Happy valentine’s Day….14 February
પ્રેમનો સળવળાટ પણ વસંતના વાયરા સાથે મઘમઘતો રમે..
અને સમયને સરતાં જ વાર ના લાગે. આ જોબનીયું ઊડતું
આઘું જતું રહે , તે પહેલાં રમાડી લઈએ તો ?..once more why not?
જોબનીયું આજ રમતું હાલ્યું….રમેશ પટેલ(આકાશદીપ)
જોબનીયું જાણ્યું ના જાણ્યું ને ઊડી જાશે
જોબનીયાને રંગમાં રાખજો રાતું
કે જોબનીયું જાશે હાલ્યું ગાતું
પ્રેમનું તો ડમરું
મદમાતી નજરું
હસી હસી કોણ ખોવાતું, સહિયર મોરી
જોબનીયું ઝાલે ના ઝલાતું
કે જોબનીયું આજ રમતું હાલ્યું
હૈયું રે હરખાતું
મનડું વલખાતું
વસંત ને વાયરે કોઈ વીંટાતું, સહિયર મોરી
છાનું છાનું શું મલકાતું.. કે જોબનીયું આજ રમતું હાલ્યું
કામણી એ કજરારું
ને શ્રાવણીયા ધારું
મૂછના દોરામાં શીદ લપટાતું, સહિયર મોરી
ઢોલને તાલે થનગન થાતું….કે જોબનીયું આજ રમતું હાલ્યું
પ્રેમની રે વાતું
જીવનનું ભાથું
વહાલના વાયરે પરદેશ જાતું, સહિયર મોરી
પળપળ જાતું વિખરાતું…
કે જોબનીયું આજ રમતું હાલ્યું
કેમ બાંધું રેશમીયા ધાગે
જોબનીયું ઉડતું જાતું વાટે
કે જોબનીયું આજ રમતું હાલ્યું
રમેશ પટેલ(આકાશદીપ)
આજે વર્ષો પહેલા સાંભળેલું ગીત “જોબનિયું આજ આવ્યું ને કાલ જાસે, જોબનિયું કાલે જાતું રહેસે” યાદ આવી ગયું.
આપે આ ગીતમા મનની છૂપી ભાવનાઓને સરસ રીતે વણી લીધી છે.
-પી.કે.દાવડા
આદરણીય શ્રી રમેશભાઈ,
આદરણીય દાવડાજીના પ્રતિભાવ સાથે સહમત છું અને આપની રચના સાથે પેલું ગીત પણ મમરાવવાની ખુશી થઇ ..!
સાહેબ આપે તો રચનામાં જોબનિયુ હિલોળે
ચઢાવી દીધુ