આઝાદી મળ્યા બાદ ૨૬મી જાન્યુઆરીએ ભારત પ્રજાસત્તાક દેશ બન્યો અને
ભારતવાસી ત્રિરંગાને ગૌરવથી વિશ્વ ફલકે લહેરાવતો ગયો. ધીમી પણ નક્કર
પ્રગતી સાધતો અને લોકશાહી તંત્રથી સન્માન પામતો આજે પ્રગતીશીલ આર્થિક
નીતિઓથી અનેક પડકારો વચ્ચે ચંદ્ર સુંધી નવયુગી તાકાતનો પરચો દઈ રહ્યો છે.
શિક્ષણથી તેની આવતી કાલ હજુ વધુ ઉજળી થાય એ ભાવ સાથે ત્રિરંગાની શાનને
પ્રજાસત્તાક દિને સલામી આપીએ…..
Celebrations
Agni-II missile in Republic Day Parade 2004
To mark the importance of the occasion, every year a grand parade is held in the capital, New Delhi, from the Raisina Hill near the Rashtrapati Bhavan (President’s Palace), along the Rajpath, past India Gate . Prior to its commencement, the Prime Minister lays a floral wreath at the Amar Jawan Jyoti, a memorial to unknown soldiers at the India Gate at one end of Rajpath, which is followed by two minutes silence in the memory of unknown soldiers. Thereafter he reaches the main dais at Rajpath to join other dignitaries, subsequently the President arrives along with the chief guest of the occasion. First he unfurls the National flag, as the National Anthem is played, and a 21-gun salute is given. Next, important awards like the Ashok Chakra and Kirti Chakra are given away by the President, before the regiments of Armed Forces start their march past.
The different regiments of the Indian Army, Navy, and Air Force march past in all their finery and official decorations. The President of India who is the Commander-in-Chief of the Indian Armed Forces, takes the salute. Floats exhibiting the cultures of the various states and regions of India are in the grand parade, which is broadcast nationwide on television and radio. Also part of the parade are children who win the National Bravery Award for the year.[2] The parade also includes other vibrant displays and floats and traditionally ends with a flypast by the Indian Air Force jets.
Celebrations are also held in state capitals, where the Governor of the state unfurls the national flag. If the Governor of the state is unwell, or is unavailable for some reason, the Chief Minister of the state assumes the honour of unfurling the National Flag of India.
(Thanks to wikipedia webjagat)

ઝૂમે વ્યોમે ત્રિરંગો……રમેશ પટેલ(આકાશદીપ)
છંદ-સ્ત્રગ્ધરા
સંગ્રામે મુક્તતાના, અમર યશધરી, ભેટ દીધી સુભાગી
ઝૂમે વ્યોમે ત્રિરંગો, ફરફર ફરકી, ધન્ય મા ભારતી તું
પ્રજાસત્ત્તાક ભોમે, સુરભિત કુસુમે, વાયરા હેત ઢોળે
ઝીલી તોપો સલામી, દ્ર્ઢ જન ઉરમાં , ગૌરવી શોભતી તું
ઝૂમે ખેતો જ ધાન્યે, વનવન લહરે, ગાય ગીતો સરીતા
ભંડારા માત ખોળે, સુધન વતન આ, શોભતો દેશ શાખે
ઊડે કેવા વિહંગો, હરખ સભર હો, શાંતિ સંદેશ દેતા
આઝાદીના ઉમંગો, નવલ ક્ષિતિજમાં, ભાવિના ભેખ ભાખે
શિક્ષા પામી યુવાનો, હરણ ચરણથી, ઝીલતા જ્ઞાન આભા
ખૂલે સીમા અનંતા, પર હિત સુખમાં, રાચવું એજ નારો
સેનાની કોટિ હાથે, નભ જલધિ તટે, સંકટો જાય આઘા
ઉત્ત્સવો એજ પૂંજી, શિલ અમન તણા, ભાવના ભાતૃચારો
દે જે તું જોમ ધૈર્ય, જય જય કરવા, શાન તારી ત્રિરંગા
વંદીએ જન્મભોમા, પુલકિત મનડે, માવડી ઓળઘોળા
રમેશ પટેલ(આકાશદીપ)
Republic Day Greetings to you and your family
-P.K.Davda
http://leicestergurjari.wordpress.com/2012/01/25/તારી-શાન-ત્રિરંગા-શ્રી-રમ/
શ્રી રમેશભાઈ સાદર નમસ્કાર, આપનું આ રાષ્ટ્રભક્તિનું ગીત ગાતા આપના ઉદ્દાત ભાવો અને વિચારો સાથે એકરુપ થવાનું સદ્ભાગ્ય મળ્યું અને આ રીતે પ્રજાસત્તાક દિને આપની રચના રજુ કરવા મળી તેની ખુશી અપાર છે..આપના ગીત ને ઉચિત ન્યાય આપવા સહુએ યત્ન કર્યો અને આપે અમારા પ્રયાસને આવકાર્યો તે અમારે મન નોંધનીય વાત છે, આપના પ્રતિભાવ માટે આભાર… જયહિન્દ.
