આજે લોકમાનસ લોભ , કપટ અને સ્વાર્થની આસપાસ ગૂંથાઈ જઈ ,કુદરતની
અસીમ કૃપાનો આનંદ લૂંટવાની ક્ષણો ચૂકતો જાયછે. માનવીય મૂલ્યોને ગૌણ
ગણી , ધન-દોલતને વધુ પડતું મહત્વ આપવાની પ્રણાલી અપનાવતો જાયછે.
આ સમતોલન તૂટવાથી સમાજમાં એક અજંપો વધતો વિકસિત દેશોમાં વરતાતો જાયછે એ નિર્વિવાદ વાત છે. ભવિષ્યનાં એંધાણો પારખી ખુદાઈને પામવા દ્ર્ષ્ટિ કરીએ, એજ સાચો આનંદ આપશે તે ભાવને ફરી એકવાર માણીએ..

(Thanks to webjagat for this picture)
છે ખુદાઈ.……રમેશ પટેલ(આકાશદીપ)..ગઝલ
ભરો ડગ પથે કરવાને ભલાઈ
નહીં પૂછવું પડે ક્યાં છે ખુદાઈ
છલકતા નયન પ્રેમે તો દુહાઈ
મળે સાદ એના જ્યાં છે ખુદાઈ
મળે આદર જગે એજ હરખાઈ
કહેશે જ પુષ્પો ત્યાં છે ખુદાઈ
અહિંસા થકી જ સમે વેરઝેર
મહા મોટપ કહે ત્યાં છે ખુદાઈ
અમનના વહેવા દો વાયરાઓ
દુઆ ‘દીપની તો જ્યાં છે ખુદાઇ
રમેશ પટેલ(આકાશદીપ)