં
પશ્ચ્યાતાપની ડૂબકીથી જીવન થાયે ચકિત
ત્રિવેણી સંગમે દર્શન રુપડાં
ધન્ય ભાગ્ય ખીલ્યાં રે ભરત ક્ષેત્ર
ગંગા સાગરે વગાડે વીણા વિવેકાનંદજી
હરહર ગંગેથી રાજીપો રળીશું ત્રિનેત્ર જીવનમા એકવાર તો અનુભવવું જ
’ગંગાને પ્રદૂષણ મૂક્ત કરવાના અભિયાન નિમિત્તે ‘ સંતો , સંસ્કૃતિ અને પર્યાવરણ પ્રેમીઓએ સરકારને
અસરકારક પગલાં માટે આવેદન આપેલ.
શ્રી રમેશભાઈ, સુંદર રજૂઆત અને રચના ..ગંગા મૈયા પાવન મૈયા..ત્રીપગથા ..નો અર્થ પણ જાણવા મળ્યો ..ખબર નહોતો ..
કોણે મન મહત્વ નથી ગંગાજી નું..કે નદીઓનું કે જળ નું અને જ્ઞાનીઓ કે જ્ઞાનનો પણ પાર નથી .. ..છતાં પણ દુષણ પ્રદુષણ વધ્યે જાય છે ..બહારનું કામ પણ સહેલું છે સાફ રાખવું અને તેથી ય કપરું ભીતર
તમેરે દયાળું દેવ શીવજી
તમે રે ગંગાજી પુનિત પાવની
મંગલ સુમંગલ દર્શન થશે પાવન
હર હર ગંગેથી ગુંજાવીશું તપોવન
કરજો સુખિયાં અમને આજીવન
જગનાનાથજી એ કેવું મહત્વ સમજાવ્યું ..
તમારી કાવ્યમય ભાવના ને નમસ્કાર કરું છું ..
આદરણીય શ્રી રમેશભાઈ,
દીપમાળાઓની અમી આંખે ઝીલીએ
અલકનંદા મંદાકિની મનભાવન પુનિત
પાવન સ્નાને વહી જાય દુઃખડાં
પશ્ચ્યાતાપની ડૂબકીથી જીવન થાયે ચકિત
ત્રિવેણી સંગમે દર્શન રુપડાં
ધન્ય ભાગ્ય ખીલ્યાં રે ભરત ક્ષેત્ર
ગંગા સાગરે વગાડે વીણા વિવેકાનંદજી
હરહર ગંગેથી રાજીપો રળીશું ત્રિનેત્ર
ત્રિપગથા… ગંગા મૈયા નો મહિમા દર્શાવતી ખૂબજ સુંદર ભાવ સાથેની રચના ! તેમજ .
ત્રિપગથા…શબ્દ નવો જાણવા મળ્યો… !
સરસ …એ જાણવા મળ્યુ કે ગંગાનુ આવુ બીજુ નામ પણ છે…. આપે કરેલા વર્ણન પછી… ત્યાની ચારધામ તરફની વનરાજી અને ગંગાના પ્રદેશો નજર સમક્ષ ખડા થઇ ગયા…..
હર હર ગંગેથી ગુંજાવીશું તપોવન
કરજો સુખિયાં અમને આજીવન
રમેશ પટેલ(આકાશદીપ)
Saras !
Liked it !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar !