પંજાબના સપ્તસિંઘુ પ્રદેશ ‘લેયા’ પ્રદેશમાંથી આવેલા કૂર્મિ ક્ષત્રિયો લેઉઆ કહેવાયા અને ‘કરડ’ પ્રદેશમાંથી આવેલા કૂર્મિ ક્ષત્રિયો ‘કડવા’ કહેવાયા. ‘લેયા’એ લવએ વસાવેલી નગરી અને ‘કરડ’ કુશએ વસાવેલી નગરી હોવાનું કહેવાય છે.
પટેલ શબ્દનું મૂળ પટલિક
શ્રી હર્ષવર્ધન મહારાજાના ઈ.સ. ૬૩૧ના એક લેખમાં તથા બીજા કેટલાક લેખોમાં અક્ષપટલિક નામના એક અધિકારીનું નામ મળે છે. કેટલાક લેખોમાં મહાક્ષપટલિક અને ગ્રામાક્ષ પટલિક શબ્દો મળી આવે છે. પ્રબંધચિંતામણીમાં જ્યાં રાજકીય લખાણો થતાં હોય તે સ્થાનને અક્ષપટલ કહ્યું છે. સોલંકી તામ્રપત્રોમાં લેખક અક્ષપટલિક હોય છે.
મુખી
ગુજરાતના મુસલમાન સુલતાનોના સમયમાં (ઈ.સ. ૧૪૧૨થી ઈ.સ. ૧૫૭૩) ગામડાંઓમાં સરકારના મુખ્ય માણસ તરીકે મુખી નીમવામાં આવતા. મુખી એટલે મુખત્યાર, નેતા અથવા આગેવાન. મુખી શબ્દ અરબી ભાષાના મુક્તા શબ્દમાંથી આવ્યો છે.
પટેલ શબ્દની શરૃઆત
આવા મુખીને માનવંતા શબ્દોમાં પટલિક, અક્ષપટલિક અને અક્ષપટલ શબ્દના અપભ્રંશ તરીકે પટેલ કહેવા લાગ્યા. ક્રમે ક્રમે મુખીના (પટેલનાં) સગાંવહાલાં અને સંબંધીઓ પણ પટેલ કહેવાવા લાગ્યા. ગુજરાતમાં પટેલ શબ્દની શરૃઆત લગભગ ઈ.સ. ૧૪૦૦ પછી થયેલી જણાય છે. ઈ.સ. ૧૪૦૦ સુધી ગુજરાતના બધા જ પટેલો કણબી કહેવાતા હતા.
પટેલ શબ્દ અટક છે- જ્ઞાતિ નથી
પટેલ શબ્દ કણબી ઉપરાંત વાણિયા, બ્રાહ્મણ, મુસલમાન, હરિજન, દરજી, મોચી અને લગભગ બધી જ્ઞાતિઓના મુખી તેમજ જ્ઞાતિના આગેવાનો માટે વપરાવા લાગ્યો. પણ હાલમાં બીજી જ્ઞાતિઓમાં પટેલ શબ્દનો વપરાશ ઓછો થયો છે. હાલમાં ફક્ત કણબીઓને જ પટેલ કહે છે. આમ પટેલ શબ્દ એ કણબીઓની અટક છે, જ્ઞાતિ નથી.
કણબી અને પાટીદાર એ જ્ઞાતિ છે. મહારાષ્ટ્રમાં પટલિક ઉપરથી પાટિલ શબ્દ છે.
ગુજરાતમાં પાટીદાર શબ્દની શરૃઆત- પાટીદાર શબ્દનું મૂળ :
ગુજરાતમાં પટેલ શબ્દની શરૃઆત થયે લગભગ ૩૦૦ વર્ષ થઈ ગયાં હતાં. એ અરસામાં પીંપળાવ (જિ. ખેડા)માં વીર વસનદાસ નામે એક પટેલ હતા. તેઓ તે સમયના મોગલ બાદશાહ ઔરંગઝેબ સાથે સારો સંબંધ ધરાવતા હતા. તેમણે ધોળકા, માતર અને પેટલાદ તાલુકાનું મહેસૂલ ઉઘરાવવાનો ઈજારો મેળવ્યો હતો. તેમણે સંવત ૧૭૫૯ (ઈ.સ. ૧૭૦૩)માં પીંપળાવમાં સમસ્ત કણબી કોમનો એક મેળાવડો યોજ્યો. આ મેળાવડામાં ઔરંગઝેબના શાહઝાદા બહાદુરશાહને આમંત્રણ આપ્યું. આ મેળાવડામાં વીર વસનદાસે બાદશાહના દફતરમાં કણબીને બદલે પાટીદાર શબ્દ દાખલ કરાવ્યો.
(પાટીદાર= પત્તિદાર = પટ્ટદાર = જમીનદાર, પાટી = જમીનદાર = હોવું, પાટીદાર એટલે જેની પાસે જમીન હોય તે.)
પાટીદાર શબ્દનો અર્થ
પાટીદારનો અર્થ જમીન ધારણ કરનાર એવો થાય છે. પાટી= જમીન, દાર = ધારણ કરનાર, પાટી એ સંસ્કૃતમાંથી બનેલો પ્રાકૃત અને અપભ્રંશ શબ્દ છે, દાર એ ઈરાની ભાષાના દાસ્તન, દાર એટલે ધારણ કરવું એ ક્રિયાપદનું આજ્ઞાર્થ રૃપ છે.
વીર વસનદાસે કણબીને બદલે પાટીદાર શબ્દ જેવો મોટો ફેરફાર ઈ.સ. ૧૭૦૩માં કરાવ્યો હતો. છતાં ઈ.સ. ૧૯૦૦ સુધી ગુજરાતમાં પાટીદારો માટે કણબી શબ્દ બહુ પ્રચલિત હતો. પાટીદારોએ મહેસૂલ ઉઘરાવવાના ઈજારા લીધા અને અમીન તથા દેસાઈ બન્યા. વીર વસનદાસના સમયમાં કેટલાક નાગર બ્રાહ્મણો ગામડાંઓમાંથી મહેસૂલ ઉઘરાવવાના ઈજારાઓ રાખતા. આ નાગર બ્રાહ્મણો પાટીદારો ઉપર ખૂબ જુલ્મ કરતા. તેમની પાસે વેઠ કરાવતા અને મહેસૂલના નામે વખતોવખત તેમની મિલકતો પણ પડાવી લેતા. વીર વસનદાસે દિલ્હીના મોગલ બાદશાહ અને ગુજરાતના મોગલ સૂબાઓ પાસે લાગવગ વાપરીને મહેસૂલ ઉઘરાવવાના ઈજારાઓ પાટીદારોને અપાવ્યા. આ ઈજારાઓ રાખનાર પાટીદારો અમીન કહેવાયા. પેશ્વાના વખતમાં મહેસૂલ એકઠું કરનાર ઈજારદારો દેસાઈ કહેવાયા, આમ પાટીદારોમાં પટેલ ઉપરાંત અમીન અને દેસાઈ અટકો ચાલુ થઈ. વીર વસનદાસ ગુજરાતના પહેલા અમીન હતા.વીર વસનદાસ ગુજરાતના ગામડે ગામડે ફર્યા. ગુજરાતના ગામડાંઓના પટેલોને અમીનાત અપાવી. તેમણે ગરીબ પાટીદાર ખેડૂતોને ગામડે ગામડે કૂવાઓ કરાવી આપ્યા.આ રીતે તેમણે ગુજરાતના પાટીદારો ગામડાંઓમાં સ્થિર, સુખી અને સમૃદ્ધ બને તેવા પ્રયત્નો કર્યા.
