Feeds:
Posts
Comments

Archive for મે 12th, 2012

માતૃદિને…માના ચરણોમાં ભાવ વંદના સાથે , આ સંસારના સાચા ઘડવૈયા,
રખવૈયાની પ્રભુતાના ગુણગાન ગાઈ અહોભાવે નમીએ…. 

(Thanks to webjagat for this picture)

મા તારી ઋણ ઉતરાઈ…..રમેશ પટેલ(આકાશદીપ)

છંદ-ચોપાયા

ઘસી  જાત જગ કલ્યાણે,    હસી હસી ને મા રોઈ
સંસાર ભલે રમતો સ્વાર્થે  તવ  હૈયે  ચોખ્ખાઈ
આવે  તારે  ખોળે  દોડી,  છોડી  જગ  ઠકુરાઈ
માડી  તારી પાવનતા જોઈ  પ્રભુતા હરખાઈ
ધન્ય ધન્ય! જનની તારી જાગીરાઈ(૨)
………………………………………………….

હાથ ફરે મા હેતે શીરે
પામું સકળ સુખવાઈ
ખોળે રમવું તારા મા એ
વૈકુંઠી ઠકુરાઈ

વ્હાલ તમારા મા લાખેણા
સાચી પ્રેમ સગાઈ
ઘડી તને મા દે વિધાતા
સ્વર્ગ તણી હરખાઈ

સૂરજ સોમ શાખડે ઝૂલે
મા તારી મમતાઈ
આંખલડી મા તારી જાણે
ગંગાની નીતરાઈ

દે હોઠો આશિષ મા જ્યારે
દૂર રહે વિકટાઈ
જગ શીરેથી ના ઉતરે એ
મા તારી ઋણ ઉતરાઈ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

…………………………………………………..

જનની.…રમેશ પટેલ(આકાશદીપ)

નથી વિશ્વે કોઈ, તમ સમ મહા પાક જનની

મળે માને ખોળે, મધુ શત મુખી હૂંફ શરણું

ઝરે શીળી ધારા, સરળ ઉરથી ભાવ શીખરે

અને ઝીલી હૈયું, હરિત રમતું થાય ઝરણું

……………………………………………………………….

મમતાના મોલ….રમેશ પટેલ(આકાશદીપ)

અષાઢી મેઘ ગજાવે અંબર, માડીની મમતાના મેઘ અનરાધાર
જનનીના ચરણોમાં જગના કલ્યાણ
,તારી આશિષે રમતો સંસાર

નાજુક હૈયું જાણે પુષ્પ્ની પાંખડી, એના અંતરે સ્નેહની સુગંધ
સાંભળી કંઠે હાલરડાંના બોલ, ઊભરે ઉરે ઉમંગ નિર્બંધ

સાગર સરીખાં માનાં હેતડાં, જિંદગીએ ઝૂમે પૂરી નવરંગ
સંતાનો કાજે ઝીલ્યાં દુઃખડાં
, માવતરે મહેંકાવ્યાં જીવનના રંગ

ઉપવનમાં ખીલે જેમ રંગી વસંત,મુખે રેલાવે ભાવનાના રસરંગ
જાણે રમે ચાંદની છોડી ગગન
, એવા માના છે શીતળ રૂપરંગ

માની હથેલીની અમૃત થાપલી,પૂરે સંસારે સંસ્કારના ઓજસ
માડીના લાખેણા લાડે રમે
, નિઃસ્વાર્થ પ્રેમના અનંતો ઊજાશ

કરુણાના સાગરથી છલકતું મુખ, અખિલ બ્રહ્માંડના મળિયાં છે સુખ
માના અધરે રમતી મમતાએ
, ભૂલ્યા અમે દુનિયાના દુઃખ

સ્વાર્થી દુનિયામાં મા છે વિરડી, તારી મમતાના મોલ અણમોલ
મા જશોદાને ખોળે ભૂલ્યો’તો શામળો, વૈકુંઠના વૈભવના તોલ

રમેશ પટેલ ‘આકાશદીપ’

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.

Join 160 other followers