આજે લોકમાનસ લોભ , કપટ અને સ્વાર્થની આસપાસ ગૂંથાઈ જઈ ,કુદરતની
અસીમ કૃપાનો આનંદ લૂંટવાની ક્ષણો ચૂકતો જાયછે. માનવીય મૂલ્યોને ગૌણ
ગણી , ધન-દોલતને વધુ પડતું મહત્વ આપવાની પ્રણાલી અપનાવતો જાયછે.
આ સમતોલન તૂટવાથી સમાજમાં એક અજંપો વધતો વિકસિત દેશોમાં વરતાતો જાયછે એ નિર્વિવાદ વાત છે. ભવિષ્યનાં એંધાણો પારખી ખુદાઈને પામવા દ્ર્ષ્ટિ કરીએ, એજ સાચો આનંદ આપશે તે ભાવને ફરી એકવાર માણીએ..

(Thanks to webjagat for this picture)
છે ખુદાઈ.……રમેશ પટેલ(આકાશદીપ)..ગઝલ
ભરો ડગ પથે કરવાને ભલાઈ
નહીં પૂછવું પડે ક્યાં છે ખુદાઈ
છલકતા નયન પ્રેમે તો દુહાઈ
મળે સાદ એના જ્યાં છે ખુદાઈ
મળે આદર જગે એજ હરખાઈ
કહેશે જ પુષ્પો ત્યાં છે ખુદાઈ
અહિંસા થકી જ સમે વેરઝેર
મહા મોટપ કહે ત્યાં છે ખુદાઈ
અમનના વહેવા દો વાયરાઓ
દુઆ ‘દીપની તો જ્યાં છે ખુદાઇ
રમેશ પટેલ(આકાશદીપ)
અહિંસા થકી જ સમે વેરઝેર
મહા મોટપ કહે ત્યાં છે ખુદાઈ
અમનના વહેવા દો વાયરાઓ
દુઆ ‘દીપની તો જ્યાં છે ખુદાઇ
નરસિંહ મહેતા, સુરદાસ અને મીરા થકી આપણો ધર્મ વધુ પ્રાણવંતો છે. આપણો હિન્દુ ધર્મ યુગે યુગે ભગવત ગીતા અને ઉપનિષદની કવિતામાંથી નવો અવતાર પામે છે. જો સંયુક્ત કુટુંબ રહેશે તો જ આ ગીતા-ઉપનિષદના થોડાક શ્લોકો પણ ૨૧મી સદીનાં બાળકોને કંઠસ્થ રહેશે. કાકા કાલેલકર કહી ગયા છે કે માણસે માત્ર વ્યક્તિગત સ્વાર્થમાં પોતાનું જીવન વેડફવું ન જોઈએ.
જે સમાજમાં ઉછરીને સમાજનો લાભ લીધો છે તે તમામ સગાં, પાડોશીઓનું ઋણ ચઢેલું છે. પશ્ચિમના લોકો પાસે ગીતા નથી. ગીતા માત્ર કુટુંબવત્સલતા જ નહીં આ સૃષ્ટિનાં તમામ પશુપક્ષી, કીટ-પતંગિયા જેવા સૂક્ષ્મ જંતુ પ્રત્યે પ્રેમભાવ-દયાભાવ રાખવા કહે છે. આ ધર્મ જૈનો સૌથી વધુ પાળે છે તેથી ધનિક છે.
સરસ ગઝલ છે.
અહિંસા થકી જ સમે વેરઝેર
મહા મોટપ કહે ત્યાં છે ખુદાઈ
બહુ સરસ વાત કહી છે.
સરસ મભાવન ગઝલ,આ વધું ગમ્યુંઃ
ભરો ડગ પથે કરવાને ભલાઈ
નહીં પૂછવું પડે ક્યાં છે ખુદાઈ
અહિંસા થકી જ સમે વેરઝેર
મહા મોટપ કહે ત્યાં છે ખુદાઈ વાહ સરસ વાત આ જ છે ખુદાઇ સરસ
ગાંધીજીના એક વખતના સાથીદાર સરહદના ગાંઘીને લોકો એમની સેવાઓની કદર કરીને એમને ખુદાઈ ખિદમતગારનું બિરુદ આપ્યુ હતું.
ભરો ડગ પથે કરવાને ભલાઈ
નહીં પૂછવું પડે ક્યાં છે ખુદાઈ
જ્યાં જ્યાં નઝર મારી ઠરે ,યાદી ભરી ત્યાં આપની.
આદરણીય શ્રી રમેશભાઈ,
ભરો ડગ પથે કરવાને ભલાઈ
નહીં પૂછવું પડે ક્યાં છે ખુદાઈ
ખૂબજ સરસ મનનીય શેર સાથેની ગઝલ ..