Feeds:
Posts
Comments

Archive for મે 31st, 2012

ગીતાના જ્ઞાનને અનેક પંડિતોએ વિવિધતાથી રસદર્શન કરાવી , જીવન દર્શન પૂરું પાડ્યું છે. આપણે ભગવાનના આશરે બધું છોડી દેવાની સરણી ધરાવતા
થઈએ , એ ભગવાનને પણ મંજૂર ના હોય એવો સ્પષ્ટ સંદેશો તેમણે મહાભારતના યુધ્ધ વખતે આપી દીધો. અર્જુન હું સમરાંગણમાં શસ્ત્ર નહીં
ધારણ કરું..લડવું જ પડશે તારે’… અને આ સંદેશો આજે મનને આ રીતે
ઝણઝણાવી ગયો.

(Thanks to webjagat for this picture)

શંખ વગાડી જાણું…….રમેશ પટેલ(આકાશદીપ)
હું તો ફક્ત જ સારથી તારો
શંખ વગાડી જાણું
સમય આવે સાવધાન કરું
ધર્મ ધજાએ નાણું

તારે જો ઉડવું જ વ્યોમે તો
પંખ પ્રસારો પ્યારે
તારા મહાભારતને કાજે
લડવું જ પડશે તારે

પૂજારી છે વિશ્વ પરિવર્તનનું
ખેલ સજાવે મોકો
મિત્ર શત્રુના ભેદ ભરમને
પારખવાના તારે
તારા મહાભારતને કાજે
લડવું જ પડશે તારે

શોભે રે શિખરે કળશ કીર્તિના
ખીણ ધસે ગળવાને
ધર્મ અધર્મના આટાપાટે
બાજી રમવી તારે
તારા મહાભારતને કાજે
લડવું જ પડશે તારે

અર્જુન જેમ થઈશ વીર તું જો
કંડારીશ વિજય નક્કી
ઘડવા ભાવિ સ્વબળે સંસારે
લડવું જ પડશે તારે

હું તો ફક્ત જ સારથી તારો
શંખ વગાડી જાણું
સમય આવે સાવધાન કરું
સમજે તો એ સયાણું
તારા મહાભારતને કાજે
લડવું જ પડશે તારે(૨)
રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.

Join 95 other followers