મન….તન્મયાકાર કોણ?…..સત્સંગ…..સંકલન રમેશ પટેલ(આકાશદીપ)

(Thanks to webjagat for this photo)
દાદાશ્રી…આખા જગતને મન ખાઈ જાય છે. સારો વિચાર આવ્યો કે તરત એની અંદર એકાકાર થઈ જાય,
ના થવું હોય તો પણ થાય.
એને ગમતો વિચાર છે માટે. મન એટલે પૂર્વના આગ્રહો બધા. હવે જાગૃતિ જ્ઞાનથી દૃષ્ટા થાવ તો અભિપ્રાય
આવે અને મહીં તન્મયાકાર ના થાવ.
સત્સંગી… મન એક વિચાર બતાડે છે એમાં ગમતું , ના ગમતું કોને છે?
દાદાશ્રી….’ અહંકાર’ ને ના-ગમતા વિચાર આવે તેમાં અહંકાર એકાકાર ના થાય.
સત્સંગી.. એટલે મૂળ ભાંજગડ તો અહંકારની જ રહીને, મન કરતાંય?
દાદશ્રી…આ મનને લઈને તો છે આ બધું. અહંકાર કશું તન્મયાકાર ના થાય તો,
અભિપ્રાયની વેલ્યુ બંધાય, સાચો માર્ગ મળે તો , સારા સંજોગો ઊભા થાય અને ખોટી
ખેંચો દૂર થાય.
દાદાશ્રી…હું દાદો થયો છું તે આ બધી ખેંચો તોડી ને જ. તારી ખેંચો ઓછી થઈ એટલે
જીવનમાં શાન્તિ. તકલાદી વસ્તુ તકલાદી છે એવી જાણકારી વધે…મન કેળવાય.
સ્વયંમ જાગૃત થયો એટલે પોતાનું ચલણ શરું થયું.
બ્રેક લાગી આ ધારણાઓ પર..
સંત કબીર કહી ગયા હતા..’.મનકા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય’..
.દુનિયામાં આત્મ જ્ઞાન એકલું જ એવું છે જે મનને વશ કરી શકે. જ્ઞાને કરીને
મનનો જે નિશ્ચય થાય એમાં મન મજબૂત થતું જાય. મન ચોખ્ખું થતું જાય
તેમ વ્યવહારો પણ સુધરતા જાય…પ્રતિક્રમણ થતા જાય અને મન બગડતું અટકે.
પોતે શુધ્ધાત્મા થયો ત્યાંથી એ જ્ઞેય થઈ જાય
આભાર–અક્રમ વિજ્ઞાન….સંકલન–રમેશ પટેલ(આકાશદીપ)

સંત કબીર કહી ગયા હતા..’.મનકા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય’..
.દુનિયામાં આત્મ જ્ઞાન એકલું જ એવું છે જે મનને વશ કરી શકે. જ્ઞાને કરીને
શ્રી રમેશભાઈ ..ખૂબ જ ગમ્યો શ્રી દાદા ભગવાન નો સત્સંગ આપે કરાવ્યો …
ન હી જ્ઞાનેન સદૃષમ પવિત્રમ ઇહ વિદ્યતે ..જ્ઞાન જેવું પવિત્ર શ્રેષ્ઠ આ જગમાં અન્ય કશું નથી
અને મન એવમ મનુશ્યાનામ કારનં બંધમોક્ષયો..મન જ બંધ અને મોક્ષનું કારણ છે જીવાત્માને ..
જીવન સુધરવાનો શ્રેષ્ઠ માર્ગ એજ ભક્તિ છે.
ખુબ જ સરસ
‘.મનકા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય’.. કબીરજી તેમની વાણીમાં તો કહી ગયા, પરંતુ આ મન શું છે ? આ મન ને વશ કરી શકાય કે નહિ ? અને આત્માજ્ઞાન કઈરીતે પ્રાપ્ત કરવું |? આવા અનેક સવાલ આપની સમક્ષ સતત ઉપસ્થિત થતા હોય છે જ્યારે આ સત્સંગ ને આપણે માણીએ છીએ ત્યારે… અને મારી સમજ મુજબ દાદા ભગવાન આ માટે ખૂબજ સરળતાથી સમજાવવા કોશિશ કરે છે…
આવી વિભૂતિઓના સત્સંગ દ્વારા જ મન સૌપ્રથમ તો શુદ્ધ કરવું જરૂરી છે.. !