પાટીદારોની અટકો
હાલમાં ગુજરાતના લેઉવા અને કડવા પાટીદારોમાં પટેલ, અમીન અને દેસાઈ આ ત્રણ મુખ્ય અટકો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના પાટીદારોમાં તેમનાં જૂનાં સ્થળ અને ધંધા ઉપરથી અનેક અટકો ચાલે છે. સુરત, વલસાડ અને બારડોલીમાં પણ પાટીદારોના ધંધા ઉપરથી અનેક અટકો ચાલુ થઈ છે.
છેલ્લાં દસ વર્ષથી સૌરાષ્ટ્ર, કચ્છ અને સુરત વલસાડના પાટીદારો તેમની જુદી જુદી અટકોનો ત્યાગ કરી પટેલ અટક લખાવે છે અને જ્ઞાતિમાં લેઉવા કણબી અને કડવા કણબી શબ્દોને બદલે લેઉવા અને કડવા પાટીદાર લખાવે છે. આમ આખા ગુજરાતમાં હાલમાં પાટીદારોની એક જ અટક પટેલ છે.
પાટીદાર ગોળ
ઈ.સ. ૬૦૦ સુધી લેઉવા અને કડવા પાટીદારોમાં આંતરિક લગ્ન થતાં હતાં. પણ ઈ.સ. ૬૦૦ પછી ગુજરાતમાં ચાવડા અને સોલંકી રાજાઓના સમયમાં લેઉઆ અને કડવા પાટીદારોના સામાજિક રીતરિવાજોમાં એકાએક અજાયબ જેવા મોટા ફેરફારો થયા.આવા ઝડપી સામાજિક ફેરફારોને લીધે લેઉવા અને કડવા પાટીદારોનાં આંતરિક લગ્ન બંધ થયાં. આમ લેઉવા અને કડવા પાટીદારોનાં આંતરિક લગ્ન બંધ થતાં ધીમે ધીમે લેઉવા અને કડવા એમ બે સ્પષ્ટ પેટા જ્ઞાતિઓ પડી ગઈ. આજથી ૫૦૦ વર્ષ પહેલાં બધા જ પાટીદારો એક જ સરખા ખેડૂતો હતા. તેમની પાસે વેપાર, ઉદ્યોગ, નોકરી કે શહેરીજીવન જેવું કંઈ જ હતું નહી. બધા પાટીદારો ગામડાંઓમાં રહેતા અને ખેતી કરતા. કુળની દૃષ્ટિએ કોઈ ઊંચા કે નીચા હતા નહી, કન્યાઓની લેવડદેવડની બાબતમાં કોઈ વાડાબંધી, ગોળ કે જથ્થા હતા નહિ. બધા જ કડવા અને લેઉવા પાટીદારો પોતપોતાની અનુકૂળતા મુજબ આખા ગુજરાતમાં કન્યાઓની આપ-લે કરતા.
અમદાવાદના કુળવાન પાટીદારો
પણ ઈ.સ.૧૪૧૩માં અમદાવાદ શહેરની સ્થાપના થઈ. ગામડાના સુખી અને બુદ્ધિજીવી પાટીદારો અમદાવાદ શહેરમાં આવવા લાગ્યા. તેઓ શહેરમાં આવીને વેપાર, ઉદ્યોગ અને નોકરીઓમાં જોડાયા. અમદાવાદમાં પોતાનાં મકાનો બાંધ્યાં, સ્થાયી વસવાટ કર્યો અને આમ શહેરના પાટીદારો સુખી અને સમૃદ્ધ બનતાં કુળવાન અને ઊંચા ગણાવા લાગ્યા.અમદાવાદના આવા સુખી અને કુળવાન પાટીદારોને કન્યાઓ આપવા માટે ગામડાના
