સંસારમાં માવતરની છત્રછાયા એ પરમ સુખદાતા છે. પિતાની ફરજ આ તોફાની સંસાર સાગરમાં વહાણ હંકારતા સુકાની સમ છે. આપણા સૌના માટે તે અવિરત સંઘર્ષ હસતા મુખે ઝેલે છે.
૧૭મી જૂન એટલે Father’s Day..જીવન ઘડતર અને આ સંસાર ઘરનો ભાર ઉચકતા સાચા મોભ એટલે પિતા અને તેમના ઋણ સ્મરણ સાથે અહોભાવ પ્રગટ કરવાનું ટાણું . આજે ‘ પિતૃદેવો ભવ માતૃદેવો ભવ’ ના
મંત્ર સાથે ફૂલછાબ ધરીએ..
……………………………………………………………………………………………
(With Thanks to webjagat for this writeup)
Sunday June 17 will be the Happy Father’s Day of year 2012
A father plays a vital role in the foundation of a child’s character; that grows up seeing his father as a guiding star. If a mother makes home a heaven; a father provides his children with all the basic necessities. Fathers are those divine beings who preach us right and wrong and make us shine like stars. Blessed are the people who are being bestowed with kind father to look after them. So make your father feel proud of yourself for he deserves your affection, love and care. Nobody can fill up the gap or replace a father.
My father is a source of inspiration for me although he is no more within us, a deceased soul. He has gone to the next world, a world of perpetuity. Thanks dad for making me what I am today, for giving me shelter, adoration, fondness and warmth. The time I spent with him was ample to make me wise. Thanks dad for giving me an angel mother; to whom I look up and catch your glimpse.
I, without my father like the petals away, from the flower
………………………………..

(Thanks to webjagat for this picture)
કે હેતે અર્પું હું ફૂલછાબ….રમેશ પટેલ(આકાશદીપ)
ખળખળ વહેતાં ઝરણાં અમે
તમે પિતાજી પહાડ
જગ વાવાઝોડાં ઝીલ્યાં તમે
દઈ સાવજસી દહાડ…કે હેતે અર્પું હું ફૂલછાબ
પવન તમે ને માત ફૂલડું
મળી આંગણે વસંત
રૂક્ષ દીસતા ચહેરા ભલે
હસી ખુશીના સંગ
હૈયે જડીયા મોટા ખ્વાબ
કે હેતે અર્પું હું ફૂલછાબ
તિમિર વેદના વેઠી ઉરે
ધરી સુખની છાંય
થઈ ગયા મોટા અમે કેમના
ન જાણ્યું કદી જદુરાય
દેવ પ્રગટ તમે છો તાત
કે હેતે અર્પું હું ફૂલછાબ
ઘરઘર ઉજળા તમથી મોભી
ગદગદ લાગું જ પાય
ચક્ષુ અમારા ચરણો ધૂએ
સમરું સ્નેહ તણા એ દાન
ગાજે મન અંબરે રૂઆબ
કે હેતે અર્પું હું ફૂલછાબ…ખળખળ વહેતા..
રમેશ પટેલ(આકાશદીપ)
દેવ પ્રગટ તમે છો તાત,
હેતે અર્પું હું ફૂલછાબ….
Dhavalrajgeera
http://www.bpaindia.org
ફાધર્સ ડે નો ટૂંકો ઇતિહાસ ….Shri Vinodbhai Patel(વિનોદ વિહાર
ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા.. સાભાર .
રમેશ પટેલ(આકાશદીપ)
અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા વૉશિંગ્ટન રાજયના સ્પોકેનમાં ૧૯૦૯માં મિસિસ સોનોરા બી ડોડે (સોનોરા લુઇસ સ્માર્ટ ડોડે) ફાધર્સ ડે ઉજવણીનો આરંભ કર્યો હતો.
સોનોરાના પિતા વિલિયમ જેકસન સિવિલ વૉરના લડવૈયા હતા.એમનાં પત્ની મિસિસ સ્માર્ટ એમના છઠ્ઠા બાળકને જન્મ આપી સુવાવડમાં મૃત્યું પામ્યાં.નવજાત બાળક તથા અન્ય પાંચ બાળકોને ઉછેરવાની જવાબદારી ગામડામાં ખેતરમાં રહેતા મિ.સ્માર્ટને શિરે આવી પડી.મિસ્ટર મોમ તરીકે પંકાયેલ આ એકાકી વિધુર બાપે મા વિહોણા છ બાળકોને માની જરાયે ખોટ પડવા ન દીધી અને બાળકો પર અગાધ પ્રેમ અને લાગણીનો ધોધ વર્ષાવી પૂરી સંભાળ સાથે ઉછેર્યાં અને શીક્ષિત કર્યા .
