વસંત પંચમી…… માત સરસ્વતી પ્રાગટ્ય ઉત્સવ
ॐ ऐं सरस्वत्ये नमः
ॐ जय सरस्वती माता, मैया जय सरस्वती माता।
सद्गुण, वैभवशालिनि, त्रिभुवन विख्याता ।। ॐ जय…
चन्द्रवदनि, पद्मासिनि द्युति मंगलकारी।
सोहे हंस-सवारी, अतुल तेजधारी।। ॐ जय…
बायें कर में वीणा, दूजे कर माला।
शीश मुकुट-मणि सोहे, गले मोतियन माला ।। ॐ जय…

(Thanks to webjagat for this picture)
વસંત પંચમી એટલે વનરાજીને કૂંપળોથી નવપલ્લિત થવાની શુભ શરૂઆત.
લીલી વનરાજીથી ધરાને શણગારવાની કુદરતની લીલા. વસંત ઋતુ એટલે
ઋતુઓનો રાજા. આલ્હાદક પવન અને મનને તાજગીથી ભરી દેતી આ મૌસમની
શરૂઆત માત સરસ્વતીના પ્રાગટ્ય ઉત્સવથી થાય અને શાખાઓની સાથે માનવીના
હૈયામાં જ આ વસંત ફૂટી નીકળે…
હૈયામાં ફૂટી વસંત……રમેશ પટેલ(આકાશદીપ)
મારા હૈયામાં ફૂટી વસંત
ગીત રૂડાં ગાવા દો
મહેક્યા આ મોગરા સમ મન
પવન દેવ વહેવા દો
ખીલ્યાં અંગ અંગ રંગી ઉપવન
હરખ મને ઢોળવા દો
વ્હાલી હાલી યાદોની વણઝાર
પોઠો મને ગણવા દો
ના છૂપ્યા છૂપાય કેસુડા આ અંગ
મુખલડાં સજવા દો
નટખટ નયનોમાં નાચે રે મોર
આભલડે ટહુકવા દો
ભાવે ભીંજાયાં હેતનાં રતન
સંગીતડે મઢવા દો
યૌવન ઝીલે વાસંતી શણગાર
વ્હાલ મારા ઝૂમવા દો
રમેશ પટેલ(આકાશદીપ)
ના છૂપ્યા છૂપાય કેસુડા આ અંગ
મુખલડાં સજવા દો
નટખટ નયનોમાં નાચે રે મોર
આભલડે ટહુકવા દો
ભાવે ભીંજાયાં હેતનાં રતન
સંગીતડે મઢવા દો
યૌવન ઝીલે વાસંતી શણગાર
વ્હાલ મારા ઝૂમવા દો
Shree Rameshbhai, sunder vasant ni abhvyakti..thai chhe..
સાહેબશ્રી. રમેશભાઈ
વસંતી વાયરા ચારેકોર આપે ફેલાવી દીધા.
” નટખટ નયનોમાં નાચે રે મોર
આભલડે ટહુકવા દો.”
વન્સમોર થવા દો સાહેબ
આદરણીય શ્રી રમેશભાઈ,
ના છૂપ્યા છૂપાય કેસુડા આ અંગ
મુખલડાં સજવા દો
નટખટ નયનોમાં નાચે રે મોર
આભલડે ટહુકવા દો …
ભાવે ભીંજાયાં હેતનાં રતન
સંગીતડે મઢવા દો
યૌવન ઝીલે વાસંતી શણગાર
વ્હાલ મારા ઝૂમવા દો ..
વસંતની બહાર જેમ ખીલે તેવી સુંદર રચના ને ખિલાવી અને વસંતની અભિવ્યક્તિ કરી છે .. ખૂબજ સુંદર ભાવ સાથેની રચના અને મા સરસ્વતિ ને યાદ કરી તેની વંદના .કરી છે..
….
કોઈ સારા કંઠના ગાયકના કંઠે ગવાય તો દીપી ઉઠે એવું
સુંદર ગીત છે.શબ્દ રચના અને ભાવ પણ સરસ છે.
અભિનંદન રમેશભાઈ.