પાટીદાર ખેડૂતો પડાપડી કરવા લાગ્યા. પરિણામે શહેરના પાટીદારો ગામડામાં પરણવા જતાં પરઠણ અને દહેજ લેવા માંડયા અને વધુ નાણાં મેળવવા માટે એક કરતાં વધુ સ્ત્રીઓ પરણવા માંડયા. આ સમયે એક પત્નીવ્રતનો કાયદો હતો નહિ.ગામડાના ખેડૂતોને દીકરીઓ પરણાવવા ખૂબ ખર્ચ થવા માંડયું. પરિણામે ગામડાના પાટીદારોમાં દીકરીનો જન્મ એક મોટી આફત ગણાવા માંડી.છેવટે ગામડાના પાટીદારો જાગ્યા, સમજ્યા અને ઈ.સ. ૧૭૦૦ના અરસામાં ફક્ત લેઉવા પાટીદારોએ અમદાવાદમાં કન્યાઓ નહીં આપવાનું નક્કી કર્યું.આ સમયે ગામડાંના કડવા પાટીદારો અમદાવાદના કડવા પાટીદારોને કુળવાન ગણતા અને ખૂબ ખર્ચ કરીને પોતાની દીકરીઓ અમદાવાદના પાટીદારોને આપતા.અમદાવાદના કડવા પાટીદારોને કુળવાન માનવાનો રિવાજ ઈ.સ. ૧૯૩૦ સુધી ચાલ્યો. ઈ.સ. ૧૯૧૦થી ઈ.સ. ૧૯૭૦ સુધીમાં આ રિવાજ ધીમે ધીમે ઓછો થયો. તે પછી ગામડાના પાટીદારો અમદાવાદના કહેવાતા કુળવાન પાટીદારોને ઊંચા ગણતા નહીં અને પોતાની દીકરીઓ દુખી થાય તેવી રીતે અમદાવાદના પાટીદારોને આપતા નહોતા. પરઠણ અને દહેજની શરૃઆત
પણ આ સમયે ગામડાઓમાં બીજી એક અસમાનતા ઊભી થઈ હતી. કેટલાંક ગામોનાં મોટાં કુટુંબોએ અમીનાત અને દેસાઈગીરી મેળવ્યાં હતાં. આ ગામોના પાટીદારોને ઈલ્કાબ ઉપરાંત કેટલીક જમીનો અને ગામો ઈનામમાં મળ્યાં હતાં. જે પાટીદારોએ અમીનાત અને દેસાઈગીરી મેળવ્યાં હતાં તેમની આવક ખૂબ વધી ગઈ. તેઓ જાતે ખેતી કરતા નહીં પણ બીજા ખેડૂતો પાસે ખેતી કરાવી તેમની પાસેથી ખેતીના પાકમાંથી ભાગ લેતાં.આમ ગામડાંના પાટીદારોમાં એક સુખી વર્ગ ઊભો થયો.આ સંજોગોમાં સાધારણ સ્થિતિના પાટીદારો ગામડાંના અમીનો અને દેસાઈઓને કન્યાઓ આપવા પડાપડી કરવા માંડયા અને પાટીદારોમાં પરઠણ અને દહેજની રકમ વધવા માંડી. જે ગામો ઊંચાં અથવા કુળવાન મનાતાં હતાં. તેમણે ઈ.સ. ૧૮૦૦ પછી પોતાની કન્યાઓ પોતાનાં ગામો બહાર ન આપવાનો વ્યવહાર ઊભો કર્યો. વધારામાં તેઓ બહારનાં નાનાં ગામોમાંથી મોટી પરઠણ લઈને કન્યાઓ લેતા. આમ કન્યાઓની લેવડદેવડ માટે મોટી અસમાનતા ઊભી થઈ.ઈ.સ. ૧૮૪૯માં નડિયાદ, મહુધા, ઓડ, સુણાવ, ઉત્તરસંડા, આણંદ, અલિદ્રા, વાંઠવાડી, વીરસદ અને બોરસદ એ દસ ગામોના પાટીદારો ખેડા જિલ્લાના કલેક્ટરને રૃબરૃમાં મળ્યા અને પરઠણમાં કોઈએ રૃ. ૩૦૧થી વધારે રકમ ન આપવી તેમ નક્કી કર્યું. ત્યારબાદ પેટલાદ તાલુકાના પાટીદારોએ મામલતદાર સમક્ષ પરઠણની રકમ રૃ. ૩૧૧ નક્કી કરીને સહી કરી. અમદાવાદ જિલ્લાના ઊંચા અને કુળવાન કહેવાતા કડવા અને લેઉવા પાટીદારોએ પણ કલેક્ટર સમક્ષ સહીઓ કરી. પણ પરઠણની રકમનું કોઈએ પાલન કર્યું નહિ. કન્યાઓ પરણાવવામાં ખૂબ ખર્ચ થવા માંડયું. છેવટે આ વિષય ઉપર વિચાર કરવા ઈ.સ. ૧૮૬૯માં ડાકોરમાં ખેડા અને અમદાવાદ જિલ્લાના લેઉવા પાટીદારોનું એક પંચ મળ્યું.
