સુંદરતા દરેકને લુભાવે છે અને જો સુંદરતાની સાથે સંપત્તિનું પણ તાલમેલ હોય તો તે દરેક માણસ તેના વિશે જાણવા માટે ઉત્સુક હોય.
તસવીરોમાં જુઓ દુનિયાની દસ સૌથી હસીન રાજકુમારીઓ… (source..Divyabhaskara…Thanks)

9. પ્રિન્સેસ માર્ગારેટ: કિંગ જ્યોર્જ અને તેમની રાણી એલિઝાબેથના પુત્રી પ્રિન્સેસ માર્ગારેટનો જન્મ 21 ઓગસ્ટ 1930ના રોજ થયો હતો. 1936માં તેમના જીવનમાં એક નાટ્યાત્મક વળાંક આવ્યો. જેમાં તેમના પિતરાઇ કાકા રાજા એડવર્ડની જગ્યાએ તેમના પિતા રાજા બન્યા.પ્રિન્સેસ માર્ગારેટ એ એલિઝાબેથી બીજાના નાના બહેન છે.

8.ક્રાઉન પ્રિન્સેસ મેરી ઑફ ડેન્માર્ક: ડેન્માર્કના ક્રાઉન પ્રિન્સેસ મેરીએ ડેન્માર્કના રાજા ફેડરીક સાથે લગ્ન કર્યા હતા. ઓસ્ટ્રેલિયામાં 2000 ઓલ્મિપીકની મુલાકાતે ગયેલા ક્રાઉન પ્રિન્સ ફેડરીકની મુલાકાત પ્રિન્સેસ મેરી સાથે સીડનીના એક પબમાં થઇ હતી. જે આગળ જતાં પ્રેમમાં પરિણમી અને 2004માં તેમના લગ્નએ આખા યુરોપનું ધ્યાન ખેંચ્યુ હતું.

7.પ્રિન્સેસ મેડલેઇન ઑફ સ્વીડન: ફોબ્સૅ મેગેઝિનના 2008ની 20 હોટેસ્ટ યંગ રોયલ્સમાં 12મું સ્થાન પામેલા પ્રિન્સેસ મેડલેઇન એ સ્વીડન દેશના રાજકુમારી છે. સ્વીડનના રાજા કાર્લ સાતમા અને રાણી સીલ્વીયાના સૌથી નાના સંતાન મેડલેઇનની સુંદરતા પણ આંખોને અંજાવે તેવી છે.

6.પ્રિન્સેસ ગાયત્રી દેવી: જયપુરના મહારાણી અને રાજમાતા ગણાતા ગાયત્રી દેવી 1919ના રોજ બેહારમાં જન્મ્યા હતા. મહારાણી ગાયત્રી દેવી મહારાજા સ્વામી સવાઇ માન સિંગ બીજા સાથે લગ્ન કર્યા હતા.ભારત સ્વતંત્ર થયા બાદ તે એક સફળ રાજકારણી તરીકે પણ ખુબ લોકપ્રિય બન્યા હતા. 29 July 2009માં આંતરડામાં ઇન્ફેકશન થતાં તેઓ મૃત્યુ પામ્યા હતા.

5.પ્રિન્સેસ કેરલોટ ઑફ મોનાકો: મોનેકાની પ્રિન્સેસ કેરલોટ મેરી પોમલીન કેસીરાગી 3 ઓગસ્ટ 1986ના રોજ જન્મ્યા હતા. પ્રિન્સ કેરોલીન અને પ્રિન્સેસ હેનઓવરની બીજા સંતાન હતા.

4.પ્રિન્સેસ ડાયના: 20 મી સદીની આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ મહિલા તરીકે જાણીતા પ્રિન્સેસ ડાયના બ્રિટિશ રોયલ ફેમિલીના સભ્ય અને પ્રિન્સ વેલ્સના પત્ની હતા. 29 રહતબ 1981ના રોજ સેંન્ટ પોલ કેથડરલમાં રખાયેલા તેમના લગ્નએ આખા દુનિયાભરમાં 750 મિલિયનથી વધારે લોકોએ ટીવી પર જોયા હતા.

3.કેટ મિડલ્ટન: ડચીઝ ઑફ કેમ્બ્રિજ તરીકે જાણીતા કેટ મિડલ્ટનએ 29 એપ્રિલ 2011ના રોજ પ્રિન્સ વિલિયમ સાથે લગ્ન કર્યા હતા. સ્કોટલેન્ડ યુનિવર્સિટીમાં રાજકુમાર વિલિયમ અને કેટ સાથે ભણતા જેમાંથી તેમની મૈત્રી પ્રેમમાં પરિણમી અને આ પ્રેમ છેવટે લગ્નના બંધને બંધાયો.

2.ક્વીન રાનીઆ ઑફ જોર્ડન: જોર્ડાનની રાણી રાનીઆ અલ અબ્દુલ્લાહએ 31 ઓગસ્ટ 1970ના રોજ જન્મ્યા હતા. જોર્ડનના રાજા અબ્દુલ્લાહ બીજાની પત્ની એવા રાણી રાનીઆરે દુનિયાની 100 સૌથી વગદાર મહિલાઓની રાણીમાં 76મો ક્રમ ધરાવે છે.

1. પ્રિન્સેસ ગ્રેસ ઑફ મોનાકો: મોનેકોની પ્રિન્સેસ ગ્રેસ પેટ્રીસીઆ કેલી (November 12, 1929 – September 14, 1982) એ અમેરિકાની ખ્યાતનામ અભિનેત્રી હતી જેમણે એપ્રિલ 1956માં રેઇનીઅર બીજા સાથે લગ્ન કર્યા અને પ્રિન્સેસ ઑફ મોનેકો બન્યા.
Like this:
Be the first to like this page.
Rest to the Kavyo……
A Post without the Kavyo but enjoyable & nice to know of these LADIES of the World.
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Avjo !
પ્રભુ જ્યારે નવરા હશે ત્યારે નિરાંતે આ સૌન્દર્ય મૂર્તિઓને ગડી હશે !
કલાપીએ કહ્યું હતું- સૌન્દર્યો પામતા પહેલા ,સૌન્દર્ય બનવું પડે !
કલાત્મક દ્રષ્ટિ ધરાવનાર જ કોઈ પણ કલાકૃતિની કદર બુઝી શકે.
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
સરસ ખુબ મહત્વની જાણકારી સચિત્ર દર્શાવી છે.