Feeds:
Posts
Comments

Archive for મે 10th, 2012

       શાળામાં નાના બાળકોને લેવા આવતા વાલીઓની ગતિવિધી નિરખતાં,
એક સુંદર શિશુવયની વિમલ હરકતોમાં પ્રગટતો આનંદ માણવા મળ્યો.
એક બાનુ નાનકડા મખમલી ધવલ પપી અને તેના નાનકાને લઈને લોનમાં
બેઠી. નાનું શ્વાન બેસી ગયું ને નાનો બાળ તેના નાજુક હાથોથી , તેને પંપાળે
અને તેના ચહેરા પર ખુશીની રેખાઓ રમે. નાનું પપી પણ એ બાળ વ્હાલને
માણે. શિશુની આંખોમાં ગજબની ચમક જોવા મળતી. વાહ  વિધાતા ! આવો
મહામૂલો પ્રસાદ કેવી સહજ રીતે બાળપણમાં તું ધરી દે છે? લાખો ખર્ચતાં પણ
આવી ધન્ય બેફિકરી ક્ષણો ક્યાં પછી જીંદગીમાં પાછી માણવા મળેછે?
………………………………………………
  બ્રહ્મનું લક્ષણ આપતાં કેટલેક ઠેકાણે સત્યં જ્ઞાનં અનંતં બ્રહ્મ અથવા વિજ્ઞાનં આનંદ બ્રહ્મ એટલે કે, બ્રહ્મ સત્ય, ચિત્ અને આનંદમય છે, સચ્ચિદાનંદમય છે; એવી રીતે સર્વ ગુણનો ત્રણ જ ગુણમાં સમાવેશ કરી વ્યાખ્યાન કરવામાં આવે છે અને છેવટે નિર્ણય આપતાં કહે છે કે, પ્રકૃતિ અને પુરૂષ તેની પણ પેલીપાર જઈને સચ્ચિદાનંદ બ્રહ્મની ઉપરની પાયરીનું જે નિર્ગુણ બ્રહ્મ તે જ જગતનું મૂલ છે તેવો સિદ્ધાંત ઉપનિષદકારોએ બાંધેલો છે.
 પરબ્રહ્મ પરમાત્મા; સત્, ચિત અને આનંદસ્વરૂપ બ્રહ્મ; પરમાત્મા; તત્-સચ્ચિદાનંદ, પરબ્રહ્મ, પરમાત્મા, ભગવાન, સર્વજ્ઞ, આનંદમાત્ર કરપાદમુખોદરાદિ, સર્વશક્તિમાન, નિઃસીમ પરિપૂર્ણ રસમય, રસપ્રચૂર, સત્ય પર, શ્રેષ્ઠ પુરુષોત્તમ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે ? બ્રહ્મ સર્વરૂપ છે, સેવ્ય અને જ્ઞેય છે. સચ્ચિદાનંદ. નિર્ગુણ, વિકાર વિના સતત અવ્યય, એકાકાર રહેનાર, ભોક્તા કર્તાપણાથી યુક્ત, અંતર્યામી, ભૂમન્, નિરકાર, લૌકિક પ્રાકૃત આકૃતિ રહિત છે.તૈત્તિરીય ઉપનિષદમાં તો અન્ન, પ્રાણ, મન, જ્ઞાન કિંવા આનંદ આ રૂપે કરીને પરબ્રહ્મની ચઢતી ઉપાસના ઉપદેશી છે.
(  આધાર.. આભાર-લેક્ષિકોન)

Child with Labrador retriever puppy Stock Photo - 1354101

(Thanks to webjagat for this picture)

પરમસુખ…..રમેશ પટેલ(આકાશદીપ)
છંદ- શિખરિણી

રૂપે મઢ્યા બંને, નયન નમણાં, અંગ  ધવલાં
રમે નાનાં ભોળાં, મનુજ શિશુને, શ્વાન સુખલાં
ગમે ને પંપાળે, રૂપ મખમલી,   હાથ   હળવે
થઈ દોસ્તો પાકા, મરક હસતા, ધન્ય ક્ષણ એ

સરે એના ગાલે, અનુપમ હસી, આંખ ઠરતી
વ્હેંચે લ્હાવા એ, પરમ સુખના,  ભાવ જગતે
ભરે વ્હાલે આંખો, વિમલ ધનસી, દિવ્ય શમણે
નહીં લાભે મોટા, સુખદ પળ આ, લાખ ભરણે

હતો  ભાગ્યશાળી, ન ફિકર મુખે, દૈવ  કૃપલું
મળી શાતા હૈયે, સુખ નિરખતાં, આજ શિશુનું
તું  સચ્ચિદાનંદી, હૃદય  રસથી,  પ્રગટ  જડે
રમે જ્યાં નાનેરાં, વિમલ દિલથી, દર્શન મળે
રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.

Join 92 other followers