મિસિસ સોનોરા ડોડ જ્યારે પુખ્ત ઉમરની થઇ ત્યારે એક રવિવારે ચર્ચમાં ‘મધર્સ ડે’વિષે પાદરીની વાત સાંભળતાં પોતાના પિતાએ એકલે હાથે છ બાળકોને ઉછેરવા માટે આપેલ ભોગ અને પરિશ્રમ ઉપર વિચાર કરતાં એને લાગ્યું કે મધર્સ ડે ની માફક પિતાને પણ સન્માનવા માટે એક અલગ દિવસ નક્કી કરી ‘ફાધર્સ ડે’ ઉજવવો જોઈએ .આ પછી સૌથી પહેલો ફાધર્સ ડે જુન,૧૯ ૧૯૧૦ના રોજ સ્પોકેન, વોશિંગટનમાં ઉજવાયો.ધીમે ધીમે ફાધર્સ ડેની ઉજવણી બીજા રાજયોમાં ફેલાતી ગઇ.ઉત્તર અમેરિકામાં શરૂ થયેલ આ પ્રથા ધીરે ધીરે દુનિયાના બીજા દેશોમાં પણ પ્રસરી ગઇ છે.
૧૯૧૬માં પ્રેસિડન્ટ વુડ્રો વિલ્સને આ પ્રથાને અપનાવી.૧૯૨૪માં અમેરિકન પ્રેસિડન્ટ કેલ્વિન કુલીજે ફાધર્સ ડેને એક રાષ્ટ્રિય તહેવાર તરીકે ઉજવવાના વિચારને પ્રોત્સાહન આપ્યું.છેવટે ૧૯૬૬માં પ્રથમ તત્કાલીન પ્રેસિડન્ટ લિન્ડન જહોન્સને અને ત્યારબાદ ૧૯૭૨માં પ્રેસિડન્ટ નીક્શને ફાધર્સ ડેને રાષ્ટ્રિય દિન તરીકે ઉજવવાના નિર્ણયના ખરડા ઉપર સહી કરી કાયદાકીય સ્વરૂપ આપ્યું ત્યારથી અમેરિકામાં દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે રાષ્ટ્રિય દિન તરીકે ઉજવાય છે.
ઘરઘર ઉજળા તમથી મોભી
ગદગદ લાગું જ પાય
ચક્ષુ અમારા ચરણો ધૂએ
સમરું સ્નેહ તણા એ દાન
ગાજે મન અંબરે રૂઆબ
કે હેતે અર્પું હું ફૂલછાબ…ખળખળ વહેતા..
શ્રી રમેશ ભાઈ આપે ખૂબ જ સુંદર ગીત ફાધર્સ ડે ના રજુ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી છે ..આજે આપનો પણ જન્મદિન છે માટે તમને શુભેચ્છાઓ વ્યક્ત કરું છું .
દિલીપ
Shri Dilipbhai
Thanks for your greetings.
આદરણીય શ્રી રમેશભાઈ,
ફાધર્સ ડે – પિતૃત્વદિન ના દિવસે ખૂબજ સુંદરભાવ સાથેની કિવતા દ્વારા તેમના મૂલ્યોનું જ્ઞાન કરાવ્યું અને તેમના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી.
આપનો જન્મદિન પણ આજે સાથે હોય આપને ‘દાદીમા ની પોટલી’ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ…
ધન્યવાદ !
V.Nice
nice.
ગાજે મન અંબરે રૂઆબ
કે હેતે અર્પું હું ફૂલછાબ…ખળખળ વહેતા..
રમેશ પટેલ(આકાશદીપ)
Rameshbhai,
Very Nice Rachana ! Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Happy Father’s Day to All !
દેવ પ્રગટ તમે છો તાત
કે હેતે અર્પું હું ફૂલછાબ
ઘરઘર ઉજળા તમથી મોભી
ગદગદ લાગું જ પાય
ચક્ષુ અમારા ચરણો ધૂએ
સમરું સ્નેહ તણા એ દાન
ખૂબ સરસ અભિવ્યક્તી …અને
હેપી ફાધર્સ ડે ટુ ફાધરસ એન્ડ ફાધર્સ એટ હાર્ટ
ખ
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
પવન તમે ને માત ફૂલડું
મળી આંગણે વસંત
રૂક્ષ દીસતા ચહેરા ભલે
હસી ખુશીના સંગ
પિતૃ દેવો ભાવની ઉક્તિ સમાન પિતૃ ઋણની ગર્જન કરતી
અનન્ય કૃતિ મૂકી આપે સાચા અર્થમાં ફાધર્સ ડે અર્થાત પિતૃદિનના
અવસરને સોળે કળાએ મળ્યો છે. ……..અભિનંદન