માતૃદિને…માના ચરણોમાં ભાવ વંદના સાથે , આ સંસારના સાચા ઘડવૈયા,
રખવૈયાની પ્રભુતાના ગુણગાન ગાઈ અહોભાવે નમીએ….

(Thanks to webjagat for this picture)
મા તારી ઋણ ઉતરાઈ…..રમેશ પટેલ(આકાશદીપ)
છંદ-ચોપાયા
ઘસી જાત જગ કલ્યાણે, હસી હસી ને મા રોઈ
સંસાર ભલે રમતો સ્વાર્થે તવ હૈયે ચોખ્ખાઈ
આવે તારે ખોળે દોડી, છોડી જગ ઠકુરાઈ
માડી તારી પાવનતા જોઈ પ્રભુતા હરખાઈ
ધન્ય ધન્ય! જનની તારી જાગીરાઈ(૨)
………………………………………………….
હાથ ફરે મા હેતે શીરે
પામું સકળ સુખવાઈ
ખોળે રમવું તારા મા એ
વૈકુંઠી ઠકુરાઈ
વ્હાલ તમારા મા લાખેણા
સાચી પ્રેમ સગાઈ
ઘડી તને મા દે વિધાતા
સ્વર્ગ તણી હરખાઈ
સૂરજ સોમ શાખડે ઝૂલે
મા તારી મમતાઈ
આંખલડી મા તારી જાણે
ગંગાની નીતરાઈ
દે હોઠો આશિષ મા જ્યારે
દૂર રહે વિકટાઈ
જગ શીરેથી ના ઉતરે એ
મા તારી ઋણ ઉતરાઈ(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
…………………………………………………..
જનની.…રમેશ પટેલ(આકાશદીપ)
નથી વિશ્વે કોઈ, તમ સમ મહા પાક જનની
મળે માને ખોળે, મધુ શત મુખી હૂંફ શરણું
ઝરે શીળી ધારા, સરળ ઉરથી ભાવ શીખરે
અને ઝીલી હૈયું, હરિત રમતું થાય ઝરણું
……………………………………………………………….
મમતાના મોલ….રમેશ પટેલ(આકાશદીપ)
અષાઢી મેઘ ગજાવે અંબર, માડીની મમતાના મેઘ અનરાધાર
જનનીના ચરણોમાં જગના કલ્યાણ,તારી આશિષે રમતો સંસાર
નાજુક હૈયું જાણે પુષ્પ્ની પાંખડી, એના અંતરે સ્નેહની સુગંધ
સાંભળી કંઠે હાલરડાંના બોલ, ઊભરે ઉરે ઉમંગ નિર્બંધ
સાગર સરીખાં માનાં હેતડાં, જિંદગીએ ઝૂમે પૂરી નવરંગ
સંતાનો કાજે ઝીલ્યાં દુઃખડાં, માવતરે મહેંકાવ્યાં જીવનના રંગ
ઉપવનમાં ખીલે જેમ રંગી વસંત,મુખે રેલાવે ભાવનાના રસરંગ
જાણે રમે ચાંદની છોડી ગગન, એવા માના છે શીતળ રૂપરંગ
માની હથેલીની અમૃત થાપલી,પૂરે સંસારે સંસ્કારના ઓજસ
માડીના લાખેણા લાડે રમે, નિઃસ્વાર્થ પ્રેમના અનંતો ઊજાશ
કરુણાના સાગરથી છલકતું મુખ, અખિલ બ્રહ્માંડના મળિયાં છે સુખ
માના અધરે રમતી મમતાએ, ભૂલ્યા અમે દુનિયાના દુઃખ
સ્વાર્થી દુનિયામાં મા છે વિરડી, તારી મમતાના મોલ અણમોલ
મા જશોદાને ખોળે ભૂલ્યો’તો શામળો, વૈકુંઠના વૈભવના તોલ
રમેશ પટેલ ‘આકાશદીપ’
મધર્સ ડે ની બહુ સારી રીતે આપે ઊજવણી કરી છે. ધન્ય વાદ.
-પી.કે.દાવડા
દે હોઠો આશિષ મા જ્યારે
દૂર રહે વિકટાઈ
જગ શીરેથી ના ઉતરે એ
મા તારી ઋણ ઉતરાઈ(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
Rameshbhai….So many KavyaRupi Praises to the Mother.
Many had written so much on the Mother..yet Ma inspires MORE & MORE
HAPPY MOTHER’S DAY to ALL
DR.CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Thanks for your recent visit/comment on Chandrapukar…..Soon there will be a New Post..Inviting you to read that Post !
saras.matrudine bhavbhari anjli.
abhinandan.
શુભેચ્છા સાથે આભાર. રમેશ પટેલ(આકાશદીપ)
WISHING YOU ALL HAPPY MOTHER’S DAY
ENJOY & LEARN FROM THE FOLLOWING
HOW TO LOVE YOUR MOTHER
“Life is like a flowing river of opportunities so is love of mother.
It is up to you to stand up with a bucket or with a spoon.”
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
આજના મધર્સ ડે ના સપરમા દિને ત્રણ ત્રણ કાવ્ય સ્મુહોનો ભાવ નીતરતો
દરિયો છલકાવી આકાશદીપે અનેરું માતૃઋણ અદા કરી દીધું છે. ભાવના
ભરી પંક્તિઓ અને સ્નેહ સરીખા શબ્દોની સજાવત અનેરી આભા પૂરે છે.
હેપી મધર્સ ડે
અદભૂત અભિવ્યક્તિ માતૃત્વની.
આભાર સહ…………..
http://www.vinodvihar75.wordpress.com
,
વિનોદ આર. પટેલ
મધર્સ ડે નો ટૂંકો ઇતિહાસ
મધર્સ ડે નો ટૂંકમાં ઇતિહાસ એવો છે કે ૧૯૦૯ની સાલમાં ૯મી મેના દિવસે અમેરિકાની મિસ એના જાર્વીસે જ્યારે એની વ્હાલી માંદી માતા ઘણાં વર્ષ પથારીવશ રહ્યા પછી મૃત્યું પામી ત્યારે મનમાં નક્કી કર્યું કે હું એવું કંઇક કરું કે આખું વિશ્વ મારી માતાને યાદ કરે .એના આ વિચારને સમર્થન મેળવવાના એના અથાક પ્રયત્નો પછી ૧૯૧૩માં સૌ પ્રથમ વાર પેન્સીલ્વેનીયા સ્ટેટમાં મધર્સ ડે ઉજવાયો હતો.૧૯૧૪માં અમેરિકાના એ વખતના પ્રમુખ વુડ્રો વિલ્સને મે મહિનાની ૯મી તારીખે કાયદો પસાર કરી દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે નેશનલ મધર્સ ડે તરીકે ઉજવવા માટે કાયદેસર રીતે જાહેરાત બહાર પાડી હતી .ત્યારથી સમગ્ર અમેરિકામાં આ તારીખે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે.ભારતમાં પણ હવે મધર્સ ડે ની ઉજવણી શરુ થઇ ચુકી છે.
આદરણીય શ્રી રમેશભાઈ,
માતૃત્વદિન નિમિત્તે ત્રણ ત્રણ રચના દ્વારા ખૂબજ સુંદર ભાવ વ્યક્ત કરેલ છે. આપને પણ માતૃત્વ દિન ની શુભકામના !