પહેલી એપ્રીલ…એટલે એપ્રીલ ફૂલની મજા. એટલી જ મજા લેવા
મેની ૬ તારીખે હસીએ ના તો કેમ ચાલે ? ડોશ્રી રાજેન્દ્રભાઈ તો
’હાસ્ય દરબારે’ આખું વર્ષ હસાવે છે , તો મને આજે આ મિત્રો સાથે
હસવાનું મન થઈ ગયું. આપ સૌ મુરબ્બીજનોની ક્ષમા યાચના સાથે..

(Thanks to webjagat for this picture)
હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં…..રમેશ પટેલ(આકાશદીપ)
હાલો હાલોને સુરેશભાઈની વાનમાં
હરખ ઘેલાની જોડી છે જાન
દૂર કરવા તણાવ….હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં
રાજેન્દ્રભાઈએ બાંધ્યો રૂડો માંડવો રે
બાંધવો પીરસે રે ગાન
હાસ્ય દરબારે હરખ ગીતડાં , હે..જમો હાસ્ય પકવાન
હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં
ચંદ્રકાન્તભાઈ દે સંદેશડા રે, તમે પધારો રાજ
હસીનાં ગળપણ મીઠડાં, મુખડે રમશે ગુલાલ
હાલો હાલોને સુરેશભાઈની વાનમાં
વલીભાઈએ બાંધ્યાં હાઈકાં રે, શબ્દોની તીખી કટાર
ઉંઘમાં મરકે મોટડા, વ્યંગની વાગે શરણાઈ
હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં
ગોવિંદભાઈ બેઠા ચોતરે રે, કરે મનગમતા ખેલ
પાળ્યા કટાક્ષના બે કુતરા, હળવેથી કરડે છે કાન
હાલો હાલોને સુરેશભાઈની વાનમાં
આકાશદીપ ચઢ્યા આભલેને , જુએ જાનની વાટ
લૂંટજો લ્હાવા જાનમાં, પ્રજ્ઞાબેન દેતા જુહાર
હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં
કોની વાન ને કોની જાન, કિશોર કહે કરજો વિચાર
હસશે એનું ખસશે નક્કી
હાલો હાલોને સુરેશભાઈની વાનમાં
હાસ્યદિને રમેશજીએ જોડી છે જાન, હે.. દૂર કરવા તણાવ
હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં(૨)
રમેશ પટેલ(આકાશદીપ)