પાટીદારોનો પહેલો ગોળ (ઈ.સ. ૧૮૬૯) :
આ પંચમાં નડિયાદ, વસો, સોજિત્રા સાથે સાડા પંદર ગામોએ પોતાનો એક ગોળ, અથવા જથ્થો જાહેર કર્યો. તેમણે પરઠણની રકમ રૃ. ૩૧૧ નક્કી કરી દસક્રોઈ અને વાક્યના પાટીદારો તેમને કન્યા આપે તો તેમના માટે રૃ. ૪૦૧ નક્કી કર્યા. કાનમ અને બીજા કોઈ પણ ગામો નડિયાદના ગોળને કન્યા આપે તો પરઠણની રકમ રૃ. ૪૫૧ નક્કી કર્યા. (ક્રમશઃ)
બહુ સારૂં સંશોધન.
સારી એવી જહેમત ઉઠાવી છે તમે અને હવે હું મને વધારે સારી રીતે ઓળખીશ,પરદેશી પટેલ તરીકે કે સ્વરુપે પણઃ હવે હું અનુવાદ છું.
આભાર રમેશભાઈ સરસ રીતે વિગતોનું સંકલન કર્યું છે. અત્યારે એમની પૂરેપૂરી ઓળખ અને તે અટકની શરૂઆત વિશે રસપ્રદ માહિતી આપવા બદ..પણા સાથે સાથે એ પણૅ જોવાનું રહ્યું કે સમયની સાથે ટ્રેન્ડ પણ બદલાતો હોય છે..કોઈ પણ નિયમો કે વાડાઓમાં ચુસ્તતાની જ્ગ્યાએ લચીલાપણું હોવું ય જરૂરી છે…એમ મારું અંગત રીતે માનવું છે.
આદરણીય શ્રી રમેશભાઈ,
પાટીદાર અને પટેલ વિષે જીણવટ ભરી અને રસપ્રદ માહિતી, .. ધન્યવાદ !
કેશુભાઇ પટેલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ સિદસરમાં કડવા પાટીદાર સમાજના પ્રસંગમાં પ્રવચન કર્યું હતું અને જણાવ્યું હતું કે મા ખોડલના સંતાન હોય કે ઉમિયામાતાના, આખરે પાટીદાર પાટીદાર છે. આ મહોત્સવ કે આ સંકુલોનું મહત્વ અનેરું છે. ફકત હોમ હવન કરીને છૂટ્ટા નથી પડી જવાનું આજે ધર્મના અર્થ, પરિમાણ બદલાયાં છે. જે દાન અહીં આવ્યું છે તેમાંથી શિક્ષણ અપાશે, વિવિધ અભ્યાસકેન્દ્રો ચાલશે અને આઇએએસ, આઇપીએસ અહીંથી સર્જાય તેવું આપણે સૌ ઇચ્છીએ છીએ…આ ઉત્સવો ફકત પટેલો એકઠા થાય તે માટે નથી. આ કાર્યક્રમ રાષ્ટ્રનિર્માણનું એક માધ્યમ બની શકે છે.
