આગ તાંડવના સમાચારો અને તબાહીના સમાચારોથી સૌનાં હૈયાં દ્રવિત થઈ જાય છે. સાજોતાજો માણસ આજે કોનો શિકાર થઈ જશે તે ભાખવું કઠિન થઈ
ગયુંછે. મહામૂલી જીંદગી આવી રીતે હડફેટે ચઢે એ આજના યુગની કરૂણાછે
અને વાસ્તવિકતાછે.એક તરફ અનેક લોકોના પુરુષાર્થે નવી દુનિયાને પ્રગતિથી શણગારી છે અને સાચેજ જીંદગી એ પ્રભુની મહામૂલી પ્રસાદી છે…આવી આ સુંદર જીંદગીને સારી રીતે જીવી જાણીએ એતો , એ મનોભાવ સાથે આ રચના માનસપટ પર રમવા માંડી.
“If you have a garden and a library,
you have everything you need.” – Cicero
(Thanks towebjagat for this picture)
જિદંગી.…રમેશ પટેલ(આકાશદીપ)
કોણ કહે છે જિંદગી છે રસ્તે રઝળતી વાર્તા
ભાઈલા,જીવી જાણો તો થઈ જાય એ મહાકથા
ચઢાવો ઢોળ પુરૂષાર્થે તો જિંદગી છે જીંદગી
ભૂલી જો ભટક્યા કરો તો દિસસે વેરાન જિંદગી
જેવું વિચારો એવી જ આવી રમશે આ જીંદગી
મીંચશો જો આંખ તો કદી ના ભાળશો એ રોશની
ભૂલી તમે ભૂલો ને ભાળો હસી નવતર આ જીંદગી
દોષો પડશે ખરી ને મલકશે મગરૂરી આ જીંદગી
જીવ્યા તમે ફક્ત પોતા માટે તો તમે શું જીવ્યા?
કેવું જીવતા દાતા બની, જુઓ ઊભાં આ ઝાડવાં
સાધુ થવું કે સંસારી થવું? વિચારે વહી જાશે જીંદગી
માંહ્યલાને રમવા દે મારી સાથે,હળવે બોલ્યા શ્રી હરિ
આયખું એવું ઉજળું કરજો એ અવિનાશી ને આશરે
સમાધીમાં સૂંતા પછી પણ લોક આવી દીવા કરે
રમેશ પટેલ(આકાશદીપ)
જીવ્યા તમે ફક્ત પોતા માટે તો તમે શું જીવ્યા?
કેવું જીવતા દાતા બની, જુઓ ઊભાં આ ઝાડવાં
સાધુ થવું કે સંસારી થવું? વિચારે વહી જાશે જીંદગી
માંહ્યલાને રમવા દે મારી સાથે,હળવે બોલ્યા શ્રી હરિ
વાહ
જીંદગી વિષેની સુંદર કવિતા છે.
સાધુ થવું કે સંસારી થવું? વિચારે વહી જાશે જીંદગી
માંહ્યલાને રમવા દે મારી સાથે,હળવે બોલ્યા શ્રી હરિ…
Jindagi ….Fill it up with the Pursharth !
Nice one !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting you to the New Post on Chandrapukar !
જીવ્યા તમે ફક્ત પોતા માટે તો તમે શું જીવ્યા?
કેવું જીવતા દાતા બની, જુઓ ઊભાં આ ઝાડવાં.
Dhavalrajgeera
http://www.bpaindia.org
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
આયખું એવું ઉજળું કરજો એ અવિનાશી ને આશરે
સમાધીમાં સૂંતા પછી પણ લોક આવી દીવા કરે
જિંદગી જીવવાના અમુલ્ય આદર્શો આપે રસમય શૈલીમાં ખુબ શોભાવ્યા છે.
બસ એક જ શબ્દ આના માટે…….વાહ….વાહ…વાહ
આદરણીય શ્રી રમેશભાઈ,
જીવ્યા તમે ફક્ત પોતા માટે તો તમે શું જીવ્યા?
કેવું જીવતા દાતા બની, જુઓ ઊભાં આ ઝાડવાં
સાધુ થવું કે સંસારી થવું? વિચારે વહી જાશે જીંદગી
માંહ્યલાને રમવા દે મારી સાથે,હળવે બોલ્યા શ્રી હરિ
એ હકીકત છે ઘણી વખત નક્કી કરવામાં જ જીવતર પૂરું થઇ જતું હોય છે અને કાંઈ નાં કર્યા નાં ભાર નીચે દેહ છૂટી જાય છે..
સુંદર રચના !
જેવુ વિચારો એવીજ આવી રમશે આ જીંદગી.
બહુજ સુંદર રચના.
જીવ્યા તમે ફક્ત પોતા માટે તો તમે શું જીવ્યા?
કેવું જીવતા દાતા બની, જુઓ ઊભાં આ ઝાડવાં
સાધુ થવું કે સંસારી થવું? વિચારે વહી જાશે જીંદગી
માંહ્યલાને રમવા દે મારી સાથે,હળવે બોલ્યા શ્રી હરિ
Waah Rameshbhai..Jindgee vishe sunder rachana..
Jivanam sarva bhuteshu..
“કેવું જીવતા દાતા બની, જુઓ ઊભાં આ ઝાડવાં” સંતોષી અને સમાજને ઉપયોગી થાય તેવું જીવન જીવવાની કળા માટે બહુ સરસ ઉપમા આપી છે.