યુગોનાં પુણ્ય જાગે ત્યારે જગ કલ્યાણનું નિમિત્ત બની માનવતાના
પયગંબરો જન્મ લેછે. ભારતની મરદાલ થઈ ગયેલી અસ્મિતાને,
આ મહામાનવે ચેતના ફૂંકી સજીવન કરી અને ભારતની નવી પેઢીને
ખુશહાલીની ભેટ દીધી. વિશ્વને અહિંસાથકી ક્રાન્તિનો માર્ગ ચીંધ્યો.
હર ભારતવાસી રાષ્ટ્રપિતા બાપુ ગાંધીનો અનંત ઋણી રહેશે. તેમનું બલિદાન
માનવતાની અમર જ્યોત બની સદા ઝળહળતું રહેશે…
Rajghat

About: In Rajghat Mahatma Gandhi’s last rituals were performed on 31st January, 1948. One can see the memorial stone of the Father of the Nation in square shaped black stone when one visits this famous site in Delhi. The Rajghat at Delhi is visited by the nationals as well as foreigners who wish to pay their homage to Mahatma Gandhi. Adjacent to Rajghat there is also a Gandhi Memorial Museum that displays the life cycle of the great soul and the philosophy of the Sarvodaya Movement through a movie.
(Thanks to webjagat for this picture and writeup)
ગાંધી વિશ્વ દુલારા….રમેશ પટેલ(આકાશદીપ)
મન મંદિરે જ્ઞાન દીપડે, દીધા વિચાર ઓજસ વિશ્વે
સમય સીમાનાં બંધન તોડી, વહી વાણી જગ કલ્યાણે
સત્ય અહિંસા આદર સૌના, જીવન મ્હેક્યું માનવતાએ
પ્રગટાવી ખુમારી હૈયામાં, દીધા ઉપદેશ વિશ્વ ક્ષિતિજે
રાહબર વિશ્વના ગાંધી મારા, તું પુનિત પ્રેમની ધારા
જગ વંદે નત મસ્તકે, ધન્ય આ ભૂમિ વિશ્વ દુલારા
રમેશ પટેલ(આકાશદીપ)
બહુ સરસ.
આજે ગાંધી શહીદી દિને એમને સરસ શ્રધાંજલિ આ કાવ્ય દ્વારા. રમેશભાઈ.
આદરણીય શ્રી રમેશભાઈ,
રાહબર વિશ્વના ગાંધી મારા, તું પુનિત પ્રેમની ધારા
જગ વંદે નત મસ્તકે, ધન્ય આ ભૂમિ વિશ્વ દુલારા
મહાત્મા ગાંધીબાપુ ને ખૂબજ સરસ શ્રદ્ધાંજલિ એક સુંદર રચના દ્વારા….
રાહબર વિશ્વના ગાંધી મારા, તું પુનિત પ્રેમની ધારા
જગ વંદે નત મસ્તકે, ધન્ય આ ભૂમિ વિશ્વ દુલારા
ખૂબ જ હૃદય સ્પર્શી રચના આપે કહી..ભાવવિભોર બની જવાયું અદ્ભુત પ્રેરક માનવ થઇ ગયા.
જય શ્રીકૃષ્ણ રમેશભાઈ,
કુશળ હશો..
ગાંધીબાપુને ભાવભીની શ્રદ્ધાઁજલિ…
આપ માટે મનનો વિશ્વાસ બ્લોગ પર એક ખુશખબર છે…
શ્રીમાન. રમેશભાઈ
પૂજ્ય બાપુને શત શત વંદન
” સત્ય અહિંસા આદર સૌના, જીવન મ્હેક્યું માનવતાએ
પ્રગટાવી ખુમારી હૈયામાં, દીધા ઉપદેશ વિશ્વ ક્ષિતિજે………!”