
(Thanks to webjagat for this picture)
વ્યવહારની સમજ….દાદાઈ વાણી
આત્મ જ્ઞાન કોને કહેવાય ?…
આત્મજ્ઞાનીનો વ્યવહાર જગતના મનુષ્યો કરતાં ઊંચામાં ઊંચો હોય. આત્મજ્ઞાન
વ્યવહાર સહિત હોવું જૉઈએ.
સંસારમાં એક શુભ વ્યવહાર હોય અને એક અશુભ વ્યવહાર હોય.જગતના
લોકો શુભાશુભ વ્યવહારમાં રહે જ્યારે સંતો શુભ વ્યવહારમાં રહે અને જે ચાર
વેદથી ઉપર ગયેલા છે એવા ‘જ્ઞાની પુરુષ’ શુભાશુભ વ્યવહારથી પર એવા
શુધ્ધ વ્યવહારમાં હોય.
વ્યવહારની સમજ…. વ્યવહાર જાગૃતિપૂર્વકનો હોય, તેને ‘આત્માનો ઉપયોગ’ કહેવાય. શુધ્ધ વ્યવહારએ આત્માના અનુભવ સહિતનો વ્યવહાર છે
અને શુભ વ્યવહાર આત્માના અનુભવ સિવાયનો વ્યવહાર છે.
સદવ્યવહાર…
જેમાં પોતાના કષાયો સામાને નુકશાન ના કરતા હોય, પોતાના કષાયો પોતાને એકલાને નુકશાન કરે…એ સદવ્યવહાર કહેવાય.
અહંકાર સહિત હોય જ્યારે શુધ્ધ વ્યવહાર નિર-અહંકારી હોય. શુધ્ધ વ્યવહાર સંપૂર્ણ ધર્મધ્યાન આપે અને જેટલો શુધ્ધ વ્યવહાર હોય
તેટલો શુધ્ધ ઉપયોગ રહે. શુધ્ધ ઉપયોગ એટલે ‘પોતે’ જ્ઞાતા-દૃષ્ટા હોય અને
તે શુધ્ધ વ્યવહારને જુએ.
શુધ્ધ વ્યવહાર પોતાના પુરુષાર્થથી થશે .કષાયો જ્યારે અસર કરતા નથી,
કષાયો જ્યાં આગળ શાન્ત થઈ જાય છે , ત્યાં શુધ્ધ વ્યવહાર જાણવો.
આપણે શુધ્ધ અને જગત શુધ્ધ . જેટલો શુધ્ધ ઉપયોગ એનું નામ શુધ્ધ નિશ્ચય, એ જ શુધ્ધ આત્મરમણતા અને તો જ શુધ્ધ વ્યવહાર રહે.
સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)..આભાર..અક્રમ વિજ્ઞાન.
………………………………………………………………..
યશનામી જગ કલ્યાણે….રમેશ પટેલ(આકાશદીપ)..
અજબ ગજબની ચૈતન્ય સૃષ્ટિ,
અનાદી સમય ચક્રથી સરતી
પૃથ્વી- પટલે અનંત આકાશે,
માનવ સંસ્કૃતિ મહેકતી
દેશ જુદા છે વેશ જુદા છે,
ધર્મ છે ન્યારા ન્યારા
રૂપ રંગમાં નીરખ્યા આજે,
કોઈ શ્યામલ કોઈ ગોરા
રિધ્ધિ સિધ્ધિથી સોહે આજે,
સુપર પાવર સૃષ્ટિનો
સોળે કળાએ શમણાં ખીલવ્યાં,
સુંદર જીવન પામ્યો
શ્રેષ્ઠ સર્જન સરજનહારનું,
યશનામી જગ કલ્યાણે
દેવોને સુલભ નથી એ,
ધર્યું કૃપાળું એ અમ થાળે
આશ અંતરે પ્રગટે પ્રભુતા
તીર્થંકરના પુનિત પદને પામે
પરમતત્ત્વને પ્રાર્થીએ અંતરથી,
ના વિચલિત થઈએ આ સંસારે
રમેશ પટેલ(આકાશદીપ)..
આદરણીય શ્રી રમેશભાઈ,
આશ અંતરે પ્રગટે પ્રભુતા
તીર્થંકરના પુનિત પદને પામે
પરમતત્ત્વને પ્રાર્થીએ અંતરથી,
ના વિચલિત થઈએ આ સંસારે
સુંદર ભાવ સાથેની કવિતા …
સુંદર રચના
રેષ્ઠ સર્જન સરજનહારનું,
યશનામી જગ કલ્યાણે
દેવોને સુલભ નથી એ,
ધર્યું કૃપાળું એ અમ થાળે
બહુ સુંદર
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
દેશ જુદા છે વેશ જુદા છે,
ધર્મ છે ન્યારા ન્યારા
રૂપ રંગમાં નીરખ્યા આજે,
કોઈ શ્યામલ કોઈ ગોરા
શ્રેષ્ઠ સર્જન સરજનહારનું,
યશનામી જગ કલ્યાણે
દેવોને સુલભ નથી એ,
ધર્યું કૃપાળું એ અમ થાળે
આપે દાદાની વાણી દ્વારા વ્યવહારના જુદા જુદા ભેદ બતાવી માનવ જીવે કેવો
વ્યવહાર અમલમાં મુકવો તે સુપેરે સમજાવ્યું છે.
આશ અંતરે પ્રગટે પ્રભુતા
તીર્થંકરના પુનિત પદને પામે
પરમતત્ત્વને પ્રાર્થીએ અંતરથી,
ના વિચલિત થઈએ આ સંસારે
રમેશ પટેલ(આકાશદીપ)..
Rameshbhai….Read the Post & enjoyed the Message !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you & your Readers on Chandrapukar.
Sunday 17th…it’s the Father’s Day…Happy Father’s Day to ALL !
ઉન્ડુ ચિંન્તન, અદભુત દાદાઈ વાણી.
વ્યવહારની સમજ….દાદાઈ વાણી માંથી પ્રેરણા પામીને રચાયેલ તમારું કાવ્ય અને
દાદાનાં સોનેરી વાક્યો વાંચીને ધન્યતા અનુભવી.દાદાનો વારસો દીપકભાઈ સરસ
સંભાળી રહ્યા છે.મેં ઇન્ડીયામાં દાદાનું સાહિત્ય વસાવેલું અને વાંચેલું.મને પ્રેરણામય
લાગેલું.