
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી ખાતે અંતિમ સદ્દભાવના ઉપવાસ કર્યા હતા…. અમે વિકાસનું રાજકારણ કરી રહ્યાં છીએ.
…………………………………………………………………………………………….
સદભાવ અને સત્કર્મની રાજકીય યાત્રા ઉપવાસ સાથે સમાપન પામી. તેનું મૂલ્યાંકન ભલે સૌ સૌની રીતે કરે, આજે આ બે ડગ ..એક સદભાવનાને બીજું સત્કર્મ સાથે સાથે ચાલે તો આંતરિક કલહને બદલે પ્રજા સાચી રીતે સુખી થઈ જાય. ગુજરાતની સારી વસ્તુને નવાજમાં નાનમ અનુભવતા પરિબળોનો સામનો એક ગુજરાતી તરીકે સૌએ કરવો જ રહ્યો..
સદભાવ સત્કર્મ સદા ન્યારું…રમેશ પટેલ(આકાશદીપ)
જનહિતનું આ ગાણું
સૂણજો ભાઈ લાખેણું
હૈયા મહીં પ્રેમ જ્યોતિ પ્રગટે
રટીએ સદભાવનાનું ગાણું
દઈએ ડગ એક જગ કલ્યાણે
મળે સત્કર્મનું નાણું
વતન જતનનું ટાણું
સાથે ચાલો એજ છે શાણું
પાખંડ પ્રપંચો થકી જગ ભમ્યા
ઓળા વિનાશના છાયા
કુસંપના દીઠા ફળ તમે માઠા
ભાવ એજ સુખ છાયા
સદભાવ સત્કર્મ સદા ન્યારું
સૌ સાથે ચાલો એજ છે સારું
જનહિતનું આ ગાણું
સૂણજો ભાઈ લાખેણું
રમેશ પટેલ(આકાશદીપ)
આદરણીય શ્રી રમેશભાઈ,
જનહિતનું આ ગાણું
સૂણજો ભાઈ લાખેણું
હૈયા મહીં પ્રેમ જ્યોતિ પ્રગટે
રટીએ સદભાવનાનું ગાણું
દઈએ ડગ એક જગ કલ્યાણે
મળે સત્કર્મનું નાણું ..
એ હકીકત છે કે કોઈપણ સારા કાર્યને લોકોને પોતાના વિચારો સાથે અનેક રીતે મૂલવવાની આદત હોય છે, અને તે જરૂરી પણ છે., પરંતુ જે પ્રયાસ કર્યો તે રચના દ્વારા ખૂબજ સુંદર રીતે તમોએ આવકાર્યો … સુંદર રચના !
બસ આ રીતે જ સદભાવ ફેલાવતા રહો.
પાખંડ પ્રપંચો થકી જગ ભમ્યા
ઓળા વિનાશના છાયા
કુસંપના દીઠા ફળ તમે માઠા
ભાવ એજ સુખ છાયા
સદભાવ સત્કર્મ સદા ન્યારું
સૌ સાથે ચાલો એજ છે સારું
શ્રી રમેશભાઈમ ખૂબ જ સુંદર સદભાવના મિશન નિમિત્તે આપે કાવ્ય રચના પ્રગટ કરી.
નમો એ ગુજરાતને મળેલું અણમોલ ઘરેણું છે.
આદરણીયશ્રી. આકાશદીપ
જેની વિઝન હોય તેનું મિશન પાર પડે જ સાહેબ
સુંદર રચનામાં આપે વીણી લીધુ
અભિનંદન સાહેબ