ભારત મહાદ્વિપમાં મૌસમે કરવટ બદલીને વરસાદી વાયરાઓ આગળ વધી , તપતી ધરાને અને સૌના હૈયાને ટાઢક દેતા ગાજી રહ્યા છે. વર્ષા ઋતુ એટલે સૌના સુખનો આધાર. લીલુડી ધરા સૌની આંખ ઠારે અને ઝરમર વરસતા વરસાદને હથેલીમાં ઝીલી ઉરે ઉછાળવાની મસ્તી ચૂક્યા તો સાચો આનંદ ખોયો જ જાણો. આવો ચોમાસાની આલ્હાદક ક્ષણોમાં ભીંજાઈએ….
(Thanks to webjagat for this picture)ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર….રમેશ પટેલ(આકાશદીપ)
ગાજ્યાં ગગન ઘોર ગડગડ
ઝબૂકી વીજળી ઝળહળ ઝળહળ
અંગે ઓઢ્યું નભ નમણું ફરફર
ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર
પવન પાવડી ટપટપ ટપટપ
રમતું રમાડે હૈયું ખળખળ
ભાળ્યું ભીંનું ભોળું ભળભળ
રૂપલું સોણલું નીતર્યું ભરભર
ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર
ટહુક્યા મોરલા વનવન વનવન
છલક્યાં સરોવર છબછબ છબછબ
ધરણી લીલુડી છમછમ છમછમ
સરે સરીતાઓ સરસર સરસર
ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર
મિલન મોંઘેરાં મઘમઘ મઘમઘ
સૌરભમાં ડૂલ્યાં તનમન તનમન
વરસ્યાં ગમતીલાં ગીત ગુનગુન
છલકી સૃષ્ટિ આ રસભર રસભર
ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર
રમેશ પટેલ(આકાશદીપ)
ગાજ્યાં ગગન …………
ઝબૂકી વીજળી…………..
પવન પાવડી …………
.ટહુક્યા મોરલા………..
છલક્યાં સરોવર……..
ધરણી લીલુડી …………
સરે સરીતાઓ…………….
મિલન મોંઘેરાં ….સૌરભમાં ડૂલ્યાં તનમન ….વરસ્યાં ગમતીલાં ગીત…..છલકી સૃષ્ટિ
AND……
ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર
Rameshbhai,
You remembered Bharat & Gujarat….& the Rainy Season
And your Rachana’s Birth !
Nice !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !
Inviting ALL to my Blog !
“ટહુક્યા મોરલા વનવન વનવન
છલક્યાં સરોવર છબછબ છબછબ
ધરણી લીલુડી છમછમ છમછમ
સરે સરીતાઓ સરસર સરસર”
કલ્પના અતિ સુંદર છે, પણ આવું દૃષ્ય તો હવે ભારતમાં બહુ ઓછું જોવા મળે!
ગાઈ શકાય તેવી બહુ સરસ કવિતા છે.
ટહુક્યા મોરલા વનવન વનવન
છલક્યાં સરોવર છબછબ છબછબ
ધરણી લીલુડી છમછમ છમછમ
સરે સરીતાઓ સરસર સરસર
ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર
લયબધ્ધ ગેય ગીત
ભારતના દિવસો યાદ આવ્યા
પવન પાવડી ટપટપ ટપટપ
રમતું રમાડે હૈયું ખળખળ
ભાળ્યું ભીંનું ભોળું ભળભળ
રૂપલું સોણલું નીતર્યું ભરભર
ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર સરસ ગીત બન્યું પહેલી વર્ષા મુબારક..
અંગે ઓઢ્યું નભ નમણું ફરફર…
waah
આદરણીય શ્રી રમેશભાઈ,
ગાજ્યાં ગગન ઘોર ગડગડ
ઝબૂકી વીજળી ઝળહળ ઝળહળ
અંગે ઓઢ્યું નભ નમણું ફરફર
ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર …
ખૂબજ સુંદર ! આપણી ધરતી પર જ્યારે વરસાદ વરસે છે ત્યારે તે સમય નો માહોલ -લાહવો જ અલગ હોય છે…! સુંદર ભાવ !