Feeds:
Posts
Comments

Archive for February 7th, 2012

યુરોપથી રસિયા ખંડ સુંધી પૃથ્વી નો ઉત્તર ધ્રુવ અત્યારે હિમ વર્ષાથી છવાઈ ગયો છે. સફેદ ચાદર ઓઢેલી ધરા ને પર્વત રાજોની સાથે ઠરી જતા સાગર કે સરોવરને ટીવી દ્વારા માણવા  મળતા દ્ર્શ્યોથી આનંદ થાય છે ને સાથે સાથે  આ કસોટીમાં કુદરત ખોળે જીવતા જીવોની દશા માટે અનુકંપા થાય છે. આ આપત્તિને સૌના લાભ માટે પરિવર્તિત કરવાની શક્તિ ફક્ત સૂરજદાદા પાસે જ છે. ચાલો ઋતુઓની આ કસોટીને સંવેદનાથી ઝીલીએ..

Boston Snowfall

(Thanks to webjagat for this picture)

આદરણીય શ્રી જુગલકિશોરજીના માર્ગદર્શન સાથે તેમના સહયોગથી આભાર સાથે રચનાને મઠારી ફરીથી રજૂ કરું છું. રમેશ પટેલ(આકાશદીપ)

હિમલહરમાં….રમેશ પટેલ(આકાશદીપ)

છંદ- શિખરિણી

અરે ! છૂપાઈ  ક્યાં તમ પ્રખરતા દેવ સવિતા !

ધરા શોધે ઉષ્મા, તમ વિણ  નભે ખેદ પ્રસરે.

 કસોટી ભારે આ, ઋતુ બદલતી  નિત્ય ધરતી!

સરે   નીચે ઉષ્મા ,  હિમલહરમાં ,  કાય  થથરે

 

છવાયા માર્ગો આ, બરફ ઢગલે, સ્તબ્ધ  દુનિયા

 હિમે  છાયી  પૃથ્વી, ધવલ પટને,  વૃક્ષ  ધવલાં-

થયાં  કેદી  સર્વે, વીજ પણ રુઠે, પંગુ  સરિખા

 ઠરે  ધીરે  ધીરે,   સરવર  બધાં , પાક  સઘળાં

 

“પહાડો શા દીસે ‘પશુપતિ સમાધિસ્તસમ”  હા !”

 કરી દેતાં આંખો સજળ, અવ શી ધન્ય વસુધા !

 હવે જ્યારે વ્હેશે વિમલ જલ, આ  સૂર્ય તપતાં,

લહેરાશે  વાડી,  શતશત   રૂપે  ધૈર્ય   ધરતાં !

મહા  શક્તિઓથી, ચતુર પ્રભુ તું ,  શ્રેય સજતો

 ખુશી  પામી  હૈયે, ગગન  ભરશું,   ક્ષેમ ધરજો

 રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.

Join 129 other followers