મંદિર કે ઘરમાં પ્રભુ સ્થાનકને સુંદર વાઘાને
વિવિધ ફૂલોથી શણગારી ભક્તિ ભાવમાં લીન
થઈ નીજાનંદમાં રમણ કરવો એ એક લ્હાવો છે.
મનને અપાર શાતા મળે છે.સારા વિચારો અને
શરીર પર પણ સકારાત્મક અસરથી એક સુંદર
વાતાવરણ નિર્માણ થાયછે.
આ વખતે ભગવાન સમક્ષ મનમાં એક વિચાર આવેછે
કેવી સરસ સેવા મેં આપી અને ગર્વ અનુભવ્યો અને એસાથેજ પુષ્પોની આ દિવ્યતા અને પ્રભુની નજીક જવાની
તેમની તપસ્યા મનમાં ઝબકી.ચાલો આ વિચાર કેવા
સરસ રીતે ઝીલાયા છે આ કૃતિમાં તે પ્રસાદી રૂપે તમને
માણવાની મજા આવશે……(once again)

(Thanks to webjagat for this picture)
આ વગડાનો છોડ….. રમેશભાઈ પટેલ [આકાશદીપ]
ગૃહ મંદિરે ફૂલ છાબ ધરીને,
બેઠો પ્રભુને દ્વાર
વંદુ ચરણે પુષ્પ સમર્પી,
હરખે અંતર અપાર
પ્રસન્ન ચીત્તે ભાવ ભરીને,
થઈ ગર્વિલો ગાઉં
ધૂપ દીપથી મંગલ શક્તિને,
કેવો હું વધાવું
જોડાયા તારને થયો ઝણઝણાટ ,
અંતરયામી બોલ્યો
ભક્ત મારા જા, પૂછ છોડને,
કેમકરી ખીલવ્યાં ફૂલો?
ખૂલ્લા દેહે ઝીલ્યાં છોડવે,
બહું ઠંડી બહું તાપ
ત્રિવિધ તાપે તપિયાં ત્યારે,
આ ફૂલડાં આવ્યાં પાસ
બોલ હવે મોટો તું છે કે
આ વગડાનો છોડ?
ને હાથ જોડી હું શરમાયો,
સુણી પ્રભુનો તોડ
જય જવાન જય કિસાનને
આજ વંદતો દાસ
મહેંકાવી જીવનચર્યાથી
જઈશ પ્રભુની પાસ
દિધી દાતાએ શક્તિ તનમને,
ઉપકારી બડભાગી
ધરી નિઃસ્વાર્થ શ્રમ સુગંધ ,
થાશું પ્રભુ ચરણે યશભાગી
શ્રી રમેશભાઈ પટેલ [આકાશદીપ]
“ખૂલ્લા દેહે ઝીલ્યાં છોડવે,
બહું થંડી બહું તાપ
ત્રિવિધ તાપે તપિયાં ત્યારે,
આ ફૂલડાં આવ્યાં પાસ”
અતિ માર્મિક અભિવ્યક્તિ. સંતાનોને ઉછેરવાની પ્રક્રિયા પણ કાંઈક આવી જ છે.
આદરણીય શ્રી રમેશભાઈ , (આકાશદીપ )
એક ધરતી પુત્રની કલમે આલેખાયેલ અને ધરતી સાથે જોડાયેલ કવિની કલમનો
કસબ ખુબ મહેક્યો છે.
આદરણીય શ્રી રમેશભાઈ,
ખૂબજ સુંદર ભાવ સાથેની માર્મિક અભિવ્યક્તિ… ! માનવને પોતાના જીવનની ખૂબજ સુંદર શીખ આપે છે… !
સરસ ગીત થયુ છે… મને તો મુખડુ જ બહુ ગમી ગયુ….
રમેશભાઈ, સુંદર ભક્તિભાવ ભરી રચના. વગડાએ તો માનવ જાતને ઘણું આપ્યું છે. મિત્રભાવે એક જોડણીદોષ તરફ ધ્યાન દોર્યા વગર નથી રહી શકતો. “ઠંડી” ની જગ્યાએ “થંડી” છે તે સુધારી દેજો. કમ્પ્યુટરમાં ગુજરાતીમાં ટાઈપ કરતી વખતે આવું થઈ જાય છે.
Shri Jagadishbhai,
Thanks for your creative suggestion…corrective action taken.
Pl. find time to visit again.