-દિલીપ ગજજર
સંગ્રામે મુક્તતાના, અમર યશધરી, ભેટ દીધી સુભાગી
ઝૂમે વ્યોમે ત્રિરંગો, ફરફર ફરકી, ધન્ય મા ભારતી તું
પ્રજાસત્ત્તાક ભોમે, સુરભિત કુસુમે, વાયરા હેત ઢોળે
ઝીલી તોપો સલામી, દ્ર્ઢ જન ઉરમાં , ગૌરવી શોભતી તું
શ્રી રમેશભાઈ , આજના સ્વાતંત્ર્ય દિને આપે દેશભક્તિ ની ઉત્તમ રચના અમારી સમક્ષ રજુ કરી છે …આપને તથા પરિવારને અભિનંદન
http://leicestergurjari.wordpress.com/2012/01/25/તારી-શાન-ત્રિરંગા-શ્રી-રમ/
શ્રી રમેશભાઈની દેશભક્તિની રચના બ્લોગ પર આપી છે..તેમના શબ્દો જ્યારે ગાઈએ ત્યારે અનુભાવ્યું કે કેટલી શક્તિ અને જોમ ભરેલા છે અને દેશભાવના ઊંડાણ…તે અનુભવાયું ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું,…૨
તારી શાન ત્રિરંગા.. કોરસ …
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
વિશ્વ ધરોહર ભૂમિ અમનની, કેસરીયાળી ક્યારી………….૨
ભારતની એ અમર સંસ્કૃતિ,……૨ ઝૂમે હરિયાળી પ્યારી….કોરસ
લાલ કિલ્લાએ શોભે કેવો, અમર યશ સહભાગી…………૨
સુજલા સુફલા ધરા મંગલા,…..૨ ધન્ય અમે બડભાગી…. કોરસ
નહીં ઝૂકીએ ન ઝૂકવા દેશું, રંગ ધરશે રખવાળાં…૨
નહીં ભૂલીએ બલિદાનો વીરા,..૨ અમર જ્યોત અજવાળાં…કોરસ..
જયહિન્દ જયઘોષ ત્રિરંગા….રમેશ પટેલ(આકાશદીપ)
વિજયી વિશ્વ ત્રિરંગા પ્યારા
ઝંડા ઊંચા રહે હમારા
ઉસકી શાન ન જાને પાયે
જાન જાયે ભલે હી જાયે.
Nicely written and dedicated words to our “Triranga”
Proudly read and enjoyed.
આદરણીય શ્રી રમેશભાઈ,
રાષ્ટ્રભક્તિ ની આ સુંદર રચના માણવાની મજા આવી ગઈ., સાથે સાથે દિલીપભાઈના સ્વરબદ્ધ કરેલ રચનાનો આનંદ કાંઈક અનેરો મળ્યો…
આજના ગણતંત્ર દિવસની આપને તેમજ આપના પરિવારને ખોબ સારી શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવું છું.
આભાર !
ભ્હારત , યુ.કે. અને યુ.એસ.નો બહુ જ સુભગ સંયોગ અને દેશ ભાવનાનો જુસ્સો . બહુ જ ગમ્યો .
હાર્દિક અભિનંદન