મોંઘવારી શબ્દ હવે તો એટલો ભારેખમ થઈ ગયો છેકે તેના ભાર નીચે
બાંધી આવકમાં જીવતા કુટુમ્બોના જીવનનો આનંદ સુકાવા લાગ્યો છે.
પ્રત્યેક ક્ષેત્રમાં વધતી મોંઘવારી અને વધતી જતી સુવિધાઓ મેળવવાની
અપેક્ષાઓ વચ્ચે હવે માનવી પીસાઈ રહ્યો છે. વિકાસની વાતોએ હવે બે ટંક
સુખના રોટલા વેગળા કરવા માંડ્યા છે. આ પરિસ્થિતિમાંથી બહાર
નીકળવાની નીતિ શોધવી જ રહી. આંતરરાષ્ટિય ક્ષેત્રે રૂપિયાનું અવમૂલ્યન
પણ મોટી ચીંતા સર્જી રહ્યું છે. ઘર-મકાનોની કિંમત અને શિક્ષણ વગેરે
ખૂબ મોંઘા થતા જોઇ એકજ વાતનાં દર્શન થઈ જાયછે કે ફક્ત આપણેજ
સસ્તા થઈ ગયા છીએ…
હું ને તું જ થઈ ગયા સસ્તા.…રમેશ પટેલ(આકાશદીપ)
નથી વધી મોંઘવારી વીરા
વદે રૂપિયા હસતા
સાંભળો મારી વાત સયાણી
હું ને તું જ થઈ ગયા સસ્તા
ભ્રષ્ટાચારી તંત્ર મહા તગડું
રોજ સંવારે સપનું
સરકારી તીજોરી કેરું તાળું
ખોલે ગણીને અપનું
કાળા ધનની આજ દુહાઈ
બંગલા વૈભવ ગાડી
ક્યાં છે મોંઘવારી બોલો ?
લહેર કરે ભાઈ લાડી
પરસેવાની કમાણી બાપડી
જાણે લંગડી ઘોડી
ખા થોડું ઓછું રે પહેલવાન
રળ રડવાનું છોડી
રમેશ પટેલ(આકાશદીપ)
રમેશભાઈ,
ખરે ખર મજા આવી. બહુ સરસ વિષય પર બહુ સરસ કવિતા. ધન્યવાદ.
-પી.કે.દાવડા
“હું ને તું જ થઈ ગયા સસ્તા”
આ તો વરસોથી કહેવાતું આવ્યું છે કે, માણસ બહુ સસ્તો છે, મફતનો છે, પૈસાનીજ કિંમત છે અને મોંઘવારી સરકારની અનિયમિત નીતિઓ અને લાંચ-બદીને કારણે જ વધે છે.
આદરણીય શ્રી રમેશભાઈ,
એ હકીકત છે કે માનવી નું મૂલ્ય માનવીએ પોતે જ ઘટાડી નાખ્યું છે… આજે માનવીને પોત શું છે કોણ છે તે જ ખબર નથી, અને કદાચ તેને કોઈ પશુ કે પક્ષીની જાતી વિશે (*બ્રીડ વિશે) જાણકારી પૂછશો તો પૂરી માહિતી તે આપી શકશે, પરંતુ પોતે કઈ જાતિનો છે? તે જાણકારી તે આપી શકશે નહિ… (જાતિ એટલે વર્ણ નહિ ) …
ખૂબજ સુંદર અને સમયોચિત કાવ્ય ….
ધન્યવાદ !
સમય સમય બળવાન છે ,નહી મનુષ્ય બળવાન
કાબે અર્જુન લુંટીયો, વોહી ધનુષ ,વોહી બાણ
રમેશભાઈ,જૂની આંખોએ નવા તમાશા જોવાના દિવસો આવ્યા છે.જોયા કરીએ.
“હું ને તું જ થઈ ગયા સસ્તા ‘ દુખી કવી હૃદયનો છે આ એક પોકાર.સરસ રચના.
પરસેવાની કમાણી બાપડી
જાણે લંગડી ઘોડી
ખા થોડું ઓછું રે પહેલવાન
રળ રડવાનું છોડી
ખૂબજ સુંદર
પ્રત્યેક ક્ષેત્રમાં વધતી મોંઘવારી અને વધતી જતી સુવિધાઓ મેળવવાની
અપેક્ષાઓ વચ્ચે હવે માનવી પીસાઈ રહ્યો છે…………………………..
Rameshbhai, Namaste !
I was away on a 16 days trip & just came back on 12th June 2012
It was nice of you to visit & comment om my Blog.
I was away from the Internet & away from all Blogs.
Nice Kavya !
Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
પરસેવાની કમાણી બાપડી
જાણે લંગડી ઘોડી
ખા થોડું ઓછું રે પહેલવાન
રળ રડવાનું છોડી
અસહ્ય મોંઘવારીમાં સામાન્ય માણસ પીસાઈને અધમુવો થઇ રહ્યો છે.
આપે સંન્ય જનની પીડાને કાવ્ય દ્વારા સુંદર વાચા આપી છે….ધન્યવાદ