Follow Sardar Patel’s work and try to make Gujarati a Rashtra Lipi.
if we can write Sanskrit in Sardar’s Gujarati why not Nehru’s Hindi ??
How any gujarati can forget?…ઝવેરબાપા
આપણે અત્યારે આખા ગુજરાતમાં ઘેર ઘેર ખવાય છે તે લોક-1 ઘઉં તે આ ઝવેરબાપાની જ શોધ !
………………….
ખેડૂતો પચીસ ત્રીસ કરોડનો પાક વધુ ઉતારે છે તે ઘઉં લોક1 કોનું સંશોધન છે?
>> જે શોધ બદલ વિદેશમાં લાખો-કરોડ મળત તે જનતાને સમર્પિત કરી દીધી
>> ડૉ.ઝવેરભાઈ એચ. પટેલ જેમને લોકો ઝવેરબાપા તરીકે જ ઓળખતા હતાની નોખી સિદ્ધિ
>> ગુજરાતના ખેડૂતો થકી તેમણે સ્થાનિક અર્થતંત્રમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે
…………………………………………
ઝવેરબાપા 1984 માં દીકરા અશોક પટેલ પાસે શિકાગો પાસેના ઓકબ્રુક ગામે આવ્યા ત્યારે એમણે એવી ઇચ્છા કરી કે હું પચાસ વર્ષ પહેલાં જ્યાં ભણતો અને જ્યાં ખેતીવાડીમાં ડોક્ટરેટ લીધેલું તે યુનિવર્સિટી ઓફ ઇલિનોઈમાં મને લઈ ચાલ.
……………………………
બન્ને પુત્રો ભરત અને અશોકની સાથે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇ ગયા. ઓહોહો, પચાસ વર્ષમાં સંખ્યાબંધ નવાં મકાનો ખડા થઇ ગયાં હતાં.
એમના આર્કિટેક્ચર(સ્થાપત્યો) બદલાયાં હતા. વૃક્ષો વધારે ઘેઘૂર બન્યાં હતાં, અને પક્ષીઓ વધારે ચંચળ.. કારમાંથી પગ દઇને એકાસી વરસના ઝવેરબાપા વગર ટેકે પુત્રોની પાછળ પાછળ ચાલ્યા અને કુલપતિની ઓફિસમાં પગ દીધો. પગ દીધો ને આશ્ચર્યમૂઢ થઈ ગયા. શું જોયું? કુલપતિની ચેરમાં તો કોઈક ચમકતા ચહેરાવાળો અમેરિકન પ્રૌઢ બેઠો હતો અને એના ચહેરા પર વેલકમનું સ્મિત હતું. પણ એની આજુબાજુ છ-છ ખુરશીઓ ગોઠવાયેલી પડી હતી અને એમાં બેઠા હતા આ ઝવેરબાપાની પેઢીના જ કુલ બાર વૃદ્ધ પુરુષો, આ શું ? કોણ છે આ લોકો ? ઝવેરદાદાએ ઝીણી નજરે કરીને બધા ઉપર પીંછીની જેમ નજર ફેરવી. થોડીઘણી પરિચિતતાની રેખાઓ એમાં ઊપસી આવી અને પછી ધીરેધીરે આખું ચિત્ર સ્પષ્ટ થયું.
બધા જ ચહેરાઓ ઘરડા કરચલીવાળાઓ ટાલિયા યા સફેદવાળવાળા મટીને જુવાન તસતસતી મુખરેખાવાળા થઈ ગયા. અદ્દભુત આ બધા જ પચાસ વરસ પહેલાના કલીગ્સ! સહકાર્યકરો, સહપાઠકો હતા. ભણતર ગણતર, સેલ સપાટા, ગેલગમ્મત, ખેલકૂદ કરી હશે. થોડા સમય સુધી કોઈ કોઈ ચિઠ્ઠીપત્રીનો સંબંધ રહ્યો હશે. પછી સૌ સૌની ભવાટવિમાં અંતર્ધ્યાન થઈ ગયા હતા. પહેલા તો સ્મરણમાં પણ આવતા હતા, હમણાહમણાંના તો દિન ગણંતા માસ થયા અને પછી વરસે આંતરીયા, સુરત ભૂલી શામળા હવે તો નામે ય વિસરીયા એવો મામલો. બસ, આજે આ વીજળીનો એક ચમકારો થયો, સ્મૃતિનું આખું આકાશ ઝળહળાં થઇ ગયું.
