મોંઘવારી પણ ગ્રીષ્મ ઋતુની જેમ જ પ્રજાને અકળવિકળ કરી રહી છે.
પેટ્રોલનો ભાવ વધારો સાંભળી પ્રજા સાચેજ બેબાકળી બની ગઈ છે
અને સરકારી અર્થશાસ્ત્રીઓ તેને સામાન્ય ઘટના જેવી ગણી રહ્યા છે.
સંસદના સત્ર પછી શ્રી મનમોહનજીના ખંધા શાસકમિત્રોએ ચાલીકીપૂર્વક
ભાવ વધારોનો કોરડો વીંઝી દીધો છે. કાળું નાણું અને ભ્રષ્ટાચાર
હામી બની ગયો છે. સત્તાનાં સમીકરણો ગોઠવી શ્રી મન મોહનજીએ
મોંઘવારીને પટરાણી પદે બેસાડી દીધાં છે ત્યારે વ્યંગ કરી રાજી રહીએ……

(Thanks to webjagat for this picture)
મોહનજીની પટરાણી……..રમેશ પટેલ(આકાશદીપ)
કોણ આવે જાજરમાન છમકારે
વાલિડા! દોને અમને ઓળખાણ
રંગ રસિલી સરકારી મોંઘવારી
રાય મોહનની પટરાણી જ જાણ
પાતળિયાં વ્હાલાં હતાં જ પહેલાં
ફૂલતાં એ ફૂગાવે જ રાતદિન
જાય મોંઘાં એ દિલ્હીના દરબારે
રાહ જ જુએ ગઠબંધન મહાજન
ના કરશો ચિન્તા ખર્ચની રાણી
દેશ વિદેશો દેશે જ સોગાદ
આર્થિક સંકટ અમે ધોઈ જ પીશું
ઝીંકશું ભાવ વધારો ત્યજી લાજ
લોક કાળા રે ધનની રટ લગાવે
ને અમારે મોહનજી છમકછલ્લાં
દેશ આખો રટશે જ વિકાસ ઠેલાં
વાહ! ભોળાજી રહીશું રાજ ઘેલાં
રમેશ પટેલ(આકાશદીપ)
સરસ કૃતિ છે વક્રોક્તિ વણેલી.
ઝીંકશું ભાવ વધારો ત્યજી લાજ
લોક કાળા રે ધનની રટ લગાવે
ને અમારે મોહનજી છમકછલ્લાં
Rameshbhai…Wah ! Mammohaji & his Leadership with Soniaji !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Avjo
લોક કાળા રે ધનની રટ લગાવે
ને અમારે મોહનજી છમકછલ્લાં
દેશ આખો રટશે જ વિકાસ ઠેલાં
વાહ! ભોળાજી રહીશું રાજ ઘેલાં
Shree Rameshbhai, aape Monghvaari uper sunder kataaksh kaavya rachyu..khub gamyu..
કાવ્યનાં માધ્યમથી સરકારી તંત્ર ઉપરનો સુંદર કટાક્ષ .
અખાના ચાબખાઓની યાદ તાજી થઇ ગઈ!
આદરણીય શ્રી રમેશભાઈ,
આજની પરિસ્થિતિ ને દર્શાવતિ સુંદર કટાક્ષ કાવ્ય …રચના !