એ વખતની એમની મનઃસ્થિતિનું વર્ણન ઝવેરબાપા ખુદ હોય તો કરી શકે પણ એ તો 1989 ના માર્ચની 23 મીએ પાલિતાણામાં પોતાના ઘેર જ અવસાન પામ્યા, પણ આ બનાવના સાક્ષી અશોકભાઈ પાસે એ વખતના વર્ણનના આવા થોડા શબ્દો આ છે :એ બધા એકબીજાને ભેટ્યા-મળ્યા અને આંખોમાંથી આંસુની ધારા વહી આવી. એ દૃશ્ય હું વીડિયોમાં કેદ કરી શક્યો હોત પણ નથી કરી શક્યો.’ ઝવેરબાપા કહેતા હતા કે ‘મારા વેવાઈ ચંદુલાલ બહેચરલાલ પટેલ સંપાદિત કરેલા લાખો શબ્દોવાળા ભગવદ્દમંડળના શબ્દકોશમાંથી પણ એને માટેના શબ્દ ન જડે.’
એમણે એકબીજાએ આટલાં વર્ષો – અર્ધી સદીમાં એકબીજાને કરેલી કામગીરીની પોતપોતાના સરવૈયાની આપલે કરી. કયા ક્ષેત્રમાં કોણે કેટલું સંશોધન કર્યું, એના શાં પરિણામો આવ્યા, એની વાતો કરી. ઝવેરબાપાનાં સંશોધનો શેરડી, મગફળી, બાજરી ને છેલ્લે ઘઉં ઉપરનાં જોઈને સૌ ચકિત થઈ ગયા.
ઉપકુલપતિએ તો કહ્યું ‘મિસ્ટર પટેલ, તમને આ સંશોધનો બદલ કેટલા લાખ મળ્યા ?’ જવાબમાં ઝવેરબાપાએ ટોકરી હલાવતા હોય તેમ અંગૂઠો હલાવ્યો. મતલબ કે ફદીયું ય નહિં. ‘ઈલિનોઇ યુનિવર્સિટીનો ઉપકુલપતિ સ્તબ્ધ જ થઈ ગયો. ‘અહીં તમે હોત તો એક એક શોધ પર પેટન્ટ મળત અને એક પેટન્ટના તમને લાખો ડૉલર…. ’
ઝવેરબાપા બોલ્યા : ‘મને મળે ને ?’ ઉપકુલપતિએ હસીને હા પાડી.
‘બરાબર, પણ એમાં મારા કન્ટ્રીને શું મળે ?’ એમ ઝવેરબાપા બોલ્યા ને ખડખડાટ હસ્યા ને કહ્યું : ‘અમારા કન્ટ્રીમાં અત્યારે એક આ લોકવન જાતના ઘઉં પર જ અમારા ખેડૂતો પચીસ ત્રીસ કરોડનો પાક વધુ ઉતારે છે.’
‘પણ છેવટ તમે તમારું નામ એ સંશોધન સાથે કેમ ન જોડ્યું ?
‘શું કામે જોડું ?’ ઝવેરબાપા બોલ્યા : ‘મારે મારા નામને શું કરવું છે ? મેં તો મનુભાઈ પંચોલીની સંસ્થા લોકભારતી સણોસરામાં રહીને આ સંશોધન કરેલું, એટલે જેમ લોકભારતી લોકો માટે છે એમ આ ઘઉંની નવી જાત પણ લોકો માટે જ છે, એટલે મેં જ નામ આપ્યું લોક-1.’
‘નામેય ન લીધું, પણ દામેય ન લીધા ?’ અશોકભાઈને મેં પૂછ્યું.
(Thanks for this writeup..)
હલધરું ગામના નટવરભાઈ પટેલે જમીન બહાર વેલા પર બટાટા ઉગાડ્યા
(News..Divyabhaskar)
……………………………………………………..
-વેલા પર ઉગેલા બટાકા પણ ન ખવાય : પદ્મદર્શનવિજયજી
-કોઈપણ શાકભાજી સાથે, બટાકા, અમીર -ગરીબ સૌનું મેનુ
- હિન્દુઓ ઉપવાસમાં તેનો ફરાળી વાનગી તરીકે કરે
-હલધરું ગામના નટવરભાઈ પટેલે જમીન બહાર વેલા પર બટાટા ઉગાડ્યા
સામાન્ય રીતે બટાકા જમીનની અંદર પાકતા હોવાથી તેની ગણના કંદમૂળ તરીકે થાય છે. તેથી હિન્દુઓ ઉપવાસમાં તેનો ફરાળી વાનગી તરીકે કરે છે. પરંતુ જૈનો તેનો ઉપયોગ કરતા નથી.
હવે જૈનો પણ તેનો ઉપયોગ કરી શકે તેવા બટાકાનો પ્રયોગ, જમીન બહાર વેલા પર ઉગાડી કામરેજ તાલુકાના હલધરું ગામના નટવરભાઈ પટેલે કર્યો છે. વેલાવાળા બટાકાનો રોપો નટવરભાઈએ તેમના મિત્ર મોહનભાઈએ મુંબઇથી લાવી આપ્યો હતો. આ બટાકાની જાત ઈઝરાઈલમાં થાય છે. નટવરભાઈએ કારેલા, દૂધી જેવા શાકભાજી માટે કરાતા માંડવા, આ બટાકાના રોપા માટે તેમના વાડમાં કર્યા છે. ગત જુન માસથી શરૂ કરેલું આ વાવેતર શાકભાજી પાક રોપા દીઠ ૧૦ થી ૧૫ કિલોનો ઉતાર આપે છે. અને એક બટાકું સરેરાશ ૫૦૦ ગ્રામ વજનનું હોય છે. આજે વેલાવાળા આ બટાકા કિલોએ R ૫૦ના ભાવે વેચાય છે.
તામીલનાડુ યુનિવર્સિટીના વિજ્ઞાની ડૉ. કે.કે.કૃષ્ણમૂર્તિ હલધરું આવી નટવરભાઈ પાસેથી નમૂનો લઈ ગયાં છે.
નટવરભાઈની ઈચ્છા છે કે, આ વેલા પર ઉગતા બટાકા પર સંશોધન થાય, જેથી તેની ગુણવત્તા સાથે તેમાં રહેલા ખનીજો પ્રોટીન જેવી બાબતો જાણી શકાય. તેમજ મધુ્પ્રમેહ – ડાયાબીટીશના દર્દીઓ ખાઈ શકાય તેવી ઓછી શર્કરાવાળા ઘટકો જો તેમાં હોય તો લાખો લોકો અને ખેડૂતો માટે ઉજળી આશા બંધાય.
પદ્મદર્શનવિજયજી….
બટાકા જમીનમાં ઉગે કે વેલા પર પરંતુ તે અનંતકાય કહેવાય છે. આથી તેને ભોજનમાં ન લેવાય. અમદાવાદમાં સાબરમતી ખાતેથી પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે વેલા પર ઉગેલા બટાકાના ભોજનમાં ઉપયોગ અંગે આ શબ્દો કહ્યાં હતા
ખુ બ ઉંડાણપૂર્વકનું ખેડાણ સાહેબ
કામ આવે તેવી માહિતી આપી
Very much thanks for suppotive comment.
Ramesh Patel(Aakashdeep)